Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ કોઈ આધાર છે? હોય તો રજુ કરતાં અચકાય છે કેમ? એવા નક્કર આધાર વિના જ નક્કર નિર્ણય લઈને જાહેર પણ કરી દેવો અને જ્યારે તેની સામે પ્રચંડ વિરોધ ફાટી નીકળે ત્યારે ઘણા બધા ગીતાર્થોની એકમતીને આગળ કરીને આઘાપાછા થઈ જવું એ કોઈ પ્રમાણિકતાનાં લક્ષણો છે ? સંમેલનના સમર્થકોની મતિકલ્પનાથી બોલીનું દ્રવ્ય કલ્પિતદ્રવ્ય બની શકે નહિ. આના માટે સુવિહિતપરંપરા જોવી પડે. સ્વપ્નાદિ બોલી માટેની સુવિદિતપરંપરા, એ બોલીની રકમથી જિનાલયોનો નિર્વાહ કરવાની નથી, પરંતુ એ રકમ જીર્ણોદ્ધારાદિમાં વાપરવાની છે. (૩) સીધો શાસ્ત્રપાઠ જ્યારે બોલી-ચડાવાની રકમની વ્યવસ્થા માટે મળતો ન હોય તે વખતે સુવિદિતપરંપરા મુજબ તે રકમ દેવદ્રવ્યમાં લઈ જઈને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ કરવો જોઈએ, જિનાલયના નિર્વાહમાં નહિ. છતાં અહીં સંમેલનના સમર્થકો “ઘણા બધા ગીતાર્થોની એકમતીને માન્ય રાખવાની વાત કરે છે. આ અવસરે બીજા બધા અનેક ગીતાર્થોની અસંમતિને માન્ય રાખવાની વાત તેઓ ચાલાકીપૂર્વક ટાળે છે. આ કોઈ ગીતાર્થો ઉપરની ભક્તિના લક્ષણ છે ? પોતાની માન્યતાને ઠોકી બેસાડવા માટે ગીતાર્થોના નામનો ઉપયોગ કરવાની ચાલબાજી કેમ અપનાવાય છે ? “જિનશાસનમાં બહુમતીવાદ ન ચાલે, શાસ્ત્રમતિ જોવી જ પડે. આવી જોરશોરથી ગર્જના કરનારા આ જ મહારથીઓ, પોતાને શાસ્ત્રમતિનો સહારો ન મળતાં, બહુમતિમાં કેમ જઈ બેઠા છે? આથી લોકો તેમની શાસનદાઝ અને શાસ્ત્રનિષ્ઠા વિશે શંકા સેવતા નહિ બની જાય ? આમ, આટલી ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળ્યો કે સ્વપ્નાદિ [ ૨૦ ]

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42