Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ ભલામણ છે.) (8) મારા ગુરુદેવ સ્વ. પૂ. ઓ. શ્રી અર્વાચિરાગ સૂ.મ. સા. ના “કલ્યાણ'ના પ્રશ્નોત્તરને આગળ કરીને, તેઓશ્રીએ પણ સ્વાદિ બોલીને કલ્પિત દ્રવ્યમાં ગણાવી છે. એવી વાતો “ધાર્મિક વહીવટ વિચાર' નામના પુસ્તકની પહેલી આવૃત્તિમાં સંમેલનના સમર્થકોએ લખી જ હતી. આ અંગે મેં “જૈનશાસન” અઠવાડીક માં (વિ. સં. ૨૦૫૦ ના અંકોમાં) સ્પષ્ટતા કરવા પૂર્વક જવાબ આપ્યો જ હતો છતાં તે પુસ્તકની બીજી ત્રીજી આવૃત્તિમાં પણ એની એ જ વાત પકડી રાખી છે. અહીં ફરી પાછું ટૂંકમાં જણાવું છું કે “તેઓશ્રી પોતાની છેલ્લી માંદગી દરમ્યાન પ્રગટ –અપ્રગટ પ્રશ્નોત્તરોની શુદ્ધિ કરાવી ગયા છે તેથી હવે બોલીના દ્રવ્યને કલ્પિતદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી.” સ્પષ્ટતા કરવા છતાં એની એ વાત પકડી રાખીને પ્રચારતા રહેવાની સંમેલનના સમર્થકોની નીતિ જોઈને એ પક્ષ તરફ શું લોકો શંકાની નજરે નહિ જૂએ ? આટલો વિચાર કરવા જેટલી સ્વસ્થતા હાલમાં તે પક્ષની રહી નથી. નિખાલસતાપૂર્વક એક વિધાનની અનેકવાર અનેક સ્થળે સ્પષ્ટતા થઈ જવા છતાં એ અંગે મતલબી બહેરાં બનીને ખોટી વાતને વળગી રહેવાની સંમેલનવાદીઓની નીતિ, એમની નિરાશા અને નિરાધારતાનો પૂરાવો છે. બીજાના રદ થયેલા વિધાનને પકડી રાખનારા આ સંમેલનવાદીઓનાં માત્ર બે-પાંચ વરસ પહેલાંના લખાયેલા પુસ્તકો આજે એમને પસ્તીમાં નાંખવા પડે એમ છે. એમાંના એક પણ વિધાનનો આજે તેમની પાસે જવાબ નથી.. '. " (9) : “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. દેવદ્રવ્યથી નહિ.” આવો આગ્રહ, સંમેલન વિરોધીઓ “શ્રાદ્ધવિધિ' ગ્રન્થના ર૫ |

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42