Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan
Catalog link: https://jainqq.org/explore/005797/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દેહવ્યઃ શાસ્ત્રીય અoો ધ્યાવહારિક પરિdiાખા 'પૂ. મુનિરાજશ્રી જયદર્શન વિજયજી મ. Page #2 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય : શાસ્ત્રીય અને વ્યાવહારિક પરિભાષા : લેખક : પરમારાધ્યપાદ શ્રી સંઘના સાચા માર્ગદર્શક, દેવદ્રવ્ય સંરક્ષક સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક પટ્ટાલંકાર પૂજ્યપાદ સિદ્ધાંતનિષ્ઠ નીડર વક્તા સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રવિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જયદર્શન વિજયજી મ.સા. : પ્રકાશક શ્રી જિનાજ્ઞા પ્રકાશન વાપી Page #3 -------------------------------------------------------------------------- ________________ : આર્થિક સહકાર : - એક સહસ્થ તરફથી અરજી : સંપર્ક : પ્રકાશચંદ્ર અમૃતલાલ શાહ ચંપાપુરી', નહેરુ સ્ટ્રીટ વાપી-૩૯૬ ૧૯૧ કિશોરચંદ્ર ચીમનલાલ શાહ વિરાગ મેચીંગ એન્ડ કટપીસ સેન્ટર બેંક ઓફ બરોડા સામે, સ્ટેશન રોડ, વાપી. પ્રથમ આવૃત્તિ વિક્રમ સંવત : ૨૦૫ર નકલ - ૧૦૦૦ ': મુદ્રક : ભવાની ગ્રાફિક્સ (મનોજ ઠક્કર) બી/૬, હરેકૃષ્ણ કોમ્પલેક્ષ, દિપાલી ટૉકિઝની પાછળ, ત્રીજે માળ, | આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ફોન : ૪૬૭૯૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ - લેખકીય અનંતોપકારી શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યું છે કે – ધર્મસ્થાનકનો વહીવટ કરનારો આત્મા શાસ્ત્રાનુસારી વહીવટ કરે તો યાવત તીર્થંકર નામકર્મ પણ બાંધે. અને ધર્મદ્રવ્યનો ગેરવહીવટ કરે, તેનું ભક્ષણ કરે કે ભક્ષણ થતું હોય તેની છતી શક્તિએ ઉપેક્ષા કરે તો આવો વહીવટદાર દુર્ગતિમાં પણ જાય. તેમાં પણ દેવદ્રવ્યનો ગેરવહીવટ કરવો, તેનું ભક્ષણ કરવું કે તેનો દુરૂપયોગ કરવો : આ બધાથી આત્મા કેવી કેવી દુર્ગતિઓમાં જાય છે અને સંસારમાં રખડે છે- તેનું શાસ્ત્રકારોએ વિસ્તૃત વર્ણન કર્યું છે. આ બધા વર્ણનો વાંચીસાંભળીને સમજુ બનેલો શ્રદ્ધાસંપન્ન સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ શ્રી સંઘ, દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યના ગેરવહીવટ, ભક્ષણ-દુરુપયોગ વગેરેથી ખુબ જ ડરતો રહે છે. પાપભીરુ વહીવટદારો આજે પણ ગીતાર્થ-ભવભીરુ ગુરુભગવંતોના માર્ગદર્શનથી દેવદ્રવ્યની ગરબડમાં કોઈને પણ સાથ આપતા નથી. * આપણે જાણીએ છીએ કે વિ. સં. ૨૦૪૪ની સાલનું સંમેલન અનેક વિવાદાસ્પદ અશાસ્ત્રીય ઠરાવો કરી ગયું છે. તે સમયના તપાગચ્છના સૌથી મોટા અને મહાગીતાર્થ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી Page #5 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ તે અશાસ્ત્રીય ઠરાવોનો જોરદાર વિરોધ કરીને શ્રીસંઘને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું હતું. તેઓશ્રીના પ્રચંડ પુણ્યપ્રભાવ અને શાસ્ત્રનિષ્ઠાના પ્રતાપે સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયો શ્રીસંઘમાં માન્ય બન્યા નહિ. તેઓશ્રી વિ. સં. ૨૦૪૭ની સાલમાં કાળધર્મ પામ્યા ત્યારબાદ, પંન્યાસજી શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરે, વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયોને શાસ્ત્રીય ઠરાવવા માટે ધાર્મિક વહીવટ વિચાર' નામનું અશાસ્ત્રીય પુસ્તક બહાર પાડ્યું. પરંતુ તે પુસ્તક સામે પ્રચંડ વિરોધ ઉભો થતાં, પંન્યાસજીને તે પુસ્તકની સુધારેલી આવૃત્તિ બહાર પાડવી પડી. (જો કે ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના પરિમાર્જન માટે તેમણે પોતાના જેવી જ અશાસ્ત્રીય માન્યતા ધરાવતા, પોતાના પક્ષના આચાર્યાદિને પસંદ કર્યા. અને તે આચાર્યાદિએ પુસ્તકની અશુદ્ધિઓ દૂર ન થઈ જાય તેની કાળજી રાખીને તે પુસ્તકનું પરિમાર્જન કર્યું. ત્રીજી આવૃત્તિ વખતે ય ભૂલો ન સુધારવાની કાળજી તો રખાઈ જ.) ધાર્મિક વહીવટ વિચાર'ની અશુદ્ધ કે સુધારેલી (!) કોઈ પણ આવૃત્તિ માટે, પંન્યાસજીના પક્ષના સિવાયના તપાગચ્છના કોઈ સમુદાયે “આ પુસ્તક શાસ્ત્રીય છે” એવું પ્રમાણપત્ર બહાર પાડ્યું નથી. ધા.વ.વિ. પુસ્તક અશાસ્ત્રીય છે' એવું અનેક આચાર્ય ભગવંતોએ જાહેર કર્યું છે. સંમેલનવાદીઓની દલીલ છે કે “અમે શાસ્ત્રપાઠી સાથે અમારી વાત રજૂ કરી છે, વિરોધપક્ષ તેની સામે શાસ્ત્રપાઠો આપતા નથી, આપી શકતા નથી.” સંમેલન Page #6 -------------------------------------------------------------------------- ________________ વાદીઓની આ વાત સામે અમારે એટલું જ કહેવાનું છે કે “તેઓએ શાસ્ત્રપાઠો કેવી અને કેટલી ખોટી રીતે રજુ કર્યા છે તે સમજવા “વસુદેવહિંડી'નો એમણે કરેલો દુરુપયોગ જોઈ લેવો પૂરતો છે.” આ પુસ્તિકામાં સંમેલનવાદીઓ તરફથી રજુ કરવામાં આવેલા દેવદ્રવ્યવિષયક શાસ્ત્રપાઠો ઉપર વિચાર કરવામાં આવ્યો છે. વિ.સં. ૨૦૫૧ ના અક્ષય તૃતીયાના દિવસે થયેલ લખાણું આજે પુસ્તિકા સ્વરૂપે બહાર પડી રહ્યું છે. વર્તમાનમાં આ વિવાદ લાંબો ચાલતાં ઘણા વહીવટદારોના મનમાં “આ તો સાધુ-સાધુઓના મતભેદ છે, શાસ્ત્રોના નામે લડાઈ ચાલે છે” વગેરે પ્રકારની ઉદાસીનતા કે કયાંક તો આમાંથી પોતાને ફાવતી વાતને પકડી લેવાની સ્વાર્થવૃત્તિ પણ દેખાવા માંડી છે તે દુઃખની વાત છે. વાસ્તવમાં આવા મતભેદના પ્રસંગે પ્રશ્નના મૂળ સુધી પહોંચીને યોગ્ય નિર્ણય જાણવાની સાચા શ્રાવકની ફરજ છે. સૌ એ ફરજના પાલનથી પોતાના વહીવટને શુદ્ધ બનાવે એવી અપેક્ષા છે. (ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની અશાસ્ત્રીયતાની વધુ સમજ માટે “જૈનશાસન' સાપ્તાહિકમાં વર્ષ ૭ અંક ૪૦, ૪૩-૪૪ અને વર્ષ ૮ અંક ૧-૨-૩, ૪, ૫, ૬, ૧૧, ૧૨, ૧૩ માં પ્રગટ થયેલ મારા “વિચાર વસંત'ના લેખો વાંચી જવા ભલામણ છે.). જૈન ઉપાશ્રય, છાપરીયા શેરી મુનિ જયદર્શન વિજય મહીધરપુરા, સુરત-૩ વિ.સં. ૨૦૫ર, પોષ વદ-૨ રવિવાર, તા. ૭-૧-૯૬ ; Page #7 -------------------------------------------------------------------------- ________________ भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु मावओ । पण्णाहीणो भवे जो य, लिप्पइ पावकम्मणा ॥११२।। . (શ્રાદ્ધદિનકૃત્ય) “દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ભક્ષણ કરતાની ઉપેક્ષા કરે અને પૂરી સમજણ વગર તેનો વહીવટ કરે તે આત્મા પાપકર્મથી લેપાય છે.” आयाणं जो भंजइ, पडिवण्णधणं ण देइ देवस्य । गरहंतं चोविक्खइ, सो वि हु परिभंमइ संसारे ॥५५॥ (દર્શનશુદ્ધિ) દેવદ્રવ્યની આવકને તોડે, બોલેલા દેવદ્રવ્યને આપે નહિ અને દેવદ્રવ્યની રક્ષા કરનારની નિંદા કરનારાની ઉપેક્ષા કરે- તે બધા સંસારમાં ભમે છે.” ફ-ત્ર-વિIછે, તે દ્વ-લિસો વદ એ છે साहू उविक्खमाणो, अणंत-संसारिओ होइ ॥१०६॥ | (સંબોધપ્રકરણ) “દેવદ્રવ્ય, દેવદ્રવ્યમાંથી લવાયેલી સામગ્રી : આવા બંન્ને પ્રકારના ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરનાર સાધુ અનંતસંસારી થાય છે.” Page #8 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૪૪ની સાલમાં તપાગચ્છના બધા ગીતાર્થ આચાર્યભગવંતોને આમંત્રણ આપ્યા વિના, એક આચાર્ય મહારાજે પંદર પૈસાનું કાર્ડ લખીને બોલાવેલા કેટલાક આચાર્યોનું સંમેલન અમદાવાદમાં યોજાયું હતું. આ સંમેલનમાં “શાસ્ત્રીય નિર્ણયો જ લેવા એવા નિર્ધારના બદલે “અરસ-પરસ બાંધછોડ કરીને અયોગ્ય નિર્ણય ઉપર પણ એકમતે આવી જવાની ભાવના પ્રબળ દેખાતી હતી. આશંકાભર્યા વાતાવરણમાં સંમેલનની કાર્યવાહી આગળ ચાલી અને છેવટે એવા નિર્ણયો લેવાયા કે ગીતાર્થ આચાર્ય ભગવંતોને એનો વિરોધ કરવો જ પડે. સંમેલનમાં ભાગ લેનારા આચાર્યોને પણ સંમેલનની કાર્યવાહી પસંદ ન હતી. તેથી જ પ્રવર સમિતિમાં રહેલા એક આચાર્ય સંમેલનના નિર્ણયોનો બહિષ્કાર કરીને, “સંમેલનના નિર્ણયો પોતાને બંધનકર્તા ન હોવાની જાહેરાત કરી દીધી. પ્રવરસમિતિના અધ્યક્ષ આચાર્યે બીજા એક આચાર્ય ઉપર લખેલ પત્રમાં “સંમેલન સફળ થયું નથી, સંમેલને એકતાને બદલે અનેકતા સર્જી છે' એવો નિખાલસ એકરાર કર્યો હતો. આ પત્ર “સંવત્સરી શતાબ્દિ મહાગ્રન્થ' નામના પુસ્તકમાં પ્રગટ થઈ ગયો છે.) આ સમય દરમ્યાન બહાર પડેલું સાહિત્ય સંમેલનની અશ્રદ્ધેયતા ઢોલ વગાડીને દર્શાવી રહ્યું છે. આવું થવાને કારણે અન્ય અન્ય સમુદાયે સંમેલનને માથે ઉંચકીને ફરવાનું બંધ કર્યું હતું. પરંતુ ધાર્મિક વહીવટ વિચાર' નામના પુસ્તકના લેખક-પરિમાર્જક સમુદાયને માટે “સંમેલનના તરણાને ઝાલ્યા સિવાય પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ટકાવી રાખવાનો બીજો કોઈ ઉપાય ન હોવાથી” સંમેલનનો બધો ભાર તે સમુદાયે પોતાના ખભે ઉપાડી લીધો છે. શ્રદ્ધાસંપન્ન સંઘોએ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવ મુજબ પોતાના સંઘમાં વહીવટ કરીને પાપ T૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ બાંધવાનું જોખમ ન લીધું તેથી છંછેડાયેલા આ સમુદાયે “ધાર્મિક વહીવટ વિચાર' નામનું બેજવાબદાર વિધાનોથી ભરેલું અશાસ્ત્રીય પુસ્તક બહાર પાડીને સંમેલનને પુનર્જીવિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એ પુસ્તક સામે તીવ્ર વિરોધ ઉભો થતાં, એ પુસ્તકને ઠીકઠાક કરીને, નવા કપડાં પહેરાવીને બીજી આવૃત્તિરૂપે તાજેતરમાં જ બહાર પાડ્યું છે. એ પુસ્તકના બધા વિષયોને અડ્યા વિના, ફક્ત દેવદ્રવ્ય વિષયક ઠરાવ કેટલો અશાસ્ત્રીય છે તે સમજવા માટે આ લેખ લખાઈ રહ્યો છે. આ પુસ્તકની કે સંમેલનની અશાસ્ત્રીયતાને ખુલ્લી પાડનારાઓને તેઓ સંમેલન વિરોધી કહે છે. આપણે સંમેલનનો વાવટો લઈને ફરતા આ લોકોની દલીલો ઉપર થોડો વિચાર કરીએ. તેઓની દલીલો મુખ્યતયા આ પ્રમાણે છે : (1) “દેવદ્રવ્ય સામાન્યથી (પેટા ભેદોનો વિચાર કર્યા વિના) પણ શ્રાવક પૂજા કરી શકે છે.” “ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિડી, મૂલશુદ્ધિપ્રકરણ વગેરેના પાઠો સ્પષ્ટપણે દેવદ્રવ્ય સામાન્યથી પણ પૂજા થઈ શકે તેવું સિદ્ધ કરનારા છે.” . “સંબોધપ્રકરણમાં દર્શાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાં કલ્પિત દેવદ્રવ્ય તરીકે ગણાતો ત્રીજો પ્રકારે જિનમંદિરના સમગ્રકાર્યમાં વાપરી શકાય છે.” વર્તમાનમાં બોલાતી બોલી (ચડાવા)ની રકમ કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. અને એ રકમ જિનમંદિરના સમગ્ર કાર્યમાં વાપરી શકાય. એટલે કે આ દ્રવ્ય ભગવાનની પૂજાનાં દ્રવ્યો લાવવા, મંદિર માટે રાખેલા માણસોના પગાર આપવા, જીર્ણોદ્ધાર, નવા મંદિરો વગેરેની રચના T ૨T (2) (4). Page #10 -------------------------------------------------------------------------- ________________ (6) તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે.” (5) “સંબોધુ પ્રકરણમાં બતાવેલ ત્રણ ખાતા હાલમાં કોઈ સંઘોમાં પાડવામાં આવ્યા નથી. દેવદ્રવ્યની એક જ - કોથળી રાખવાના કારણે સંબોધપ્રકરણમાં જે વ્યવસ્થા બતાવી છે તે મુજબ વહીવટ થતો નથી. આથી ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.” “વિ.સં. ૨૦૪૪નાં સંમેલને વિ.સં. ૧૯૯૦ ના સંમેલન જેવો જ નિર્ણય કર્યો છે. ફક્ત ૧૯૯૦ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગાર'ની સંમતિ આપી છે. તો ૨૦૪૪ના સંમેલને “કલ્પિત દેવદ્રવ્યમાંથી પગાર'ની સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થા સામે કોઈએ ઉહાપોહ ન કશ્યો જોઈએ.” “ “વિજય પ્રસ્થાન' પુસ્તકના આધારે “દેવદ્રવ્ય જિનભક્તિ કરવા માટે જિનભક્તિના ઉપકરણો માટે વાપરી શકાય છે.” એવું પૂ. આદર્ભ.શ્રી. વિજય રામચન્દ્ર સૂ. મ. સા. પણ માનતા હતા - એ સિદ્ધ થાય છે.” (8) “પૂ. આ. શ્રી વિજ્ય રવિચન્દ્ર સૂ. મ.સા. પણ સ્વપ્ન બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું પોતાના “ પ્રશ્નોત્તર : કર્ણિકા' વિભાગમાં લખી ગયા છે.” (9) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ - આ નિયમ ઘરદેરાસરના માલિક શ્રાવક માટે છે, તમામ શ્રાવક . • માટે નથી.” (10) “સંમેલનના વિરોધીઓ પરદ્રવ્યથી પૂજા થતી હોય તેનો (7) Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ એકાંતે નિષેધ કરે છે. જે શાસ્ત્રવિરુદ્ધ છે.” (11) “સંમેલનના વિરોધીઓ “સંમેલન સ્વપ્નાદિ આવક સાધારણમાં લઈ જાય છે' એવો જુઠો આરોપ મુકે છે.” “આમ શાસ્ત્ર અને તર્કને અનુસરીને વિચાર કરતાં એ સ્પષ્ટ જણાય છે કે સંમેલને કરેલ ઠરાવ યોગ્ય જ છે, શાસ્ત્રાનુસારી જ છે ” આવી સંમેલનના સમર્થકોની માન્યતા છે. સંમેલનના સમર્થકોની આ બધી વાતો ઉપર હવે આપણે ક્રમસર વિચારીએ. (1) અને (2) : ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્રતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિડી, મૂલશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રન્થોના શાસ્ત્રપાઠો “દેવદ્રવ્ય સામાન્યથી જ (પેટા ભેદોનો વિચાર કર્યા વિના જ) પૂજા થઈ શકે તેવું જણાવનારા છે” એવી સંમેલનના સમર્થકોની માન્યતા તેમના શાસ્ત્રાભ્યાસની અધૂરાશ બતાવે છે. કારણ કે દેવદ્રવ્ય સામાન્યથી થઈ શકતાં કૃત્યો જ્યારે શાસ્ત્રકારો બતાવતા હોય ત્યારે દેવદ્રવ્યના સર્વપટાભેદોને નજર સમક્ષ રાખીને બતાવતા હોય છે. ઉપર જણાવેલ શાસ્ત્રોના પાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્યમાં, ભગવાનની ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય : એમ બંન્ને પ્રકારનાં દેવદ્રવ્યનો સમાવેશ થાય છે. તેથી જ્યાં જ્યાં જિનપૂજા, મહોત્સવ, સ્નાત્ર, મહાપૂજા, વગેરે દેવદ્રવ્યમાંથી થાય તેમ જણાવ્યું છે ત્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરવા માટે અર્પણ થયેલું એવું દેવદ્રવ્ય લેવાનું હોય, તેવું શાસ્ત્રાભ્યાસી વિવેકી આત્મા સહજ રીતે સમજી શકે તેમ છે. આ રહસ્યાર્થ સમજવાની શક્તિ, કેવળ ન્યાય-વ્યાકરણ ભણીને પંડિત બનેલા Page #12 -------------------------------------------------------------------------- ________________ પાસે ન હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી. અને જેના મનમાં દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરાવવાની માન્યતા મજબૂતપણે પડી હોય તે વ્યક્તિ ય આવો વિચાર કરવાનું માંડી વાળે તેમાં કોઈ આશ્ચર્ય નથી. * હવે સંમેલનના સમર્થકોએ રજુ કરેલા શાસ્ત્રપાઠી વિચારીએ. (A) ઉપદેશપદ (પૃ. ૨૮૮) भणितं च केवलिना यथा चैत्यद्रव्यस्य जिनभवना. बिम्बयात्रा - स्नात्रादिप्रवृत्तिहेतोः हिरण्यादिस्पस्य वृद्धिरूपचयरूपोचिता कर्तुमिति ॥ (B) શ્રાદ્ધદિનકૃત્ય (પૃ. ૨૨૯) चैत्यदव्यस्य जिनभवनबिम्बयात्रास्त्रात्रादिप्रवृत्तिहेतोहिरण्यादेवृद्धिः कर्तुमुचिता । . બંનેનો ભાવાર્થ : જિનમંદિર, જિનપ્રતિમાની યાત્રા, સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના કારણભૂત સુર્વણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. (C) શ્રાદ્ધદિનકૃત્ય (પૃ. ૨૭૫) सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसंभवः। (D) શ્રાદ્ધવિધિ (પૃ. ૭૪). " सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजासत्कारસંભવઃ | (E) ધર્મસંગ્રહ (પૃ. ૧૬૭) सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः । (F) દ્રવ્યસતતિકા (પૃ. ૨૫) • સતિ સેવાદ્રિ તળે પ્રત્યુદં ત્યાતિસમાનિ-મહાપૂગાसत्कारसन्मानावष्टंभादिसम्भवात् । Page #13 -------------------------------------------------------------------------- ________________ ચારેયનો ભાવાર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો દરરોજ ચૈત્યસમારચન, મહાપૂજા, સત્કાર-સન્માનાદિ ક૨વાનું સંભવિત બને છે. · આ છ શાસ્રપાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્યમાં, ભગવાનની ભક્તિ માટે આવેલ દ્રવ્યનો સમાવેશ થતો હોવાથી અમને તે પાઠો માન્ય જ છે. પરંતુ ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું સમર્થન કરતા આ પાઠો છે એવી સંમેલનવાદીઓની વાતમાં અમે સંમત નથી. જો તમે ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજાદિ કરાવવાની હઠ ન લીધી હોય તો, આ પાઠો અંગે આપણી વચ્ચે કશો મતભેદ જ નથી. (G) દર્શનશુદ્ધિ (પૃ. ૨પર) तथा तेन पूजा - महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यन्ते । ભાવાર્થ : તથા દેવદ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઉઠે છે. આ શાસ્રવચનનો વિચાર કરતા તો એવું સ્પષ્ટ પ્રતીત થાય છે કે શ્રાવકો સ્વ-પરના જ્ઞાન-દર્શન અને ચારિત્રના ગુણોને દીપાવવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે નક્કી કરેલા પોતાના દ્રવ્યથી (દ્રવ્યસપ્તતિકામાં આપેલી વ્યાખ્યા મુજબનિર્ધારબુદ્ધિથી દેવાદિકને માટે ધન-ધાન્યાદિ નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય કહેવાય- તેથી આ દ્રવ્યને પણ દેવદ્રવ્ય કહેવાય.) મહોત્સવો કરે છે. દેવદ્રવ્યની કોથળી ઉપર નજર કરતા નથી. તેમ જ્ઞાનાદિગુણોને દીપાવવા માટે પૂજાની સામગ્રી વગેરે-પણ, ભગવાનની ભક્તિ માટે આવેલા દ્રવ્યથી જ લાવવી જોઈએ. મહોત્સવ, પૂજાની સામગ્રી વગેરે માટે આ નિયમ મુજબ જ ક Page #14 -------------------------------------------------------------------------- ________________ વરસોથી શ્રાવકો પ્રભુભક્તિ કરતા આવ્યા છે. દેવદ્રવ્યની કોથળીમાંથી મહોત્સવાદિ કરાવવાની વાતો કરનારા ‘ગીતાર્થો’થી મોક્ષાર્થી આત્માઓએ ખૂબ જ સાવચેત રહેવા જેવું છે. ‘દર્શનશુદ્ધિ’ની ૫૪મી ગાથાની ટીકામાં લખ્યું છે કે "जिनस्य स्थापनार्हतो द्रव्यं पूजार्थनिर्माल्याक्षयनिधिस्वरुपं । "જિન એટલે સ્થાપના અરિહંત, તેનું દ્રવ્ય તે જિનદ્રવ્ય કહેવાય. આ જિનદ્રવ્ય પૂજા માટે આવેલું, નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને અક્ષયનિધિ સ્વરૂપે આવેલું : એમ ત્રણ પ્રકારનું જાણવું.'' આટલા જિનદ્રવ્ય-દેવદ્રવ્યના વિભાગોનું સ્પટીકરણ કર્યા પછી આગળ જતાં ટીકાકારે ૫૮મી ગાથાની ટીકામાં ઉપર જણાવેલ ‘દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવ કરવાની' વાત લખી છે. આથી સૌ ગીતાર્થો સમજી શકે છે કે ‘પૂજા માટે આવેલા દ્રવ્યથી પૂજા આદિ શ્રાવકો કરે તો સ્વ-પરના જ્ઞાનદિ ગુણો દીપી ઉઠે છે' આવું ટીકાકાર ફરમાવી રહયાં છે. આટલી સ્પષ્ટ વાતો હોવા છતાં સંમેલનવાદીઓ આ શાસ્ત્રપાઠને આગળ કરીને સ્વપ્નાદિ બોલીના દ્રવ્યસ્વરૂપ દેવદ્રવ્યથી જિનપૂજા અને મહોત્સવ કરવાની વાત કરી રહયા છે તે તદ્દન શાસ્ત્રવિરુદ્ધ છે. પોતે જે પાઠ રજુ કરે છે તે શાસ્ત્રપાઠ જ પોતાની માન્યતાથી વિરુદ્ધ જાય છે એટલી સમજ શક્તિ પણ સંમેલનવાદીઓમાં રહી હોય તેમ જણાતું નથી. ખરેખર તો જિનદ્રવ્ય-દેવદ્રવ્યના ત્રણ વિભાગ ટીકાકારે બતાવ્યા છે તેને છુપાવીને, પોતાને માફક આવતો પાઠ આગળ કરી દેનાર સંમેલનવાદીઓમાં ભવભીરૂતા કેટલી છે ? તેનો સુજ્ઞવાંચકો સ્વયં વિચાર કરે. શાસ્ત્રપાઠ સાથે, સંમેલનવાદીઓએ કરેલો આ ખુલ્લો દ્રોહ સંમેલનવાદીઓની ‘શાસ્ત્રનિષ્ઠા'ની સાચી ઓળખ આપી જાય છે. ૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ (H) દ્રવ્યસપ્તતિકા (પૃ. ૨૮) चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धेतुकप्रमोद-प्रभावना-प्रवचनवृद्धेरभावः, ततो वर्द्धमानगुणशुद्धेः रोधः, તતો મોક્ષમાવ્યાધાત:, તો મોક્ષવ્યાધાતઃ : ' | ભાવાર્થ : દેવદ્રવ્ય વગેરેનો વિનાશ થાય તો આગળ કહી ગયા તે પૂજા આદિનો લોપ થાય, તેથી પૂજા વગેરેથી ઉત્પન્ન થનાર પ્રમોદભાવ, શાસનપ્રભાવના અને પ્રવચનવૃદ્ધિનો અભાવ થાય, અને એના અભાવથી ગુણશુદ્ધિની વૃદ્ધિ અટકે, તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય અને તેનાથી મોક્ષપ્રાપ્તિનો પણ વ્યાધાત થાય. I) વસુદેવહિંડી (પ્રથમખંડ) जेण चेइयदव्वं विणासिअं तेण जिणबिम्बपूआदसणआणंदितहियणाणं भवसिद्धियाणं सम्मदसण-सुअओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा पडिरूद्धा । .. ભાવાર્થ : જે ચૈત્યદ્રવ્યનો નાશ કરે છે તે જિનબિંબની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોના તે દ્વારાએ થનારા સમ્યગ્દર્શન-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ સુધીના લાભોને રૂંધે છે. અવધારણ બુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિ કરવા માટે અર્પણ કરાયેલ દેવદ્રવ્યાદિનો વિનાશ થવાથી યાવત મોક્ષપ્રાપ્તિનો વ્યાધાત થવા સુધીનો દોષ પ્રાપ્ત થાય છે.” એવો આ બંન્ને પાઠનો રહસ્યાર્થ છે. માટે કોઈએ પણ ચેત્યાદિદ્રવ્યનો વિનાશ થાય તેમ કરવું નહિ. આ બંને પાઠોથી બધા પ્રકારનું દેવદ્રવ્ય પૂજાની સામગ્રી વગેરે લાવવા માટે છે – એવું જરા પણ સિદ્ધ થતું નથી. આ વાત “વસુદેવહિંડી'માં જ સ્પષ્ટ કરવામાં આવી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સંમેલનવાદીઓ “સામાપક્ષ અધૂરો શાસ્ત્રપાઠ રજુ કરે છે' એવી વારંવાર બૂમો પાડે છે. પણ ખરેખર તો સંમેલનવાદીઓને જ શાસ્ત્રપાઠ અધૂરા રજુ કરવા અને છૂપાવવાના હનમાર્ગે જવું પડ્યું છે. “વસુદેવહિંડીનો સંમેલનવાદીઓએ ઉપર રજુ કરેલો પાઠ અધૂરો, વિપરીત અર્થઘટનવાળો અને શાસ્ત્રકારનો ખુલ્લો દ્રોહ કરનારો છે. પોતાની ભવભીરુતાની વારંવાર જાહેરાત કરનારા સંમેલનવાદીઓની સાચી “ભવભીરુતા” આ રહી : વસુદેવહિંડી'માં જે ચૈત્યદ્રવ્ય -દેવદ્રવ્યથી જિનપૂજા થવાની વાત લખી છે તે ચદ્રવ્ય-દેવદ્રવ્ય “જિનપૂજા માટે ભેટ મેળલું દ્રવ્ય છે. વાંચો “વસુદેવહિંડી'ના શાસ્ત્રવચનો : “તિનિ છોડીગો નિણયયનપૂથી ૩વો નેચવાનો રિ" અર્થ “આ ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવું.” આવી રીતે સુરેન્દ્રદત્ત ભેટ આપેલા દ્રવ્યનો રૂદ્રદત્ત જુગારમાં વિનાશ કર્યો તેથી આ ચૈત્યદ્રવ્યના વિનાશથી, જિનપૂજાથી માંડીને યાવત્ મોક્ષપ્રાપ્તિના લાભ રૂંધાવાની વાત શાસ્ત્રકારે લખી છે : આટલી સ્પષ્ટ વાત હોવા છતાં “વસુદેવહિંડીનો પાઠ રજુ કરીને સંમેલનવાદીઓ સ્વપ્નાદિ દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત કરે છે. આંને શાસ્ત્રવાંચનની અણઆવડત કહેવી, મિથ્યાભિનિવેશ કહેવો, ભોળા જીવોને છેતરવાનો પ્રયાસ કહેવો કે પાપભીરુતાનો અભાવે કહેવો - તે વિદ્વાન પુરૂષો નક્કી કરે. પૂજા કરવા માટે ભેટ મળેલા દ્રવ્યથી જિનપૂજા થતી હોય તેનો અમે વિરોધ કરતા નથી. ઉપરનો પાઠ તો પૂજા માટે મળેલા દ્રવ્યની વાત કરનારો છે. તેથી સંમેલનવાદીઓની માન્યતાને સિદ્ધ કરવાને બદલે, તેઓની માન્યતાથી વિરુદ્ધ જાય છે. આ વાત તેઓના ધ્યાન બહાર તો ન જ હોય. છતાં “વસુદેવહિંડી જેવા અતિપ્રાચીન શાસ્ત્રમાંથી પોતાને ફાવતી પંક્તિઓ ઉઠાવવી Page #17 -------------------------------------------------------------------------- ________________ અને એની બાજુમાં જ લખેલી મહત્વની પંક્તિને છૂપાવવી : આવી શાસ્ત્રદ્રોહીનીતિનો આશ્રય લીધો હોવાથી સંમેલનવાદીઓની વિશ્વસનીયતા નષ્ટ થઈ ગઈ છે અને તેઓ અશાસ્ત્રીય વાત પકડી બેઠા છે તેમજ તેની સિદ્ધિ માટે આડેધડ શાસ્ત્રપાઠો રજુ કરી રહયા છે- એ પુરવાર થાય છે. (આ શાસ્ત્રપાઠની વધુ સ્પષ્ટતા માટે “જૈનશાસન' સાપ્તાહિક ના તા. ૧૦-૧૦-૯૫ના અંકના પૃ.-૨૮૩ ઉપરનો મારો વિચારવસંત'નો લેખ વાંચવા સુજ્ઞવાચકોને ભલામણ છે.) (J) ઉપદેશપદ (પૃ. ૨૨૮) ततोऽस्य ग्रासाच्छादनमात्रं प्रतीतरूपमेव मुक्त्वा यत् किंचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावज्जीवमभूदिति ।।