Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિત્ત્વ મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેના શુભશુભતર અતિશયિત પરિણામો ઉછળવા માંડયા. આ છળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરાદિમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્વારો કરાવે છે. અહીં, દેવદ્રવ્યના ભક્ષણથી થયેલ પાપના નાશ માટે સંકાશ શ્રાવકે ‘શેષ બધું દેવદ્રવ્ય થશે' એવો અભિગ્રહ લીધો છે તેમાં જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે તે રીતે તેનો ઉપયોગ કરીશ' આવી તે દ્રવ્યના ઉપયોગની જે વાત કરી છે તે ઘણી સૂચક છે. શ્રાવકે ચૈત્યના ઉપયોગમાં આવશે' તેવા નિર્ધારપૂર્વક પોતાનું ચૈત્યદ્રવ્ય બનાવેલું હોય તે દ્રવ્યથી તો ચૈત્ય સંબંધી દરેક કાર્યો કરી શકાય છે. આવી રીતે આજે જ્યાં જ્યાં પણ કરવામાં આવે છે તે બધાને અમારો હાર્દિક ટેકો છે, પ્રોત્સાહન છે. આનો અમે ક્યારેય વિરોધ કરતા નથી. સંમેલનના સમર્થકો આ પાઠોને પોતાની અશાસ્ત્રીય માન્યતાની સિદ્ધિ માટે રજુ કરી રહયા છે, તે જોઈને તેઓની ‘વિદ્વતા’ ઉપર હસવું આવે તેમ છે. ખરેખર તો આ બંન્ને પાઠો સંમેલનવાદીઓની વાતને અશાસ્ત્રીય સિદ્ધ કરનારા છે. આમ, સ્વપ્નાદિ દેવદ્રવ્યમાંથી દેરાસર ચલાવવાની પોતાની વાત માટે સંમેલનના સમર્થકો જે શાસ્ત્રપાઠો રજુ કરે છે, તે શાસ્ત્રપાઠો તેમની વાતને સિદ્ધ કરતા નથી. ઉપરથી તેમની વિરુદ્ધમાં પણ જાય છે તે આપણે જોયું. પ્રશ્ન : ઉપર જણાવેલ શાસ્ત્રપાઠો ફક્ત દેવદ્રવ્યનાં કાર્યોને જ જણાવનારા છે. એમાં દેવની ભક્તિ માટે આવેલ અને દેવની ભક્તિ સ્વરૂપે આવેલ એવા બે ભેદો તમે કેમ પાડો છો ? આ ૧૧

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42