Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ માટે તમારી પાસે કોઈ કોઈ આધાર છે ? ઉત્તર : દેવદ્રવ્ય સામાન્યથી થતાં કાર્યોની જ્યારે શાસ્ત્રકારો વાત કરતા હોય ત્યારે દેવદ્રવ્યના દરેક પ્રકારને નજર સામે રાખવા પડે. જે પ્રકાર જે કાર્ય માટે શાસ્ત્રકારોએ નિયત કરેલો હોય તે કાર્યમાં વપરાય તેથી બીજા કાર્ય (ન વાપરી શકાય તેવા)માં ન વપરાય. દેવની ભક્તિ માટે આવેલા દ્રવ્યથી (ધારણા મુજબ) દેવના દેહ અને ગેહ સંબધી સર્વકાર્ય થઈ શકે. દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલા દ્રવ્યથી જીર્ણોદ્ધારાદિ કાર્ય થઈ શકે. આ બંન્ને પ્રકારથી આવેલ દ્રવ્યને સામાન્યથી દેવદ્રવ્ય કહેવાય. પણ તેના ઉપયોગની ભિન્નતાં તો જાળવવી જ પડે. આવા પ્રકારો અને સંબોધપ્રકરણના આધારે પાડયા છે. સંબોધપ્રકરણકારે પ્રભુભક્તિ માટે આવેલા દ્રવ્યને પૂજાદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ઓળખાવ્યું છે અને તેનો ઉપયોગ ક્રમશઃ જિનદેહમાં અને જિનદેહ અને ગેહ બંન્નેમાં કરી શકાય તેમ જણાવ્યું છે. નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય છે અને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં થાય તેમ જણાવ્યું છે. આ ત્રણે પ્રકારનું દ્રવ્ય, સામાન્યથી દેવદ્રવ્ય કહેવાતું હોવા છતાં તેના ઉપયોગ સંબંધમાં સંબોધપ્રકરણકારે ભારે સ્પષ્ટતા કરી છે. આથી સિદ્ધ થાય છે કે શાસ્ત્રોમાં જ્યારે સામાન્યથી દેવદ્રવ્યના ઉપયોગો જણાવ્યા હોય ત્યારે અન્ય શાસ્ત્રકારોએ પાડેલા પ્રકારોનો વિચાર કરીને, જે પ્રકારથી જે ઉપયોગ થતો હોય, તે કરવાનો હોય. આવો કશો વિચાર કર્યા વિના “દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકે છે' એવી વાત કરવામાં જ્ઞાનની અપરિપકવતા છે. . પ્રશ્ન : પણ સંકાશ શ્રાવકે દેવદ્રવ્યથી મહોત્સવો આદિ કર્યા જ ને ? તમે શું કામ ના પાડો છો ? L ૧૨ ]

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42