Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ કરવા ઉછામણી નહિ હોવાની વાત કરવી અને બીજી બાજુ ઉછામણીને ‘કલ્પિત’માં લઈ જવાના બચાવમાં સંબોધપ્રકરણના પાઠ ૨જૂ આવી કુટિલતા ધરાવનારા માટે શાસ્ત્રો શસ્ર બને છે. (6) : ‘વિ.સં. ૧૯૯૦ના સંમેલન કરતા વધુ પરિમાંર્જિત વ્યવસ્થા વિ.સં. ૨૦૪૪ ના સંમેલને કરી આપી' વગેરે સંમેલનવાદીઓની વાતો પણ અસત્ય જ છે. ‘જિનમંદિરના નિર્વાહની કલ્પનાથી મળેલ રકમ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય' માંથી જિનમંદિરનો નિર્વાહ કરવાની છૂટ તો સંબોધપ્રકરણકારે સદીઓ પહેલા આપેલી જ છે અને શ્રી સંઘ તેનો અમલ બહુમાનપૂર્વક કરતો જ આવ્યો છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલન પાસે હવે આ વિષયમાં નવી સંમતિ લેવાની કયાં બાકી રહી છે ? પછી મોટા ભા બનીને ‘સંમતિ’ આપવાની તેણે જરૂર શી હતી ? ૨૦૪૪ના સંમેલનને ‘વિશેષભેદ' કરી આપ્યાની બડાઈઓ હાંકવી શોભતી નથી. ખરેખર તો ૧૯૯૦ નાં સંમેલને “યત્ર ૬ પ્રામાન आदानादिद्रव्यागमोपायो नास्ति तत्राक्षतंबल्यादिद्रव्येणैव प्रतिमाः પૂછ્યમાના સન્તિ ।"(જે ગામ આદિમાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિનાં સાધનો નથી. ત્યાં અક્ષત-બલિ આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પ્રતિમાઓ પૂજાઈ રહી છે.) આવી શ્રાદ્ધવિધિકારના સમયની સ્થિતિને નજર સામે રાખીને અશકત સ્થળોમાં દેવદ્રવ્યથી પણ જિનપૂજા કરાવવી, પણ પૂજા બંધ ન રાખવી એવું ઠરાવ્યું હતું. (પૂજા એટલે વાસક્ષેપ પૂજા એમ નહિ. ‘વાસક્ષેપ પૂજાથી ચલાવી લેવું' એવા વિધાનના તો વિ.સં. ૧૯૯૦ ના સંમેલનના ગીતાર્થો ટ્ટર વિરોધી હતા -તે યાદ રહે) અને સ્વપ્નાદિ બોલીના દ્રવ્યને તેઓએ દેવદ્રવ્યમાં લઈ જવાની વાત કરી હતી. અક્ષત-બલિ આદિના દ્રવ્ય કરતા પણ બીજું દેવદ્રવ્ય એટલી માત્રામાં હાજર હતું કે નિર્માલ્ય સ્વરૂપ - – ૨૨

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42