Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ બલિ -અક્ષતાદિના દ્રવ્યથી પૂજા કરાવવા જેવો અવસર અશકત સ્થળોમાં પણ ન આવે, તેનો ખ્યાલ ૧૯૯૦ના સંમેલને રાખ્યો હતો. જયારે આવી કોઈ પણ દીર્ધદષ્ટિ વાપર્યા વિના ૨૦૪૪ના સંમેલને બોલી વગેરેના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય સ્વરૂપ દેવકા સાધારણમાં લઈ જવાનો મનસ્વી નિર્ણય લઈ તો લીધો, ઉપરથી અન્ય ગીતાર્થોના વિરોધને પણ ગણકારવાનું પણ માંડી વાળ્યું અરે ! સંમેલનની પ્રવરસમિતિના આચાર્યના વિરોધને પણ ઘોળીને પી ગયા ! (આથી પણ વધારે ચોંકાવનારી ઘટનાઓ ૨૦૪૪ના સંમેલનમાં બની હતી જેને આપણે હમણાં અડતા નથી.) આ બધા ઉપરથી સિદ્ધ થાય છે કે ૧૯૯૦ના સંમેલન જેવો જ નિર્ણય ૨૦૪૪ના સંમેલને લીધો છે. તે વાત નિરાધાર છે. (7) : “વિજય પ્રસ્થાન' પુસ્તકની પ્રસ્તાવના અને લખાણને આગળ કરીને- પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ. મ.સા. પણ “દેવદ્રવ્યથી જિનભક્તિ કરવા માટે જિનભક્તિના ઉપકરણો લાવી શકાય એવું માનતા હતા, એમ સંમેલનવાદીઓ કહે છે. આ વાત વાંચીને તો સંમેલનવાદીઓની માનસિક સમતુલા વિશે શંકા ઉપજે છે !“બોલી આદિના દેવદ્રવ્યથી જિનપૂજાદિની સામગ્રી આદિ ન લવાય” આવી તેઓશ્રીની માન્યતા જગજાહેર છે. છતાં “મુનિ રામ વિજય” ના પર્યાયમાં તેઓશ્રીની માન્યતા અલગ હતી, તેવો લોકોમાં ભ્રમ ઉભો કરવાની બાલચેષ્ટા સંમેલનના સમર્થકોએ કરી છે. હકીક્તમાં તે પુસ્તકમાં આપેલ દર્શન શુદ્ધિ ટીકા, દ્રવ્યસપ્તતિકા, વસુદેવહિંડી ના પાઠોનો વિચાર આપણે (1) અને (2) નંબરમાં કરી ગયા છીએ. એ પાઠોમાં જિનમંદિરની સારસંભાળ અને જીર્ણોદ્ધાર : એવા બંન્ને કાર્યો દેવદ્રવ્યમાંથી થઈ શકે તેવું ફરમાવ્યું છે. એથી સ્પષ્ટ સમજી શકાય છે કે જિનમંદિરની સારસંભાળ માટે આવેલા દેવકા ૨૩ |

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42