Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ વાસ્તવમાં, દેવદ્રવ્યથી જિનપૂજા કરાવી લોકોને દેવની અનાદર અવજ્ઞા કરવી વગેરે દોષમાં પાડવાનો સંમેલનવાદીઓનો આ એક ‘કૂટપ્રયાસ છે. (૧) સંમેલનવાળા ‘પૂર્વોક્ત દોષ” થી “વૃથાજનપ્રશંસાદિ દોષ' જ વિવક્ષિત માને છે, તે ખોટું છે. (૨) પૂર્વોક્ત દોષતરીકે અનાદરાયજ્ઞાદિ દોષ માનવો જ પડે. (૩) છતી શક્તિએ સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પૂજા કરવી અને તેના પ્રતાપે અનાદર-અવજ્ઞાદિ દોષ પોતાના કપાળે ચોંટાડવો : આવું કૃત્ય કરવાનું કોઈ વિવેકી આત્મા પસંદ કરે નહિ. (૪) વળી, ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને આ વાત પણ ખૂબ જ માર્મિક છે. ગૃહચૈત્યના માલિકની જેમ સામાન્યજન માટે પણ આ જ નિયમ કેમ લાગુ ન પડે કે “સંઘચત્યના દેવદ્રવ્ય વડે જ સંઘચૈત્ય પૂજાયેલું બને, પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને ?” આ ગ્રન્થાધિકારથી તો આવો દોષ લાગે તે સ્પષ્ટ છે. આટલી વિચારણાથી એ વાત નક્કી છે કે દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની ધૂનમાં સંમેલનના સમર્થકો “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીય નિયમ” ઉપર જે રીતે તૂટી પડ્યા છે. તે ભવભીરુ આત્માને શોભે તેવું કૃત્ય નથી. “પૂર્વોક્તદોષ' તરીકે લાગતા “અનાદર-અવજ્ઞાદિદોષ'વાળી વાતને છૂપાવવાને કારણે, સંમેલનવાદીઓએ રજુ કરેલી શાસ્ત્ર પંક્તિઓ પ્રત્યે શ્રદ્ધાળુજનો શંકાની નજરે જોતા શું નહિ થઈ જાય ? અને “સંમેલનવાળાઓ પૂર્વાપર શાસ્ત્રો જોઈને વાત કરી રહયા છે'એવી મુગ્ધલોકોમાં ઉભી કરાતી તેઓની ભ્રમજાળ પણ શું | ૨૮

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42