Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ ભ્રમ ઉભો કરવાનો તેઓનો પ્રયત્ન તેમની હતાશા સૂચવે છે. અમે પરદ્રવ્યથી જિનપૂજા કરનારા લોકોને પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની પ્રેરણા આપીએ જ છીએ. સંમેલનવાદીઓ પરદ્રવ્યનું ઉપરાણું લઈને ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા' ના નિયમ ઉપર તૂટી પડે છે. અને “દેવદ્રવ્યથી પણ ઉત્સર્ગમાર્ગે જિનપૂજા કરાય' તેવી અશાસ્ત્રીય વાત શાસ્ત્રપાઠોના નામે કરે છે. (11) : એ જ રીતે “સંમેલનના વિરોધીઓ, સંમેલન સ્વપ્નાદિ આવક સાધારણમાં લઈ જાય છે, એવો જુઠો આરોપ મૂકે છે” એવી સંમેલનવાદીઓની વાત પણ સત્યથી વેગળી છે. જે જે સંઘોમાં સ્વપ્નાદિ આવકને સાતક્ષેત્ર સાધારણમાં લઈ જવાય છે, તેનો વિરોધ અમે અને અમારા પૂર્વજ મહાપુરૂષોએ જોરદાર કર્યો છે. (અત્યારે સંમેલનના સમર્થક બની ગયેલા આ સંમલનવાદીઓ પણ પહેલા અમારી જેમ જ આનો વિરોધ કરતા હતા. હવે એનો વિરોધ છોડીને તેને દેવકા સાધારણમાં લઈ જવાનું ઝનૂની સમર્થન કરવા પાછળ, અમુક વ્યક્તિ અને અમુક પક્ષ તરફનો દ્વેષ કામ કરી રહયો છે.) વિ.સ. ૨૦૪૪ના સંમેલનમાં સ્વપ્નાદિ દેવદ્રવ્યની આવકને ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય' ઠરાવવામાં આવી હતી. આ અશાસ્ત્રીય ઠરાવનો પ્રચંડ વિરોધ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. એ કર્યો હતો. આજે તેઓશ્રીના સમુદાયવર્તી સાધુઓ અને તેઓશ્રીનો અનુયાયી શ્રાવકવર્ગ પણ વિરોધ કરી રહયો છે. સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયનો વિરોધ કરતી વખતે, “સંમેલન દેવદ્રવ્યને સાધારણમાં લઈ જાય છે” એવું કહેવામાં આવે ત્યારે, કહેનારનો આશય “શ્રીજિનભક્તિ સાધારણ'માં લઈ જાય છે - એવો જ હોય અને છે. આ વાત સંમેલનપરસ્તો નથી સમજતાં એવું તો નથી જ. છતાં સંમેલનની ૩૧

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42