Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ ભાંગીને ભૂકો નહિ થઇ જાય ? દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની પોતાની જીદને પૂર્ણ કરવા માટે જ તેઓ આવું કરી રહયાં છે એમ લોકો માનતા નહિ થઈ જાય ? પ્રશ્ન : શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા સિવાય બીજો પાઠ તો મળતો નથી. તેથી વ્યાપક૨ીતે બધા જ શ્રાવકોને લાગુ પડે એ રીતે ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવું કોઈ શાસ્ત્ર જણાવતું નથી” સંમેલનવાદીઓની આ વાત બરાબર છે ને ? ઉત્તર ઃ “શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસઋતિકાનો પાઠ, ઘરદેરાસરના માલિક માટે જ સ્વદ્રવ્યથી જિનપૂજાનો નિયમ બતાવનાર છે, વ્યાપક રીતે બધા જ શ્રાવકોને એ નિયમ લાગુ ન પાડી શકાય” આવી સંમેલનવાદીઓની વાત અનુચિત છે. અન્યશાસ્ત્રોમાં સ્વવિભવાનુસારે જિનપૂજા કરવી વગેરે પાઠો મળે જ છે ઃ ત્યાં ‘જ’કાર ન વાપરવાનું કારણ એ છે કે ઘરદેરાસરના માલિકને તો પોતાના ગૃહચૈત્યમાં ચઢાવેલા અક્ષતાદિના દ્રવ્યથી સંઘચૈત્ય પૂજવાનો સંભવ રહે છે માટે તેની વાતમાં શાસ્ત્રકારોને જકાર પૂર્વક નિષેધ કરવો પડે છે. જ્યારે ઘરદેરાસર વિનાના આત્માઓને તેવા પ્રકારના અક્ષતાદિ દ્રવ્યોથી પૂજા કરવાનો સવાલ ઉભો થતો ન હોવાથી શાસ્ત્રકારોએ જકાર વાપર્યા વિના સ્વવિભવાનુસારે જિનપૂજા કરવાનું કહયું છે. માટે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન સર્વસામાન્યરીતે સર્વશ્રાવકોને લાગુ પાડવાનું શાસ્રકારોને ઇષ્ટ છે. “ શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસઋતિકાના પાઠો શ્રાવકોને દેવદ્રવ્યથી પૂજા કરવાની છૂટ આપનારા છે એવું ફાવતું તારણ કાઢનારાઓની ભાવદયા ચિંતવવા સિવાય કોઈ ઉપાય નથી.. 99 · આમ, આટલી વિચારણાથી નક્કી થયું કે ઘરદેરાસરના •માલિકની જેમ સર્વશ્રાવકોએ પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજા ૨૯

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42