४०८॥. . . (K) મૂલશુદ્ધિપ્રકરણ तओ तेण भगवओ चेव पायमूले गहिओ अभिग्गहो जहा-गासाच्छायणमेत्तं मोत्तुण सेसं जं किचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोणकारइ तहा करेस्सामि तओ अचिन्तमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं । पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयर-परिणामाइसयसमुज्जिब्भंतरोमकंचुओ करेइ जिणभवणाइसु ण्हवणऽच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अकखयनिधियाओ करावेइ जिण्णोद्धारे । બંન્ને પાઠોનો ભાવાર્થ : પછી સંકાશ શ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો કે ભોજન-વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધુ દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે તે રીતે એનો ઉપયોગ કરીશ. આ T૧૦] Page #18 -------------------------------------------------------------------------- ________________ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિત્ત્વ મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેના શુભશુભતર અતિશયિત પરિણામો ઉછળવા માંડયા. આ છળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરાદિમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્વારો કરાવે છે. અહીં, દેવદ્રવ્યના ભક્ષણથી થયેલ પાપના નાશ માટે સંકાશ શ્રાવકે ‘શેષ બધું દેવદ્રવ્ય થશે' એવો અભિગ્રહ લીધો છે તેમાં જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે તે રીતે તેનો ઉપયોગ કરીશ' આવી તે દ્રવ્યના ઉપયોગની જે વાત કરી છે તે ઘણી સૂચક છે. શ્રાવકે ચૈત્યના ઉપયોગમાં આવશે' તેવા નિર્ધારપૂર્વક પોતાનું ચૈત્યદ્રવ્ય બનાવેલું હોય તે દ્રવ્યથી તો ચૈત્ય સંબંધી દરેક કાર્યો કરી શકાય છે. આવી રીતે આજે જ્યાં જ્યાં પણ કરવામાં આવે છે તે બધાને અમારો હાર્દિક ટેકો છે, પ્રોત્સાહન છે. આનો અમે ક્યારેય વિરોધ કરતા નથી. સંમેલનના સમર્થકો આ પાઠોને પોતાની અશાસ્ત્રીય માન્યતાની સિદ્ધિ માટે રજુ કરી રહયા છે, તે જોઈને તેઓની ‘વિદ્વતા’ ઉપર હસવું આવે તેમ છે. ખરેખર તો આ બંન્ને પાઠો સંમેલનવાદીઓની વાતને અશાસ્ત્રીય સિદ્ધ કરનારા છે. આમ, સ્વપ્નાદિ દેવદ્રવ્યમાંથી દેરાસર ચલાવવાની પોતાની વાત માટે સંમેલનના સમર્થકો જે શાસ્ત્રપાઠો રજુ કરે છે, તે શાસ્ત્રપાઠો તેમની વાતને સિદ્ધ કરતા નથી. ઉપરથી તેમની વિરુદ્ધમાં પણ જાય છે તે આપણે જોયું. પ્રશ્ન : ઉપર જણાવેલ શાસ્ત્રપાઠો ફક્ત દેવદ્રવ્યનાં કાર્યોને જ જણાવનારા છે. એમાં દેવની ભક્તિ માટે આવેલ અને દેવની ભક્તિ સ્વરૂપે આવેલ એવા બે ભેદો તમે કેમ પાડો છો ? આ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ માટે તમારી પાસે કોઈ કોઈ આધાર છે ? ઉત્તર : દેવદ્રવ્ય સામાન્યથી થતાં કાર્યોની જ્યારે શાસ્ત્રકારો વાત કરતા હોય ત્યારે દેવદ્રવ્યના દરેક પ્રકારને નજર સામે રાખવા પડે. જે પ્રકાર જે કાર્ય માટે શાસ્ત્રકારોએ નિયત કરેલો હોય તે કાર્યમાં વપરાય તેથી બીજા કાર્ય (ન વાપરી શકાય તેવા)માં ન વપરાય. દેવની ભક્તિ માટે આવેલા દ્રવ્યથી (ધારણા મુજબ) દેવના દેહ અને ગેહ સંબધી સર્વકાર્ય થઈ શકે. દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલા દ્રવ્યથી જીર્ણોદ્ધારાદિ કાર્ય થઈ શકે. આ બંન્ને પ્રકારથી આવેલ દ્રવ્યને સામાન્યથી દેવદ્રવ્ય કહેવાય. પણ તેના ઉપયોગની ભિન્નતાં તો જાળવવી જ પડે. આવા પ્રકારો અને સંબોધપ્રકરણના આધારે પાડયા છે. સંબોધપ્રકરણકારે પ્રભુભક્તિ માટે આવેલા દ્રવ્યને પૂજાદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ઓળખાવ્યું છે અને તેનો ઉપયોગ ક્રમશઃ જિનદેહમાં અને જિનદેહ અને ગેહ બંન્નેમાં કરી શકાય તેમ જણાવ્યું છે. નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય છે અને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં થાય તેમ જણાવ્યું છે. આ ત્રણે પ્રકારનું દ્રવ્ય, સામાન્યથી દેવદ્રવ્ય કહેવાતું હોવા છતાં તેના ઉપયોગ સંબંધમાં સંબોધપ્રકરણકારે ભારે સ્પષ્ટતા કરી છે. આથી સિદ્ધ થાય છે કે શાસ્ત્રોમાં જ્યારે સામાન્યથી દેવદ્રવ્યના ઉપયોગો જણાવ્યા હોય ત્યારે અન્ય શાસ્ત્રકારોએ પાડેલા પ્રકારોનો વિચાર કરીને, જે પ્રકારથી જે ઉપયોગ થતો હોય, તે કરવાનો હોય. આવો કશો વિચાર કર્યા વિના “દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકે છે' એવી વાત કરવામાં જ્ઞાનની અપરિપકવતા છે. . પ્રશ્ન : પણ સંકાશ શ્રાવકે દેવદ્રવ્યથી મહોત્સવો આદિ કર્યા જ ને ? તમે શું કામ ના પાડો છો ? L ૧૨ ] Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : સંકાશ શ્રાવકે ‘ચૈત્યના ઉપયોગમાં આવશે' એવી અવધારણા પૂર્વક ચૈત્યદ્રવ્ય બનાવેલા સ્વદ્રવ્યથી મહોત્સવાદિ કર્યા. તેમાં અમે ના પાડી જ નથી. પણ આ દૃષ્ટાંત પકડીને ‘દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે’ એમ ન કહેવાય. દ્રવ્યસઋતિકાના આધારે, અવધારણ બુદ્ધિથી દેવને સમર્પિત થયેલ બધું ધન-ધાન્યાદિ દેવદ્રવ્ય કહેવાય. આના આધારે શ્રાવકની પોતાની, દેવને ચઢાવવાના અવધારણ પૂર્વકની, કેસરાદિ સામગ્રી પણ દેવદ્રવ્ય કહેવાય. મહોત્સવમાં ખર્ચવાની દૃઢ ભાવનાથી નક્કી કરેલી શ્રાવકની રકમ પણ દેવદ્રવ્ય કહેવાય. છતાં એનાથી પૂજા, મહોત્સવાદિ કરવામાં આવે તો તે શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ કર્યું કહેવાય, આ બધી અપેક્ષાઓ શાસ્ત્રીય પરિભાષા મુજબ સમજવા જેવી છે શ્રાવકે પોતાના સ્વદ્રવ્યમાંથી જ અમુક દ્રવ્ય પ્રભુભક્તિમાં વાપરવાનો સંકલ્પ કર્યો, હવે તે સંકલ્પ તોડીને એ દ્રવ્ય પ્રભુભક્તિ સિવાય બીજે કશે ન વપરાય-આ અપેક્ષાએ તે દેવદ્રવ્ય થયું. પરંતુ એ દ્રવ્ય શ્રાવકના પોતાના અધિકારનું હોવાથી તે દ્વારા કરાયેલ પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરાઈ-એમ તો કહેવાય જ. આવી બધી અપેક્ષાઓ સમજવા -સમજાવવાની શક્તિ, દાનત ન હોય તેણે શાસ્ત્રો હાથમાં લેવાનું સાહસ કરવું નહિ. તર્કો અને કુતર્કો વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. દેવદ્રવ્યની શ્રીસંધની કોથળીમાં રહેલું દેવદ્રવ્ય અને ઉપર જણાવ્યા મુજબની અવધારણ બુદ્ધિથી બનેલું પોતાનું દેવદ્રવ્ય : આ બંન્ને વચ્ચેનું અંતર બરાબર સમજો. અહીં પણ જડતર્કો કરીને શાસ્ત્રીય વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન, કદાગ્રહી મનોદશા વિના શકય નથી. આવા તત્વોની ઉપેક્ષા કરવી જ હિતકાંક્ષીઓ માટે ઉત્તમમાર્ગ છે. તેઓની જાળમાં ફસાવું તે ઘાતક માર્ગ છે. ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : અવધારણપૂર્વકનું દેવ માટે જે ધનધાન્યાદિ નિશ્ચિત કરેલા હોય તેવા દેવદ્રવ્યથી પૂજાદિ કરવામાં તમે ના પાડતા નથી. અને આજે જે સ્વપ્નાદિ બોલી સ્વરૂપ દેવદ્રવ્ય, ભગવાનની ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્ય વગેરેથી પૂજાદિ કરવાની ના પાડો છો. આ બંન્ને દેવદ્રવ્ય જ કહેવાય છે તો એકમાં હા અને બીજામાં ના શા માટે ? ઉત્તર : અવધારણપૂર્વકનું બનેલું દેવદ્રવ્ય હકીક્તમાં તે આપના૨ શ્રાવક માટે તો સ્વદ્રવ્ય છે. તે દ્રવ્ય હવે દેવની ભક્તિ સિવાય બીજા ઉપયોગમાં ન લઈ શકાય એ જણાવવા માટે જ એને દેવદ્રવ્ય કહીને શાસ્ત્રકારો ઓળખાવે છે. વાસ્તવમાં આ શ્રી જિનભક્તિ માટેનું શ્રાવકનું સ્વદ્રવ્ય’ છે. આમાંથી શ્રી જિનભક્તિ જ થાય. જ્યારે સ્વપ્નાદિ બોલી, ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે ચઢેલ દ્રવ્ય વગેરે સ્વરૂપ દેવદ્રવ્ય દેવકા સાધારણ' જેવું નથી. તેથી જ અમે તેનો જિનપૂજાદિમાં ઉપયોગ કરવાનો નિષેધ કરીએ છીએ-તેનો ઉપયોગ શાસ્રદૃષ્ટિએ જીર્ણોદ્વારાદિમાં થઇ શકે. સંબોધપ્રકરણકાર વગેરે શાસ્ત્રકારોએ અમુક દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવાની રજા આપી છે, અમુક દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવાનો નિષેધ કર્યો છે. ને શાસ્ત્રકારોના આદેશાનુસાર જ અમે પણ અમુકમાં નિષેધ કરીએ છીએ અને અમુકમાં રજા આપીએ છીએ. પ્રશ્ન : દ્રવ્યસમ્રુતિકાના, અવધારણ બુદ્ધિથી દેવદ્રવ્ય બનવાના પાઠનો વ્યવસ્થિત ખુલાસો અને સમજ આપો. ઉત્તર : દ્રવ્યસતિકા : : ( 0 ) " ओहारणबुद्धिए देवाइणं पकप्पिअं च जया । जं धणधन्नप्पमुहं तं तद्दव्वं इहं णेयं ॥२॥ અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું. વૃત્તિઃ ગોઢાતિ મવથારબુદ્ધયા મત્યતિવિશિષ્ટ नियमबुद्ध्या देवादिभ्यो यद्धनधान्यादिकं वस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्त्वेन देवाद्यर्थं एवेदं अहंदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्दव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः । અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે “યોગ્યપણે, શ્રી અરિહંત આદિની પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના માટે નહીં આવી પ્રકૃષ્ણ બુદ્ધિના, ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ. - દ્રવ્યસપ્તતિકાના આ પાઠનો વિચાર કરતાં તમે સ્પષ્ટ સમજી શકશો કે ભગવાનની ભક્તિમાં વાપરવા માટે તમે જેટલું ધન દઢ સંકલ્પથી નિશ્ચિત કરો છો તેટલું તમારું ધન દેવદ્રવ્ય કહેવાય. જેમ કે તમે એક જિનભક્તિ મહોત્સવ કરવાનું નક્કી કર્યું અને તેમાં ૨૫,૦૦૦ રૂપિયા વાપરવા જ એવો દઢ સંકલ્પ કર્યો તો દ્રવ્યસપ્રતિકાના ઉપરના પાઠ અનુસારે, તમારા સ્વદ્રવ્યમાંનું તેટલું દ્રવ્ય “જિનભક્તિ મહોત્સવ' દ્રવ્ય થઈ ગયું. તે દ્રવ્ય હવે તમારે જિનભક્તિ મહોત્સવ સિવાય (નીચેના) બીજા કાર્યમાં ન વપરાય. એ જ રીતે તમે ૧૦,૦૦૦ રૂપિયાથી ભગવાનની અંગરચના કરાવવાનો દઢસંકલ્પ કરી નિશ્ચય કર્યો તો તે દ્રવ્ય “આંગી દેવદ્રવ્ય” ઉપરના પાઠ મુજબ ગણાય. છતાં આવો મહોત્સવ કે આંગી અમુક શ્રાવકે જ કરાવી કહેવાય, દેવદ્રવ્યથી કરાવી એમ ન કહેવાય. અને વ્યવહાર પણ એવો ૧૫ | Page #23 -------------------------------------------------------------------------- ________________ જ ચાલે છે કે તે મહોત્સવની આમંત્રણ પત્રિકામાં લાભ લેનાર નિમંત્રક તરીકે ‘દેવદ્રવ્ય' નથી હોતું પણ તે ‘શ્રાવક’ હોય છે. અને આંગીની વિગત પાટિયા વગેરે ઉપર લખી હોય ત્યારે ‘દેવદ્રવ્ય' થી આંગી રચવામાં આવી છે-એમ નથી લખાતું, પણ ફલાણા શ્રાવક તરફથી આંગી રચવામાં આવી છે એમ લખાય છે. આનો સાર એ નીકળ્યો કે ઉપરના પાઠ અનુસાર સંકલ્પિત બનતું દ્રવ્ય શ્રાવકના સ્વદ્રવ્યરૂપ હોવાથી અને દેવની ભક્તિ કરવા માટે સંકલ્પિત હોવાથી તે શ્રી જિનભક્તિ માટેનું સ્વદ્રવ્ય કહેવાય. આ પાઠનો આધાર લઈને, દેવની ભક્તિ સ્વરૂપે આવેલા સ્વપ્નાદિ બોલીના દ્રવ્યથી-દેવદ્રવ્યથી-પણ પૂજાદિ કરી શકાય તેવું સંમેલનના સમર્થકોનું જે કહેવું છે તે અશાસ્ત્રીય છે. . વાસ્તવમાં આ પાઠ તો ‘જિનભક્તિ માટેનું દ્રવ્ય જિનપૂજામાં વાપરી શકાય' તેવો નિયમ જણાવનારો છે. જો તમે આ પાઠના દેવાદિકને માટે નિશ્ચિત થયેલું દેવાદિદ્રવ્ય જાણવું’ એ વાકયથી તેને જિનભક્તિ માટેનું સ્વદ્રવ્ય ન ગણતાં, ‘દેવદ્રવ્ય’ જ માનશો તો કોઈ પણ શ્રાવક સ્વદ્રવ્યથી જિનપૂજા કરી જ શકશે નહિ. કારણ કે પોતાના પૈસે ખરીદેલ હોવા છતાં પુષ્પાદિ દ્રવ્ય ચઢાવતાં પહેલાં કે પૂજા કરતા પહેલાં ‘ભગવાનને ચઢાવવાનો દૃઢ સંકલ્પ' તો શ્રાવક કરે જ છે. તો તેને તમારા મતે તો દેવદ્રવ્ય જ માનવું પડશે, સ્વદ્રવ્ય નહિ મનાય. તો ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા યથાશક્તિ કરવી જોઈએ' એવી શાસ્રપંક્તિ તમારાથી માન્ય થઇ શકશે નહિ. સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની શાસ્ત્રીયવાત આ રીતે ઉડાવી દેવાનું સાહસ શ્રદ્ધાળુ બુદ્ધિમાન આત્મા તો કદી ન કરે. હા, તર્કજડ બુદ્ધિમાન જરૂર કરી શકે. માટે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય વાત સામે દ્રવ્યસઋતિકાનો પાઠ ધરી દેનાર સંમેલનના સમર્થકો, શાસ્ત્રીયમાર્ગ પોતે ભૂલી રહયા છે અને અન્યને ભુલાવી રહયા છે એમાં કોઈ શંકા નથી. (૩) અને (4) સંમેલનના સમર્થકો સંબોધપ્રકરણના ત્રણ ભેદોના આધારે જે દલીલ કરે છે તેનો વિચાર કરતા પહેલા તે સંબોધપ્રકરણની ગાથા અને તેના અર્થને જોઈએ ઃ : સંબોધપ્રકરણ : “ચેબલ્લં તિવિદ્, પૂઆ-નિમ્મત-પ્પિયં તત્ત્વ । आयाणमाइ पूआदव्वं जिणदेहपरिभोगं ॥ १६३॥ अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥ १६४ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभुषणाइहिं । तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भयणा ॥ १६५ ॥ रिद्धिजुअसम्मएर्हि सद्धेहिं अहव अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ १६६ ॥ " અર્થ : “દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે : ૧ પૂજા દેવદ્રવ્ય, ૨ નિર્માલ્ય દેવદ્રવ્ય, ૩ કલ્પિત દેવદ્રવ્ય ૧ પૂજા દેવદ્રવ્ય : પૂજા દેવદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે; તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ જિનશ્વરદેવના દેહની સેવામાં થાય છે એટલે કે આ પૂજા દ્રવ્યનો ઉપયોગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચઢતા પદાર્થો માટે વપરાય છે અંગપૂજાની જેમ અગ્રપૂજાના દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યના ઉપયોગ થઈ શકે છે. ૨ નિર્માલ્ય દેવદ્રવ્ય : પ્રભુજીની આગળ ચડાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય. આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાંખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગે ચડાવી શકાય આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયો કે તે પ્રભુના અંગે કેસર આદિ સ્વરૂપે ચડાવી ન શકાય પણ આભૂષણાદિરૂપે ચડાવી શકાય. - ૩ કલ્પિત દેવદ્રવ્ય : ધનવાનું શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.” સંબોધપ્રકરણની ગાથા અને તેને સમેલનના સમર્થકોએ જ કરેલો અર્થ અહીં રજુ કર્યો છે. તેમણે કરેલા અર્થમાં અમારે વિશેષ કશું હાલમાં કહેવું નથી. પૂજા, નિર્માલ્ય અને કલ્પિતમાંથી સંમેલને કલ્પિત દ્રવ્યને ઉચક્યું છે : તેથી આપણે તેનો વિચાર કરીએ. આપણે ઉપર જોઈ ગયા તેમ કલ્પિત દ્રવ્યની ગાથા અને તેના અર્થમાં કયાંય બોલી (ચડાવા) ની વાત નથી. તો પણ સંમેલન બોલીની રકમને કલ્પિતમાં લઈ જવાનું ઠરાવે છે. સંબોધપ્રકરણની ગાથાનો જયારે તેમને ટેકો ને મળ્યો. ત્યારે “જિનમંદિરનો નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાદિ પદ્ધતિ શરૂ કરાઈ અને આજે સીધો શાસ્ત્રપાઠ ન મળે. એટલે આ બાબતમાં તો ઘણાં બધાં ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તે માન્ય રાખવો જોઈએ” વગેરે દલીલો કરીને [ ૧૮ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નાદિ દ્રવ્યને કલ્પિતમાં લઈ જઈ જિનમંદિરના સર્વકાર્યમાં વાપરવાની વાત સંમેલનવાદીઓ કરી રહયા છે. (૧) કલ્પિતદ્રવ્યની વ્યાખ્યા અને ઉપયોગ બતાવતા સંબોધપ્રકરણ ગ્રન્થનો ટેકો સંમેલનની માન્યતાને મળતો ન હોવાથી ખરેખર જ તેઓની પોલ ઉઘાડી પડી જાય છે. સંબોધપ્રકરણકારને બોલી ચડાવાની રકમ કલ્પિત દ્રવ્યમાં ગણવી ઈષ્ટ હતી જ નહિ તે સૌ ગીતાર્થો જાણે છે. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી મહારાજે પોતાની ધાર્મિક વહીવટ વિચાર' ની નવી આવૃત્તિમાં પ્રગટ કરેલા જૂના પત્રોમાંના એક પત્ર મુજબ “પૂ. પં. શ્રી ભદ્રંકર વિ.ગ.મ. તેમના દાદાગુરુ મહારાજ પૂ.આ.શ્રી વિજ્ય પ્રેમ સૂ. મ. સા.ને પૂછાવી રહયા હતા કે ‘બોલી ઉછામણીનું દ્રવ્ય કલ્પિત કે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રન્થોમાં આવે છે કે કેમ ?” આથી સ્પષ્ટ છે કે એ બન્ને સ્વર્ગસ્થ પૂછ્યો, કલ્પિત દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા થઈ શકે એવો અભિપ્રાય ધરાવતા છતાં, એ કલ્પિત દ્રવ્યમાં બોલી કે ઉછામણીના દ્રવ્યનો સમાવેશ કરવાના નિર્ણય ઉપર આવ્યા ન હતા. કારણ કે એ માટેનો કોઈ શાસ્ત્રપાઠ મળી શકયો ન હતો. આજે (એ પત્ર લખાયાના આશરે પચાસ વર્ષો પછી) પણ સંમેલનવાદીઓ પાસે ઉછામણીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવા માટેનો એક શાસ્ત્રપાઠ નથી. છતાં અનેક ખોટા તર્કો, ખોટી દલીલો અને ખોટી ધારણાઓનો આશરો લઈને સંમેલનવાદી ‘ગીતાર્થો'એ ઉછામણીને ‘કલ્પિત’ બનાવી દીધી! પેલા ગીતાર્થો શાસ્ત્ર શોધતા રહયા અને આ ‘ગીતાર્થો' શાસ્ત્ર વગર ધસી ગયા ! શું મેળવ્યું-તે બોલવા જેવું નથી. (૨) ‘બોલી- ચઢાવાની શરૂઆત જિનમંદિરના નિર્વાહની કલ્પનાથી શરૂ કરાઇ' એવી સંમેલનના સમર્થકોની કલ્પનાને ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ કોઈ આધાર છે? હોય તો રજુ કરતાં અચકાય છે કેમ? એવા નક્કર આધાર વિના જ નક્કર નિર્ણય લઈને જાહેર પણ કરી દેવો અને જ્યારે તેની સામે પ્રચંડ વિરોધ ફાટી નીકળે ત્યારે ઘણા બધા ગીતાર્થોની એકમતીને આગળ કરીને આઘાપાછા થઈ જવું એ કોઈ પ્રમાણિકતાનાં લક્ષણો છે ? સંમેલનના સમર્થકોની મતિકલ્પનાથી બોલીનું દ્રવ્ય કલ્પિતદ્રવ્ય બની શકે નહિ. આના માટે સુવિહિતપરંપરા જોવી પડે. સ્વપ્નાદિ બોલી માટેની સુવિદિતપરંપરા, એ બોલીની રકમથી જિનાલયોનો નિર્વાહ કરવાની નથી, પરંતુ એ રકમ જીર્ણોદ્ધારાદિમાં વાપરવાની છે. (૩) સીધો શાસ્ત્રપાઠ જ્યારે બોલી-ચડાવાની રકમની વ્યવસ્થા માટે મળતો ન હોય તે વખતે સુવિદિતપરંપરા મુજબ તે રકમ દેવદ્રવ્યમાં લઈ જઈને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ કરવો જોઈએ, જિનાલયના નિર્વાહમાં નહિ. છતાં અહીં સંમેલનના સમર્થકો “ઘણા બધા ગીતાર્થોની એકમતીને માન્ય રાખવાની વાત કરે છે. આ અવસરે બીજા બધા અનેક ગીતાર્થોની અસંમતિને માન્ય રાખવાની વાત તેઓ ચાલાકીપૂર્વક ટાળે છે. આ કોઈ ગીતાર્થો ઉપરની ભક્તિના લક્ષણ છે ? પોતાની માન્યતાને ઠોકી બેસાડવા માટે ગીતાર્થોના નામનો ઉપયોગ કરવાની ચાલબાજી કેમ અપનાવાય છે ? “જિનશાસનમાં બહુમતીવાદ ન ચાલે, શાસ્ત્રમતિ જોવી જ પડે. આવી જોરશોરથી ગર્જના કરનારા આ જ મહારથીઓ, પોતાને શાસ્ત્રમતિનો સહારો ન મળતાં, બહુમતિમાં કેમ જઈ બેઠા છે? આથી લોકો તેમની શાસનદાઝ અને શાસ્ત્રનિષ્ઠા વિશે શંકા સેવતા નહિ બની જાય ? આમ, આટલી ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળ્યો કે સ્વપ્નાદિ [ ૨૦ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ બોલી ચડાવાની રકમને કલ્પિત દ્રવ્યમાં ગણી, તેનાથી જિનમંદિરનો નિર્વાહ કરવાની સંમેલનની વાત શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી વિરુદ્ધ છે. (5) : “સંબોધપ્રકરણમાં જણાવેલ ત્રણ ખાતા મુજબ દેવદ્રવ્ય જુદું કરીને આજે વહીવટ થતો નથી, તેથી નિર્માલ્યદ્રવ્યનો પૂજાદિમાં ઉપયોગ થઈ જવાનો દોષ લાગે છે વગેરે સંમેલનવાદીઓની વાત પણ ખોટી છે. સુવિહિત ગીતાર્થોના માર્ગદર્શન મુજબ શ્રદ્ધાસંપન્ન વહીવટદારો દ્વારા ચાલતા શ્રીસંઘોમાં આજે પણ શ્રી સંબોધપ્રકરણકારના આશય મુજબનો વહીવટ થઈ રહયો છે. શ્રી જિનભક્તિસ્વરૂપે આવેલું ભંડાર, ઉછામણી વગેરેનું દ્રવ્ય જીર્ણોદ્ધારમાં વપરાય છે. શ્રી જિનભક્તિ માટે આવેલું દ્રવ્ય દેવકા સાધારણ તરીકે શ્રી જિનપૂજા વગેરેમાં વપરાય છે. નિર્માલ્યદ્રવ્ય પ્રભુપૂજામાં વપરાઈ જતું હોવાની બૂમ સંમેલનવાદીઓ મચાવે છે પણ તે ય ખોટી છે. કારણ કે નિર્માલ્યની આવક પ્રમાણમાં ઘણી ઓછી હોય છે અને એના પ્રમાણમાં ચૈત્યનિર્વાહ, આભૂષણ વગરના - શાસ્ત્રીય દૃષ્ટિએ નિર્માલ્ય દ્રવ્યમાંથી થઈ શકતા કાર્યોના- ખર્ચા ઘણા વધુ હોય છે. તેથી એ દ્રવ્ય વધીને જિનપૂજામાં વપરાઈ જવાનો સંભવ જ રહેતો નથી. જ ખરી વાત તો એ છે કે આ પંન્યાસજી અને બીજા સંમેલનવાદીઓને શ્રી સંબોધપ્રકરણનું નામ લેવાનો ય અધિકાર નથી. કરોડપતિ કૃપણને દેવદ્રવ્યમાંથી પૂજા કરી નાંખવાની સગવડ આપી દેવા નીકળેલા આ “ગીતાર્થોને શાસ્ત્રો માટે કેટલું “બહુમાન' હોય એ સમજવું અઘરું નથી. શ્રી સંબોધપ્રકરણકારે તો સ્વપ્નમાં ય આવા “ગીતાર્થોની કલ્પના નહિ કરી હોય. એક બાજુ સંબોધપ્રકરણકારના સમયમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ કરવા ઉછામણી નહિ હોવાની વાત કરવી અને બીજી બાજુ ઉછામણીને ‘કલ્પિત’માં લઈ જવાના બચાવમાં સંબોધપ્રકરણના પાઠ ૨જૂ આવી કુટિલતા ધરાવનારા માટે શાસ્ત્રો શસ્ર બને છે. (6) : ‘વિ.સં. ૧૯૯૦ના સંમેલન કરતા વધુ પરિમાંર્જિત વ્યવસ્થા વિ.સં. ૨૦૪૪ ના સંમેલને કરી આપી' વગેરે સંમેલનવાદીઓની વાતો પણ અસત્ય જ છે. ‘જિનમંદિરના નિર્વાહની કલ્પનાથી મળેલ રકમ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય' માંથી જિનમંદિરનો નિર્વાહ કરવાની છૂટ તો સંબોધપ્રકરણકારે સદીઓ પહેલા આપેલી જ છે અને શ્રી સંઘ તેનો અમલ બહુમાનપૂર્વક કરતો જ આવ્યો છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલન પાસે હવે આ વિષયમાં નવી સંમતિ લેવાની કયાં બાકી રહી છે ? પછી મોટા ભા બનીને ‘સંમતિ’ આપવાની તેણે જરૂર શી હતી ? ૨૦૪૪ના સંમેલનને ‘વિશેષભેદ' કરી આપ્યાની બડાઈઓ હાંકવી શોભતી નથી. ખરેખર તો ૧૯૯૦ નાં સંમેલને “યત્ર ૬ પ્રામાન आदानादिद्रव्यागमोपायो नास्ति तत्राक्षतंबल्यादिद्रव्येणैव प्रतिमाः પૂછ્યમાના સન્તિ ।"(જે ગામ આદિમાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિનાં સાધનો નથી. ત્યાં અક્ષત-બલિ આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પ્રતિમાઓ પૂજાઈ રહી છે.) આવી શ્રાદ્ધવિધિકારના સમયની સ્થિતિને નજર સામે રાખીને અશકત સ્થળોમાં દેવદ્રવ્યથી પણ જિનપૂજા કરાવવી, પણ પૂજા બંધ ન રાખવી એવું ઠરાવ્યું હતું. (પૂજા એટલે વાસક્ષેપ પૂજા એમ નહિ. ‘વાસક્ષેપ પૂજાથી ચલાવી લેવું' એવા વિધાનના તો વિ.સં. ૧૯૯૦ ના સંમેલનના ગીતાર્થો ટ્ટર વિરોધી હતા -તે યાદ રહે) અને સ્વપ્નાદિ બોલીના દ્રવ્યને તેઓએ દેવદ્રવ્યમાં લઈ જવાની વાત કરી હતી. અક્ષત-બલિ આદિના દ્રવ્ય કરતા પણ બીજું દેવદ્રવ્ય એટલી માત્રામાં હાજર હતું કે નિર્માલ્ય સ્વરૂપ - – ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ બલિ -અક્ષતાદિના દ્રવ્યથી પૂજા કરાવવા જેવો અવસર અશકત સ્થળોમાં પણ ન આવે, તેનો ખ્યાલ ૧૯૯૦ના સંમેલને રાખ્યો હતો. જયારે આવી કોઈ પણ દીર્ધદષ્ટિ વાપર્યા વિના ૨૦૪૪ના સંમેલને બોલી વગેરેના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય સ્વરૂપ દેવકા સાધારણમાં લઈ જવાનો મનસ્વી નિર્ણય લઈ તો લીધો, ઉપરથી અન્ય ગીતાર્થોના વિરોધને પણ ગણકારવાનું પણ માંડી વાળ્યું અરે ! સંમેલનની પ્રવરસમિતિના આચાર્યના વિરોધને પણ ઘોળીને પી ગયા ! (આથી પણ વધારે ચોંકાવનારી ઘટનાઓ ૨૦૪૪ના સંમેલનમાં બની હતી જેને આપણે હમણાં અડતા નથી.) આ બધા ઉપરથી સિદ્ધ થાય છે કે ૧૯૯૦ના સંમેલન જેવો જ નિર્ણય ૨૦૪૪ના સંમેલને લીધો છે. તે વાત નિરાધાર છે. (7) : “વિજય પ્રસ્થાન' પુસ્તકની પ્રસ્તાવના અને લખાણને આગળ કરીને- પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ. મ.સા. પણ “દેવદ્રવ્યથી જિનભક્તિ કરવા માટે જિનભક્તિના ઉપકરણો લાવી શકાય એવું માનતા હતા, એમ સંમેલનવાદીઓ કહે છે. આ વાત વાંચીને તો સંમેલનવાદીઓની માનસિક સમતુલા વિશે શંકા ઉપજે છે !“બોલી આદિના દેવદ્રવ્યથી જિનપૂજાદિની સામગ્રી આદિ ન લવાય” આવી તેઓશ્રીની માન્યતા જગજાહેર છે. છતાં “મુનિ રામ વિજય” ના પર્યાયમાં તેઓશ્રીની માન્યતા અલગ હતી, તેવો લોકોમાં ભ્રમ ઉભો કરવાની બાલચેષ્ટા સંમેલનના સમર્થકોએ કરી છે. હકીક્તમાં તે પુસ્તકમાં આપેલ દર્શન શુદ્ધિ ટીકા, દ્રવ્યસપ્તતિકા, વસુદેવહિંડી ના પાઠોનો વિચાર આપણે (1) અને (2) નંબરમાં કરી ગયા છીએ. એ પાઠોમાં જિનમંદિરની સારસંભાળ અને જીર્ણોદ્ધાર : એવા બંન્ને કાર્યો દેવદ્રવ્યમાંથી થઈ શકે તેવું ફરમાવ્યું છે. એથી સ્પષ્ટ સમજી શકાય છે કે જિનમંદિરની સારસંભાળ માટે આવેલા દેવકા ૨૩ | Page #31 -------------------------------------------------------------------------- ________________ સાધારણ સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જિનમંદિરની સંભાળ લેવાનું અને જીર્ણોદ્ધારાદિ જ થઈ શકે તેવા દેવદ્રવ્યથી જીર્ણોદ્ધારાદિ કરી શકાય - આ વાત જ તેઓશ્રીને ઈષ્ટ હતી.. કોઈ પણ વ્યક્તિના એકાદ સંદિગ્ધ વિધાનને સ્પષ્ટ સમજવા માટે એ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને લક્ષ્યમાં લેવું પડે. પ્રસ્તુતમાં “વિજય પ્રસ્થાન'નાં વાકયોને વિકૃત કરનારા સંમેનલવાદીઓ, લેખક મહાપુરૂષના વ્યક્તિત્વને સારી રીતે જાણે છે, અને તેથી જ તો શ્રી સંઘના એ સહુથી વડિલ મહાપુરૂષને આમંત્રણ આપવાની હિંમત કર્યા વિના તેઓએ સંમેલન આટોપી લીધેલું. અત્યારે સંમેલનવાદીઓ જે વિરોધના વાતાવરણથી અકળાઈ રહયા છે તે સંમેલનવિરોધનો પડકાર સહુથી પહેલો તે મહાપુરૂષે કરેલો, અને અત્યારે પણ તેઓશ્રીના અનુયાયી શ્રમણો અને શ્રાવકો જ સંમેલનવાદીઓના દંભને ખુલ્લો પાડી રહયા છે. આ હકીક્ત સમજનારા વિવેકીઓ વિજ્ય પ્રસ્થાન'ના નામે થતા વિકૃત પ્રચારથી દોરવાય એવો કોઈ સંભવ જ નથી. “સંઘ પચીસમો તીર્થકર છે એ જે નિર્ણય લે તે જ બરાબર, શાસ્ત્ર શાસ્ત્ર શું કરો છો ?” આવી વાતો કરીને દેવદ્રવ્યનો ગમે તેવો દુરૂપયોગ કરવા માંગતા સુધારકવર્ગને “પચીસમા તીર્થંકર થવાના કોડ થયા છે, પણ સંઘ કોને કહેવાય - તે સમજો છો ? ભગવાનની આજ્ઞા માને તે સંઘ, બાકી ટોળામાં ગમે તેટલાં હોય તો તે હાડકાના માળા છે” આવો જવાબ આપવાનું ખમીર, આજથી આશરે પાંસઠ વર્ષ પહેલાં બતાવનારા એ મહાપુરૂષના નામે દેવદ્રવ્યની, ગરબડ મચાવવાનો આજના સંમેલનવાદીઓનો પ્રયાસ નિંદનીય છે. (‘વિજય પ્રસ્થાન' પુસ્તકની વિગતવાર સમજ માટે “જૈનશાસન' સાપ્તાહિકના વર્ષ ૮ અંક ૧ માં પ્રગટ થયેલ મારો લેખ વાંચી જવા T ૨૪ ] Page #32 -------------------------------------------------------------------------- ________________ ભલામણ છે.) (8) મારા ગુરુદેવ સ્વ. પૂ. ઓ. શ્રી અર્વાચિરાગ સૂ.