________________
કરવાની શાસ્રકારોની વાત માન્ય રાખવી જોઈએ. કૃપણ કરોડપતિનાં સ્વદ્રવ્યને સલામત રાખીને, તેને પણ દેવદ્રવ્યથી જિનપૂજા કરી નાંખવાની છૂટ આપનારા સંમેલનવાદીઓ ઉન્માર્ગે જઈ રહયા છે. તેઓની શાસ્ત્રવિરુદ્ધ વાત ઉપર વિશ્વાસ મૂકીને ચાલી શકાય તેમ નથી.
(10) : “સંમેલનવિરોધીઓ ૫દ્રવ્યથી થતી જિનપૂજાનો “એકાંતે નિષેધ કરે છે”એવો સંમેલનવાદીઓનો અમારા ઉપર કરાતો આરોપ તદ્દન જુઠો છે. આવો જુઠો આરોપ મુકીને તેઓ અમને જે જે સવાલો કરે છે, તે બધા સવાલોથી મુગ્ધલોકોમાં ભ્રમણા ફેલાવવાનો સંમેલનવાદીઓનો પ્રયાસ અનુચિત છે. ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ” આ શાસ્ત્રકારોનો એકાંત હિતકર શાસ્ત્રોપદેશ અમે સ્પષ્ટ શબ્દોમાં આપીએ છીએ. પરદ્રવ્યથી પૂજા થતી હોય તેનો એકાંતે નિષેધ અમે કર્યો જ નથી. અમારા પરમગુરુદેવ પરમગીતાર્થ પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ પણ, પરદ્રવ્યથી થતી પૂજાનો એકાંત-નિષેધ કર્યો નથી. ધાર્મિક વહીવટ વિચાર’ જેવા પુસ્તકોમાં અમારા વિશે આ વિષયમાં જે ખોટી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થયો છે તે બિલકુલ યોગ્ય નથી. (અહીં “સ્વદ્રવ્યથી જ જિનપૂજા અને પરદ્રવ્યથી થતી પૂજાના એકાંત-અનિષેધ”ને સમજવા માટે ચાર ગતિના કારણો’” નામના અમારા પરમગુરુદેવશ્રીના પુસ્તકના પૃ. ૨૦૬ થી ૨૦૯, ૨૨૧ વગેરે જોઈ જવા ભલામણ છે.) શક્તિ સંપન્ન શ્રાવકોને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવાની અશાસ્ત્રીય માન્યતાનો બચાવ કરવા માટે, પરદ્રવ્યથી કરાતી પૂજાને આગળ ધરી દેવાનો સંમેલનવાદીઓનો પ્રયાસ એમની વક્ર-જડતાનો પૂરાવો છે. મૂળ મતભેદથી લોકોનું ધ્યાન બીજે ખસેડવાનો અને ખોટો
30