________________
પુષ્પભોગ નથી' વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકોમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે. અને ગૃહચૈત્યના નૈવેદ્ય વગેરે માળીને પહેલાથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા. જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ. ગૃહચૈત્યના નૈવેદ્ય ચોખા વગેરે તો દેવગૃહ(સંઘદેરાસર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને. અને તેથી અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો પણ વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી. દેવગૃહમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. નહિ કે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવ સંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે એવું કરવામાં પૂર્વે કહેલ દોષ લાગે છે.
આ સમગ્ર ગ્રન્થાધિકારને જોતાં ‘પૂર્વોક્તદોષ’થી પૂર્વમાં જણાવેલ ‘અનાંદર-અવજ્ઞાદિ દોષ' લેવાના છે. (પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ. પણ આ જ અર્થ કરે છે.) પણ સંમેલનના સમર્થકો જો આ અર્થ જાહેર કરીનેં વાત કરે તો તેમની માન્યતા કોઈ સ્વીકારવા તૈયાર થાય નહિ. કારણ કે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પૂજા કરવામાં જો ભગવાનનો અનાદર-અવજ્ઞા થવી વગેરે વગેરે દોષો લાગતા હોય તો કોઈ શ્રાવક એ દોષ માથે લેવા તૈયાર ન થાય. આથી, વૃથા જન પ્રશંસાદિ દોષ'ને વિવક્ષિત માની, સંઘ જ દેવદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી આપતો હોય તો તમને વૃથાજનપ્રશંસાદિ દોષ લાગશે નહિ. એમ ઠસાવવા માટે સંમેલનવાળાઓએ ભરપૂર પ્રયત્ન કર્યો છે.
૨૭