મ. સા. ના “કલ્યાણ'ના પ્રશ્નોત્તરને આગળ કરીને, તેઓશ્રીએ પણ સ્વાદિ બોલીને કલ્પિત દ્રવ્યમાં ગણાવી છે. એવી વાતો “ધાર્મિક વહીવટ વિચાર' નામના પુસ્તકની પહેલી આવૃત્તિમાં સંમેલનના સમર્થકોએ લખી જ હતી. આ અંગે મેં “જૈનશાસન” અઠવાડીક માં (વિ. સં. ૨૦૫૦ ના અંકોમાં) સ્પષ્ટતા કરવા પૂર્વક જવાબ આપ્યો જ હતો છતાં તે પુસ્તકની બીજી ત્રીજી આવૃત્તિમાં પણ એની એ જ વાત પકડી રાખી છે. અહીં ફરી પાછું ટૂંકમાં જણાવું છું કે “તેઓશ્રી પોતાની છેલ્લી માંદગી દરમ્યાન પ્રગટ –અપ્રગટ પ્રશ્નોત્તરોની શુદ્ધિ કરાવી ગયા છે તેથી હવે બોલીના દ્રવ્યને કલ્પિતદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી.” સ્પષ્ટતા કરવા છતાં એની એ વાત પકડી રાખીને પ્રચારતા રહેવાની સંમેલનના સમર્થકોની નીતિ જોઈને એ પક્ષ તરફ શું લોકો શંકાની નજરે નહિ જૂએ ? આટલો વિચાર કરવા જેટલી સ્વસ્થતા હાલમાં તે પક્ષની રહી નથી. નિખાલસતાપૂર્વક એક વિધાનની અનેકવાર અનેક સ્થળે સ્પષ્ટતા થઈ જવા છતાં એ અંગે મતલબી બહેરાં બનીને ખોટી વાતને વળગી રહેવાની સંમેલનવાદીઓની નીતિ, એમની નિરાશા અને નિરાધારતાનો પૂરાવો છે. બીજાના રદ થયેલા વિધાનને પકડી રાખનારા આ સંમેલનવાદીઓનાં માત્ર બે-પાંચ વરસ પહેલાંના લખાયેલા પુસ્તકો આજે એમને પસ્તીમાં નાંખવા પડે એમ છે. એમાંના એક પણ વિધાનનો આજે તેમની પાસે જવાબ નથી.. '. " (9) : “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. દેવદ્રવ્યથી નહિ.” આવો આગ્રહ, સંમેલન વિરોધીઓ “શ્રાદ્ધવિધિ' ગ્રન્થના ર૫ | Page #33 -------------------------------------------------------------------------- ________________ એક અધૂરા વાકય ઉપરથી પકડીને કરે છે’-એવો આક્ષેપ સંમેનવાદીઓ અમારા ઉપર કરે છે. પરંતુ એ જ સંમેલનવાદીઓ શ્રાદ્ધવિધિના આ સંદર્ભને કેટલો અધૂરો પકડીને પોતાને અનુકૂળ અર્થઘટન કરે છે, તે આપણે ‘શ્રાદ્ધવિધિ’ના પૂરાં વાકયો જોઈને पुरीखे. શ્રાદ્ધવિધિ : स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्पभोगादि स्वगृहचैत्ये न व्यापार्यं । नापि चैत्ये स्वयमारोप्यं, किन्तु सम्यग् स्वरूपमुक्त्वार्चकादेः पार्श्वात् तद्योगाभावे तु सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा 'स्वयमप्यारोपयेत्, अन्यथा मुधाजनप्रशंसादिदोषः । गृहचैत्यनैवेद्यादि चारामिकस्य प्रागुक्तमासदेयस्थाने नार्य्यं, आदावेव नैवेद्यार्पणेन मासदेयोक्तौ तु न दोषः । मुख्यवृत्या तु मासदेयं पृथगेव कार्यं । गृहचैत्य नैवेद्यचोक्षादि तु देवगृहे मोच्यमन्यथा गृहचैत्यद्रव्येणैव गृहचैत्यं पूजितं स्यान्नतु स्वद्रव्येण । तथा चानादरावज्ञादि दोष:, न चैवं युक्तं स्वदेहकुटुम्बाद्यर्थं भूयोऽपि व्ययस्य गृहस्थेन करणात् । देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा प्रागुक्तदोषात् । ? अर्थ : पोताना गृहमंहिरमा घरेलां योषा सोपारी, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિને પોતાના ગૃહચૈત્યમાં ન વાપરવા, તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પુજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ ‘આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલ ૨૬ ❤ Page #34 -------------------------------------------------------------------------- ________________ પુષ્પભોગ નથી' વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકોમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે. અને ગૃહચૈત્યના નૈવેદ્ય વગેરે માળીને પહેલાથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા. જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ. ગૃહચૈત્યના નૈવેદ્ય ચોખા વગેરે તો દેવગૃહ(સંઘદેરાસર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને. અને તેથી અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો પણ વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી. દેવગૃહમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. નહિ કે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવ સંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે એવું કરવામાં પૂર્વે કહેલ દોષ લાગે છે. આ સમગ્ર ગ્રન્થાધિકારને જોતાં ‘પૂર્વોક્તદોષ’થી પૂર્વમાં જણાવેલ ‘અનાંદર-અવજ્ઞાદિ દોષ' લેવાના છે. (પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ. પણ આ જ અર્થ કરે છે.) પણ સંમેલનના સમર્થકો જો આ અર્થ જાહેર કરીનેં વાત કરે તો તેમની માન્યતા કોઈ સ્વીકારવા તૈયાર થાય નહિ. કારણ કે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પૂજા કરવામાં જો ભગવાનનો અનાદર-અવજ્ઞા થવી વગેરે વગેરે દોષો લાગતા હોય તો કોઈ શ્રાવક એ દોષ માથે લેવા તૈયાર ન થાય. આથી, વૃથા જન પ્રશંસાદિ દોષ'ને વિવક્ષિત માની, સંઘ જ દેવદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી આપતો હોય તો તમને વૃથાજનપ્રશંસાદિ દોષ લાગશે નહિ. એમ ઠસાવવા માટે સંમેલનવાળાઓએ ભરપૂર પ્રયત્ન કર્યો છે. ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં, દેવદ્રવ્યથી જિનપૂજા કરાવી લોકોને દેવની અનાદર અવજ્ઞા કરવી વગેરે દોષમાં પાડવાનો સંમેલનવાદીઓનો આ એક ‘કૂટપ્રયાસ છે. (૧) સંમેલનવાળા ‘પૂર્વોક્ત દોષ” થી “વૃથાજનપ્રશંસાદિ દોષ' જ વિવક્ષિત માને છે, તે ખોટું છે. (૨) પૂર્વોક્ત દોષતરીકે અનાદરાયજ્ઞાદિ દોષ માનવો જ પડે. (૩) છતી શક્તિએ સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પૂજા કરવી અને તેના પ્રતાપે અનાદર-અવજ્ઞાદિ દોષ પોતાના કપાળે ચોંટાડવો : આવું કૃત્ય કરવાનું કોઈ વિવેકી આત્મા પસંદ કરે નહિ. (૪) વળી, ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને આ વાત પણ ખૂબ જ માર્મિક છે. ગૃહચૈત્યના માલિકની જેમ સામાન્યજન માટે પણ આ જ નિયમ કેમ લાગુ ન પડે કે “સંઘચત્યના દેવદ્રવ્ય વડે જ સંઘચૈત્ય પૂજાયેલું બને, પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને ?” આ ગ્રન્થાધિકારથી તો આવો દોષ લાગે તે સ્પષ્ટ છે. આટલી વિચારણાથી એ વાત નક્કી છે કે દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની ધૂનમાં સંમેલનના સમર્થકો “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીય નિયમ” ઉપર જે રીતે તૂટી પડ્યા છે. તે ભવભીરુ આત્માને શોભે તેવું કૃત્ય નથી. “પૂર્વોક્તદોષ' તરીકે લાગતા “અનાદર-અવજ્ઞાદિદોષ'વાળી વાતને છૂપાવવાને કારણે, સંમેલનવાદીઓએ રજુ કરેલી શાસ્ત્ર પંક્તિઓ પ્રત્યે શ્રદ્ધાળુજનો શંકાની નજરે જોતા શું નહિ થઈ જાય ? અને “સંમેલનવાળાઓ પૂર્વાપર શાસ્ત્રો જોઈને વાત કરી રહયા છે'એવી મુગ્ધલોકોમાં ઉભી કરાતી તેઓની ભ્રમજાળ પણ શું | ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાંગીને ભૂકો નહિ થઇ જાય ? દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની પોતાની જીદને પૂર્ણ કરવા માટે જ તેઓ આવું કરી રહયાં છે એમ લોકો માનતા નહિ થઈ જાય ? પ્રશ્ન : શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા સિવાય બીજો પાઠ તો મળતો નથી. તેથી વ્યાપક૨ીતે બધા જ શ્રાવકોને લાગુ પડે એ રીતે ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવું કોઈ શાસ્ત્ર જણાવતું નથી” સંમેલનવાદીઓની આ વાત બરાબર છે ને ? ઉત્તર ઃ “શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસઋતિકાનો પાઠ, ઘરદેરાસરના માલિક માટે જ સ્વદ્રવ્યથી જિનપૂજાનો નિયમ બતાવનાર છે, વ્યાપક રીતે બધા જ શ્રાવકોને એ નિયમ લાગુ ન પાડી શકાય” આવી સંમેલનવાદીઓની વાત અનુચિત છે. અન્યશાસ્ત્રોમાં સ્વવિભવાનુસારે જિનપૂજા કરવી વગેરે પાઠો મળે જ છે ઃ ત્યાં ‘જ’કાર ન વાપરવાનું કારણ એ છે કે ઘરદેરાસરના માલિકને તો પોતાના ગૃહચૈત્યમાં ચઢાવેલા અક્ષતાદિના દ્રવ્યથી સંઘચૈત્ય પૂજવાનો સંભવ રહે છે માટે તેની વાતમાં શાસ્ત્રકારોને જકાર પૂર્વક નિષેધ કરવો પડે છે. જ્યારે ઘરદેરાસર વિનાના આત્માઓને તેવા પ્રકારના અક્ષતાદિ દ્રવ્યોથી પૂજા કરવાનો સવાલ ઉભો થતો ન હોવાથી શાસ્ત્રકારોએ જકાર વાપર્યા વિના સ્વવિભવાનુસારે જિનપૂજા કરવાનું કહયું છે. માટે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન સર્વસામાન્યરીતે સર્વશ્રાવકોને લાગુ પાડવાનું શાસ્રકારોને ઇષ્ટ છે. “ શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસઋતિકાના પાઠો શ્રાવકોને દેવદ્રવ્યથી પૂજા કરવાની છૂટ આપનારા છે એવું ફાવતું તારણ કાઢનારાઓની ભાવદયા ચિંતવવા સિવાય કોઈ ઉપાય નથી.. 