Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ સાધારણ સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જિનમંદિરની સંભાળ લેવાનું અને જીર્ણોદ્ધારાદિ જ થઈ શકે તેવા દેવદ્રવ્યથી જીર્ણોદ્ધારાદિ કરી શકાય - આ વાત જ તેઓશ્રીને ઈષ્ટ હતી.. કોઈ પણ વ્યક્તિના એકાદ સંદિગ્ધ વિધાનને સ્પષ્ટ સમજવા માટે એ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને લક્ષ્યમાં લેવું પડે. પ્રસ્તુતમાં “વિજય પ્રસ્થાન'નાં વાકયોને વિકૃત કરનારા સંમેનલવાદીઓ, લેખક મહાપુરૂષના વ્યક્તિત્વને સારી રીતે જાણે છે, અને તેથી જ તો શ્રી સંઘના એ સહુથી વડિલ મહાપુરૂષને આમંત્રણ આપવાની હિંમત કર્યા વિના તેઓએ સંમેલન આટોપી લીધેલું. અત્યારે સંમેલનવાદીઓ જે વિરોધના વાતાવરણથી અકળાઈ રહયા છે તે સંમેલનવિરોધનો પડકાર સહુથી પહેલો તે મહાપુરૂષે કરેલો, અને અત્યારે પણ તેઓશ્રીના અનુયાયી શ્રમણો અને શ્રાવકો જ સંમેલનવાદીઓના દંભને ખુલ્લો પાડી રહયા છે. આ હકીક્ત સમજનારા વિવેકીઓ વિજ્ય પ્રસ્થાન'ના નામે થતા વિકૃત પ્રચારથી દોરવાય એવો કોઈ સંભવ જ નથી. “સંઘ પચીસમો તીર્થકર છે એ જે નિર્ણય લે તે જ બરાબર, શાસ્ત્ર શાસ્ત્ર શું કરો છો ?” આવી વાતો કરીને દેવદ્રવ્યનો ગમે તેવો દુરૂપયોગ કરવા માંગતા સુધારકવર્ગને “પચીસમા તીર્થંકર થવાના કોડ થયા છે, પણ સંઘ કોને કહેવાય - તે સમજો છો ? ભગવાનની આજ્ઞા માને તે સંઘ, બાકી ટોળામાં ગમે તેટલાં હોય તો તે હાડકાના માળા છે” આવો જવાબ આપવાનું ખમીર, આજથી આશરે પાંસઠ વર્ષ પહેલાં બતાવનારા એ મહાપુરૂષના નામે દેવદ્રવ્યની, ગરબડ મચાવવાનો આજના સંમેલનવાદીઓનો પ્રયાસ નિંદનીય છે. (‘વિજય પ્રસ્થાન' પુસ્તકની વિગતવાર સમજ માટે “જૈનશાસન' સાપ્તાહિકના વર્ષ ૮ અંક ૧ માં પ્રગટ થયેલ મારો લેખ વાંચી જવા T ૨૪ ]

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42