Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું. વૃત્તિઃ ગોઢાતિ મવથારબુદ્ધયા મત્યતિવિશિષ્ટ नियमबुद्ध्या देवादिभ्यो यद्धनधान्यादिकं वस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्त्वेन देवाद्यर्थं एवेदं अहंदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्दव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः । અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે “યોગ્યપણે, શ્રી અરિહંત આદિની પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના માટે નહીં આવી પ્રકૃષ્ણ બુદ્ધિના, ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ. - દ્રવ્યસપ્તતિકાના આ પાઠનો વિચાર કરતાં તમે સ્પષ્ટ સમજી શકશો કે ભગવાનની ભક્તિમાં વાપરવા માટે તમે જેટલું ધન દઢ સંકલ્પથી નિશ્ચિત કરો છો તેટલું તમારું ધન દેવદ્રવ્ય કહેવાય. જેમ કે તમે એક જિનભક્તિ મહોત્સવ કરવાનું નક્કી કર્યું અને તેમાં ૨૫,૦૦૦ રૂપિયા વાપરવા જ એવો દઢ સંકલ્પ કર્યો તો દ્રવ્યસપ્રતિકાના ઉપરના પાઠ અનુસારે, તમારા સ્વદ્રવ્યમાંનું તેટલું દ્રવ્ય “જિનભક્તિ મહોત્સવ' દ્રવ્ય થઈ ગયું. તે દ્રવ્ય હવે તમારે જિનભક્તિ મહોત્સવ સિવાય (નીચેના) બીજા કાર્યમાં ન વપરાય. એ જ રીતે તમે ૧૦,૦૦૦ રૂપિયાથી ભગવાનની અંગરચના કરાવવાનો દઢસંકલ્પ કરી નિશ્ચય કર્યો તો તે દ્રવ્ય “આંગી દેવદ્રવ્ય” ઉપરના પાઠ મુજબ ગણાય. છતાં આવો મહોત્સવ કે આંગી અમુક શ્રાવકે જ કરાવી કહેવાય, દેવદ્રવ્યથી કરાવી એમ ન કહેવાય. અને વ્યવહાર પણ એવો ૧૫ |

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42