________________
વરસોથી શ્રાવકો પ્રભુભક્તિ કરતા આવ્યા છે. દેવદ્રવ્યની કોથળીમાંથી મહોત્સવાદિ કરાવવાની વાતો કરનારા ‘ગીતાર્થો’થી મોક્ષાર્થી આત્માઓએ ખૂબ જ સાવચેત રહેવા જેવું છે.
‘દર્શનશુદ્ધિ’ની ૫૪મી ગાથાની ટીકામાં લખ્યું છે કે "जिनस्य स्थापनार्हतो द्रव्यं पूजार्थनिर्माल्याक्षयनिधिस्वरुपं । "જિન એટલે સ્થાપના અરિહંત, તેનું દ્રવ્ય તે જિનદ્રવ્ય કહેવાય. આ જિનદ્રવ્ય પૂજા માટે આવેલું, નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને અક્ષયનિધિ સ્વરૂપે આવેલું : એમ ત્રણ પ્રકારનું જાણવું.'' આટલા જિનદ્રવ્ય-દેવદ્રવ્યના વિભાગોનું સ્પટીકરણ કર્યા પછી આગળ જતાં ટીકાકારે ૫૮મી ગાથાની ટીકામાં ઉપર જણાવેલ ‘દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવ કરવાની' વાત લખી છે. આથી સૌ ગીતાર્થો સમજી શકે છે કે ‘પૂજા માટે આવેલા દ્રવ્યથી પૂજા આદિ શ્રાવકો કરે તો સ્વ-પરના જ્ઞાનદિ ગુણો દીપી ઉઠે છે' આવું ટીકાકાર ફરમાવી રહયાં છે. આટલી સ્પષ્ટ વાતો હોવા છતાં સંમેલનવાદીઓ આ શાસ્ત્રપાઠને આગળ કરીને સ્વપ્નાદિ બોલીના દ્રવ્યસ્વરૂપ દેવદ્રવ્યથી જિનપૂજા અને મહોત્સવ કરવાની વાત કરી રહયા છે તે તદ્દન શાસ્ત્રવિરુદ્ધ છે. પોતે જે પાઠ રજુ કરે છે તે શાસ્ત્રપાઠ જ પોતાની માન્યતાથી વિરુદ્ધ જાય છે એટલી સમજ શક્તિ પણ સંમેલનવાદીઓમાં રહી હોય તેમ જણાતું નથી. ખરેખર તો જિનદ્રવ્ય-દેવદ્રવ્યના ત્રણ વિભાગ ટીકાકારે બતાવ્યા છે તેને છુપાવીને, પોતાને માફક આવતો પાઠ આગળ કરી દેનાર સંમેલનવાદીઓમાં ભવભીરૂતા કેટલી છે ? તેનો સુજ્ઞવાંચકો સ્વયં વિચાર કરે. શાસ્ત્રપાઠ સાથે, સંમેલનવાદીઓએ કરેલો આ ખુલ્લો દ્રોહ સંમેલનવાદીઓની ‘શાસ્ત્રનિષ્ઠા'ની સાચી ઓળખ આપી જાય છે.
૭