________________
ઉત્તર : સંકાશ શ્રાવકે ‘ચૈત્યના ઉપયોગમાં આવશે' એવી અવધારણા પૂર્વક ચૈત્યદ્રવ્ય બનાવેલા સ્વદ્રવ્યથી મહોત્સવાદિ કર્યા. તેમાં અમે ના પાડી જ નથી. પણ આ દૃષ્ટાંત પકડીને ‘દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે’ એમ ન કહેવાય. દ્રવ્યસઋતિકાના આધારે, અવધારણ બુદ્ધિથી દેવને સમર્પિત થયેલ બધું ધન-ધાન્યાદિ દેવદ્રવ્ય કહેવાય. આના આધારે શ્રાવકની પોતાની, દેવને ચઢાવવાના અવધારણ પૂર્વકની, કેસરાદિ સામગ્રી પણ દેવદ્રવ્ય કહેવાય. મહોત્સવમાં ખર્ચવાની દૃઢ ભાવનાથી નક્કી કરેલી શ્રાવકની રકમ પણ દેવદ્રવ્ય કહેવાય. છતાં એનાથી પૂજા, મહોત્સવાદિ કરવામાં આવે તો તે શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ કર્યું કહેવાય, આ બધી અપેક્ષાઓ શાસ્ત્રીય પરિભાષા મુજબ સમજવા જેવી છે શ્રાવકે પોતાના સ્વદ્રવ્યમાંથી જ અમુક દ્રવ્ય પ્રભુભક્તિમાં વાપરવાનો સંકલ્પ કર્યો, હવે તે સંકલ્પ તોડીને એ દ્રવ્ય પ્રભુભક્તિ સિવાય બીજે કશે ન વપરાય-આ અપેક્ષાએ તે દેવદ્રવ્ય થયું. પરંતુ એ દ્રવ્ય શ્રાવકના પોતાના અધિકારનું હોવાથી તે દ્વારા કરાયેલ પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરાઈ-એમ તો કહેવાય જ. આવી બધી અપેક્ષાઓ સમજવા -સમજાવવાની શક્તિ, દાનત ન હોય તેણે શાસ્ત્રો હાથમાં લેવાનું સાહસ કરવું નહિ. તર્કો અને કુતર્કો વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. દેવદ્રવ્યની શ્રીસંધની કોથળીમાં રહેલું દેવદ્રવ્ય અને ઉપર જણાવ્યા મુજબની અવધારણ બુદ્ધિથી બનેલું પોતાનું દેવદ્રવ્ય : આ બંન્ને વચ્ચેનું અંતર બરાબર સમજો. અહીં પણ જડતર્કો કરીને શાસ્ત્રીય વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન, કદાગ્રહી મનોદશા વિના શકય નથી. આવા તત્વોની ઉપેક્ષા કરવી જ હિતકાંક્ષીઓ માટે ઉત્તમમાર્ગ છે. તેઓની જાળમાં ફસાવું તે ઘાતક માર્ગ છે.
૧૩