Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ સ્વપ્નાદિ દ્રવ્યને કલ્પિતમાં લઈ જઈ જિનમંદિરના સર્વકાર્યમાં વાપરવાની વાત સંમેલનવાદીઓ કરી રહયા છે. (૧) કલ્પિતદ્રવ્યની વ્યાખ્યા અને ઉપયોગ બતાવતા સંબોધપ્રકરણ ગ્રન્થનો ટેકો સંમેલનની માન્યતાને મળતો ન હોવાથી ખરેખર જ તેઓની પોલ ઉઘાડી પડી જાય છે. સંબોધપ્રકરણકારને બોલી ચડાવાની રકમ કલ્પિત દ્રવ્યમાં ગણવી ઈષ્ટ હતી જ નહિ તે સૌ ગીતાર્થો જાણે છે. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી મહારાજે પોતાની ધાર્મિક વહીવટ વિચાર' ની નવી આવૃત્તિમાં પ્રગટ કરેલા જૂના પત્રોમાંના એક પત્ર મુજબ “પૂ. પં. શ્રી ભદ્રંકર વિ.ગ.મ. તેમના દાદાગુરુ મહારાજ પૂ.આ.શ્રી વિજ્ય પ્રેમ સૂ. મ. સા.ને પૂછાવી રહયા હતા કે ‘બોલી ઉછામણીનું દ્રવ્ય કલ્પિત કે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રન્થોમાં આવે છે કે કેમ ?” આથી સ્પષ્ટ છે કે એ બન્ને સ્વર્ગસ્થ પૂછ્યો, કલ્પિત દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા થઈ શકે એવો અભિપ્રાય ધરાવતા છતાં, એ કલ્પિત દ્રવ્યમાં બોલી કે ઉછામણીના દ્રવ્યનો સમાવેશ કરવાના નિર્ણય ઉપર આવ્યા ન હતા. કારણ કે એ માટેનો કોઈ શાસ્ત્રપાઠ મળી શકયો ન હતો. આજે (એ પત્ર લખાયાના આશરે પચાસ વર્ષો પછી) પણ સંમેલનવાદીઓ પાસે ઉછામણીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવા માટેનો એક શાસ્ત્રપાઠ નથી. છતાં અનેક ખોટા તર્કો, ખોટી દલીલો અને ખોટી ધારણાઓનો આશરો લઈને સંમેલનવાદી ‘ગીતાર્થો'એ ઉછામણીને ‘કલ્પિત’ બનાવી દીધી! પેલા ગીતાર્થો શાસ્ત્ર શોધતા રહયા અને આ ‘ગીતાર્થો' શાસ્ત્ર વગર ધસી ગયા ! શું મેળવ્યું-તે બોલવા જેવું નથી. (૨) ‘બોલી- ચઢાવાની શરૂઆત જિનમંદિરના નિર્વાહની કલ્પનાથી શરૂ કરાઇ' એવી સંમેલનના સમર્થકોની કલ્પનાને ૧૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42