________________
નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય.
આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાંખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગે ચડાવી શકાય આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયો કે તે પ્રભુના અંગે કેસર આદિ સ્વરૂપે ચડાવી ન શકાય પણ આભૂષણાદિરૂપે ચડાવી શકાય. - ૩ કલ્પિત દેવદ્રવ્ય : ધનવાનું શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.”
સંબોધપ્રકરણની ગાથા અને તેને સમેલનના સમર્થકોએ જ કરેલો અર્થ અહીં રજુ કર્યો છે. તેમણે કરેલા અર્થમાં અમારે વિશેષ કશું હાલમાં કહેવું નથી. પૂજા, નિર્માલ્ય અને કલ્પિતમાંથી સંમેલને કલ્પિત દ્રવ્યને ઉચક્યું છે : તેથી આપણે તેનો વિચાર કરીએ. આપણે ઉપર જોઈ ગયા તેમ કલ્પિત દ્રવ્યની ગાથા અને તેના અર્થમાં કયાંય બોલી (ચડાવા) ની વાત નથી. તો પણ સંમેલન બોલીની રકમને કલ્પિતમાં લઈ જવાનું ઠરાવે છે. સંબોધપ્રકરણની ગાથાનો જયારે તેમને ટેકો ને મળ્યો. ત્યારે “જિનમંદિરનો નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાદિ પદ્ધતિ શરૂ કરાઈ અને આજે સીધો શાસ્ત્રપાઠ ન મળે. એટલે આ બાબતમાં તો ઘણાં બધાં ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તે માન્ય રાખવો જોઈએ” વગેરે દલીલો કરીને
[ ૧૮ ]