________________
બોલી ચડાવાની રકમને કલ્પિત દ્રવ્યમાં ગણી, તેનાથી જિનમંદિરનો નિર્વાહ કરવાની સંમેલનની વાત શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી વિરુદ્ધ છે.
(5) : “સંબોધપ્રકરણમાં જણાવેલ ત્રણ ખાતા મુજબ દેવદ્રવ્ય જુદું કરીને આજે વહીવટ થતો નથી, તેથી નિર્માલ્યદ્રવ્યનો પૂજાદિમાં ઉપયોગ થઈ જવાનો દોષ લાગે છે વગેરે સંમેલનવાદીઓની વાત પણ ખોટી છે. સુવિહિત ગીતાર્થોના માર્ગદર્શન મુજબ શ્રદ્ધાસંપન્ન વહીવટદારો દ્વારા ચાલતા શ્રીસંઘોમાં આજે પણ શ્રી સંબોધપ્રકરણકારના આશય મુજબનો વહીવટ થઈ રહયો છે. શ્રી જિનભક્તિસ્વરૂપે આવેલું ભંડાર, ઉછામણી વગેરેનું દ્રવ્ય જીર્ણોદ્ધારમાં વપરાય છે. શ્રી જિનભક્તિ માટે આવેલું દ્રવ્ય દેવકા સાધારણ તરીકે શ્રી જિનપૂજા વગેરેમાં વપરાય છે. નિર્માલ્યદ્રવ્ય પ્રભુપૂજામાં વપરાઈ જતું હોવાની બૂમ સંમેલનવાદીઓ મચાવે છે પણ તે ય ખોટી છે. કારણ કે નિર્માલ્યની આવક પ્રમાણમાં ઘણી ઓછી હોય છે અને એના પ્રમાણમાં ચૈત્યનિર્વાહ, આભૂષણ વગરના - શાસ્ત્રીય દૃષ્ટિએ નિર્માલ્ય દ્રવ્યમાંથી થઈ શકતા કાર્યોના- ખર્ચા ઘણા વધુ હોય છે. તેથી એ દ્રવ્ય વધીને જિનપૂજામાં વપરાઈ જવાનો સંભવ જ રહેતો નથી. જ ખરી વાત તો એ છે કે આ પંન્યાસજી અને બીજા સંમેલનવાદીઓને શ્રી સંબોધપ્રકરણનું નામ લેવાનો ય અધિકાર નથી. કરોડપતિ કૃપણને દેવદ્રવ્યમાંથી પૂજા કરી નાંખવાની સગવડ આપી દેવા નીકળેલા આ “ગીતાર્થોને શાસ્ત્રો માટે કેટલું “બહુમાન' હોય એ સમજવું અઘરું નથી. શ્રી સંબોધપ્રકરણકારે તો સ્વપ્નમાં ય આવા “ગીતાર્થોની કલ્પના નહિ કરી હોય. એક બાજુ સંબોધપ્રકરણકારના સમયમાં