99 · આમ, આટલી વિચારણાથી નક્કી થયું કે ઘરદેરાસરના •માલિકની જેમ સર્વશ્રાવકોએ પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજા ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ કરવાની શાસ્રકારોની વાત માન્ય રાખવી જોઈએ. કૃપણ કરોડપતિનાં સ્વદ્રવ્યને સલામત રાખીને, તેને પણ દેવદ્રવ્યથી જિનપૂજા કરી નાંખવાની છૂટ આપનારા સંમેલનવાદીઓ ઉન્માર્ગે જઈ રહયા છે. તેઓની શાસ્ત્રવિરુદ્ધ વાત ઉપર વિશ્વાસ મૂકીને ચાલી શકાય તેમ નથી. (10) : “સંમેલનવિરોધીઓ ૫દ્રવ્યથી થતી જિનપૂજાનો “એકાંતે નિષેધ કરે છે”એવો સંમેલનવાદીઓનો અમારા ઉપર કરાતો આરોપ તદ્દન જુઠો છે. આવો જુઠો આરોપ મુકીને તેઓ અમને જે જે સવાલો કરે છે, તે બધા સવાલોથી મુગ્ધલોકોમાં ભ્રમણા ફેલાવવાનો સંમેલનવાદીઓનો પ્રયાસ અનુચિત છે. ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ” આ શાસ્ત્રકારોનો એકાંત હિતકર શાસ્ત્રોપદેશ અમે સ્પષ્ટ શબ્દોમાં આપીએ છીએ. પરદ્રવ્યથી પૂજા થતી હોય તેનો એકાંતે નિષેધ અમે કર્યો જ નથી. અમારા પરમગુરુદેવ પરમગીતાર્થ પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ પણ, પરદ્રવ્યથી થતી પૂજાનો એકાંત-નિષેધ કર્યો નથી. ધાર્મિક વહીવટ વિચાર’ જેવા પુસ્તકોમાં અમારા વિશે આ વિષયમાં જે ખોટી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થયો છે તે બિલકુલ યોગ્ય નથી. (અહીં “સ્વદ્રવ્યથી જ જિનપૂજા અને પરદ્રવ્યથી થતી પૂજાના એકાંત-અનિષેધ”ને સમજવા માટે ચાર ગતિના કારણો’” નામના અમારા પરમગુરુદેવશ્રીના પુસ્તકના પૃ. ૨૦૬ થી ૨૦૯, ૨૨૧ વગેરે જોઈ જવા ભલામણ છે.) શક્તિ સંપન્ન શ્રાવકોને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની અશાસ્ત્રીય માન્યતાનો બચાવ કરવા માટે, પરદ્રવ્યથી કરાતી પૂજાને આગળ ધરી દેવાનો સંમેલનવાદીઓનો પ્રયાસ એમની વક્ર-જડતાનો પૂરાવો છે. મૂળ મતભેદથી લોકોનું ધ્યાન બીજે ખસેડવાનો અને ખોટો 30 Page #38 -------------------------------------------------------------------------- ________________ ભ્રમ ઉભો કરવાનો તેઓનો પ્રયત્ન તેમની હતાશા સૂચવે છે. અમે પરદ્રવ્યથી જિનપૂજા કરનારા લોકોને પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની પ્રેરણા આપીએ જ છીએ. સંમેલનવાદીઓ પરદ્રવ્યનું ઉપરાણું લઈને ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા' ના નિયમ ઉપર તૂટી પડે છે. અને “દેવદ્રવ્યથી પણ ઉત્સર્ગમાર્ગે જિનપૂજા કરાય' તેવી અશાસ્ત્રીય વાત શાસ્ત્રપાઠોના નામે કરે છે. (11) : એ જ રીતે “સંમેલનના વિરોધીઓ, સંમેલન સ્વપ્નાદિ આવક સાધારણમાં લઈ જાય છે, એવો જુઠો આરોપ મૂકે છે” એવી સંમેલનવાદીઓની વાત પણ સત્યથી વેગળી છે. જે જે સંઘોમાં સ્વપ્નાદિ આવકને સાતક્ષેત્ર સાધારણમાં લઈ જવાય છે, તેનો વિરોધ અમે અને અમારા પૂર્વજ મહાપુરૂષોએ જોરદાર કર્યો છે. (અત્યારે સંમેલનના સમર્થક બની ગયેલા આ સંમલનવાદીઓ પણ પહેલા અમારી જેમ જ આનો વિરોધ કરતા હતા. હવે એનો વિરોધ છોડીને તેને દેવકા સાધારણમાં લઈ જવાનું ઝનૂની સમર્થન કરવા પાછળ, અમુક વ્યક્તિ અને અમુક પક્ષ તરફનો દ્વેષ કામ કરી રહયો છે.) વિ.સ. ૨૦૪૪ના સંમેલનમાં સ્વપ્નાદિ દેવદ્રવ્યની આવકને ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય' ઠરાવવામાં આવી હતી. આ અશાસ્ત્રીય ઠરાવનો પ્રચંડ વિરોધ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. એ કર્યો હતો. આજે તેઓશ્રીના સમુદાયવર્તી સાધુઓ અને તેઓશ્રીનો અનુયાયી શ્રાવકવર્ગ પણ વિરોધ કરી રહયો છે. સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયનો વિરોધ કરતી વખતે, “સંમેલન દેવદ્રવ્યને સાધારણમાં લઈ જાય છે” એવું કહેવામાં આવે ત્યારે, કહેનારનો આશય “શ્રીજિનભક્તિ સાધારણ'માં લઈ જાય છે - એવો જ હોય અને છે. આ વાત સંમેલનપરસ્તો નથી સમજતાં એવું તો નથી જ. છતાં સંમેલનની ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ અશાસ્ત્રીય વાતોનો વિરોધ કરનારાઓથી અકળાયેલા સંમેલનવાદીઓને આવી માયા સેવ્યા વિના ચાલે તેમ નથી. સાતક્ષેત્ર સાધારણ દ્રવ્ય અને શ્રી જિનભક્તિ સાધારણ દ્રવ્યના ભેદને અમે સારી રીતે જાણીએ છીએ. અમે હજી પણ કહીએ છીએ કે “સંમેલન સ્વપ્નાદિ દેવદ્રવ્યને શ્રી જિનભક્તિ સાધારણમાં લઈ જાય છે અને એ શાસ્ત્ર-પરંપરાવિરૂદ્ધ છે.” સંમેલન સ્વપ્નાદિ દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં હજી સુધી તો લઈ નથી ગયું અને અમે શ્રી સંઘનું સદ્ભાગ્ય ગણીએ છીએ. સંમેલનવાદીઓ, સંમેલનના અશાસ્ત્રીય નિર્ણયોનો વિરોધ કરનારાની વાત સાચી રીતે રજુ કરવા જેટલી પણ સરળતા બતાવતા નથી. વિરોધ કરનારાઓ સમજયા વગર વિરોધ કરી રહયા છે-એવી ખોટી છાપ ઉભી કરવા માટે સંમેલન વિરોધીઓના નામે ગમે તેવી વાતો ચગાવવામાં આવી રહી છે. અહીં થોડો પાછલો ઈતિહાસ યાદ કરવો જોઈએ. વિ.સં. ૧૯૭૬ની સાલમાં “સ્વપ્નાદિ બોલીની આવક સાતક્ષેત્ર સાધારણાદિમાં જાય કે દેવદ્રવ્યમાં જ જાય” એનો વિવાદ ઉભો થયો હતો. તત્કાલીન અમારા પરમગીતાર્થ ગુરુવર્યો સહિત બધા આચાર્યોએ “સ્વપ્નાદિ બોલીની આવક દેવદ્રવ્યમાં જ જાય” એવો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો હતો. ત્યાર પછીના થોડા વર્ષો બાદ “ સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી જિનપૂજાદિ થાય કે નહિ ?” એવો વિવાદ શરૂ થતાં, પૂ. આ.શ્રી વિજય રામચન્દ્ર સૂ.મ.સા.એ પોતાના ગુરૂદેવ આદિ વડીલોની હાજરીમાં, “શાસ્ત્રપાઠોના નામે ચાલેલી સ્વપ્નાદિ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવાની વાતનો જોરદાર વિરોધ કર્યો હતો. આ સમય લગભગ વિ. સં. ૨૦૦૬ની સાલની ૩ર | Page #40 -------------------------------------------------------------------------- ________________ આસપાસનો છે. તે વખતનું તેઓશ્રીનું સાહિત્ય જોતાં આ વાત સ્પષ્ટ જાણવા મળે છે. (જુઓ, “ચાર ગતિના કારણો” નામનું પુસ્તક) વિ.સં. ૨૦૪૪ના સંમેલને જ્યારે ફરીથી, “સ્વપ્નાદિ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવાની વાત ઉપાડી અને તેવો ઠરાવ પણ કરી દીધો, એટલે એનો જોરદાર વિરોધ અમારા પરમગુરુદેવ પૂ. આ. શ્રી. વિજયરામચન્દ્ર સૂ. મ. સા.એ કર્યો. પોતાના ગુરુદેવ આદિ વડીલોની હાજરીમાં કરેલો વિરોધ તેઓશ્રીને ફરીથી દોહરાવવો પડ્યો છે. માટે, “પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્ર સૂ.મ. બધી વાતનો વિરોધ કર્યા જ કરે છે” એવા સંમેલનપરસ્તોના ભ્રામક પ્રચારમાં કોઈ સત્યપ્રેમીએ ફસાવા જેવું નથી. પૂ. આ.શ્રી. વિ. રામચન્દ્ર સૂ. મ.સા.એ કદી શાસ્ત્રીય વાતનો વિરોધ કર્યો નથી. અશાસ્ત્રીય વાતનો વિરોધ કરવાની ફરજ તો દરેક ગીતાર્થની છે અને મહાગીતાર્થ તરીકે તેઓશ્રીએ પોતાની આ ફરજ પૂર્ણનિષ્ઠાથી અદા કરી છે. અને તેઓશ્રીનો અનુયાયી વર્ગ પણ હાલ એ જ ફરજ અદા કરી રહયો છે. સંમેલનવાદીઓએ એનો જે અર્થ કરવો હોય તે કરે. વૈદ્ય સાચી દવા આપે. રોગ જશે- એમ માનીને તે દવા ચાટી જવી કે “કડવી છે?-કહીને ઘૂંકી દેવી તે દર્દી નક્કી કરે. એમાં વૈદ્ય શું કરે ? . " આમ, શાસ્ત્રપાઠો, તર્કો, સંમેલનવાદીઓના આક્ષેપો વગેરેનો વિચાર કરતા સ્પષ્ટ જણાય છે કે વિ. સં. ૨૦૪૪ના સંમેલને જે દેવદ્રવ્ય વિષયક ઠરાવ કર્યો છે. તે શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરાથી વિરુદ્ધ છે. કોઈ પણ આત્માર્થી, ભવભીરુ આત્માએ આ સંમેલનના ઠરાવનો અમલ કરવો જોઈએ નહિ. CT ૩૩ T Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- _