Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ જ ચાલે છે કે તે મહોત્સવની આમંત્રણ પત્રિકામાં લાભ લેનાર નિમંત્રક તરીકે ‘દેવદ્રવ્ય' નથી હોતું પણ તે ‘શ્રાવક’ હોય છે. અને આંગીની વિગત પાટિયા વગેરે ઉપર લખી હોય ત્યારે ‘દેવદ્રવ્ય' થી આંગી રચવામાં આવી છે-એમ નથી લખાતું, પણ ફલાણા શ્રાવક તરફથી આંગી રચવામાં આવી છે એમ લખાય છે. આનો સાર એ નીકળ્યો કે ઉપરના પાઠ અનુસાર સંકલ્પિત બનતું દ્રવ્ય શ્રાવકના સ્વદ્રવ્યરૂપ હોવાથી અને દેવની ભક્તિ કરવા માટે સંકલ્પિત હોવાથી તે શ્રી જિનભક્તિ માટેનું સ્વદ્રવ્ય કહેવાય. આ પાઠનો આધાર લઈને, દેવની ભક્તિ સ્વરૂપે આવેલા સ્વપ્નાદિ બોલીના દ્રવ્યથી-દેવદ્રવ્યથી-પણ પૂજાદિ કરી શકાય તેવું સંમેલનના સમર્થકોનું જે કહેવું છે તે અશાસ્ત્રીય છે. . વાસ્તવમાં આ પાઠ તો ‘જિનભક્તિ માટેનું દ્રવ્ય જિનપૂજામાં વાપરી શકાય' તેવો નિયમ જણાવનારો છે. જો તમે આ પાઠના દેવાદિકને માટે નિશ્ચિત થયેલું દેવાદિદ્રવ્ય જાણવું’ એ વાકયથી તેને જિનભક્તિ માટેનું સ્વદ્રવ્ય ન ગણતાં, ‘દેવદ્રવ્ય’ જ માનશો તો કોઈ પણ શ્રાવક સ્વદ્રવ્યથી જિનપૂજા કરી જ શકશે નહિ. કારણ કે પોતાના પૈસે ખરીદેલ હોવા છતાં પુષ્પાદિ દ્રવ્ય ચઢાવતાં પહેલાં કે પૂજા કરતા પહેલાં ‘ભગવાનને ચઢાવવાનો દૃઢ સંકલ્પ' તો શ્રાવક કરે જ છે. તો તેને તમારા મતે તો દેવદ્રવ્ય જ માનવું પડશે, સ્વદ્રવ્ય નહિ મનાય. તો ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા યથાશક્તિ કરવી જોઈએ' એવી શાસ્રપંક્તિ તમારાથી માન્ય થઇ શકશે નહિ. સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની શાસ્ત્રીયવાત આ રીતે ઉડાવી દેવાનું સાહસ શ્રદ્ધાળુ બુદ્ધિમાન આત્મા તો કદી ન કરે. હા, તર્કજડ બુદ્ધિમાન જરૂર કરી શકે. માટે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની ૧૬

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42