Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ સંમેલનવાદીઓ “સામાપક્ષ અધૂરો શાસ્ત્રપાઠ રજુ કરે છે' એવી વારંવાર બૂમો પાડે છે. પણ ખરેખર તો સંમેલનવાદીઓને જ શાસ્ત્રપાઠ અધૂરા રજુ કરવા અને છૂપાવવાના હનમાર્ગે જવું પડ્યું છે. “વસુદેવહિંડીનો સંમેલનવાદીઓએ ઉપર રજુ કરેલો પાઠ અધૂરો, વિપરીત અર્થઘટનવાળો અને શાસ્ત્રકારનો ખુલ્લો દ્રોહ કરનારો છે. પોતાની ભવભીરુતાની વારંવાર જાહેરાત કરનારા સંમેલનવાદીઓની સાચી “ભવભીરુતા” આ રહી : વસુદેવહિંડી'માં જે ચૈત્યદ્રવ્ય -દેવદ્રવ્યથી જિનપૂજા થવાની વાત લખી છે તે ચદ્રવ્ય-દેવદ્રવ્ય “જિનપૂજા માટે ભેટ મેળલું દ્રવ્ય છે. વાંચો “વસુદેવહિંડી'ના શાસ્ત્રવચનો : “તિનિ છોડીગો નિણયયનપૂથી ૩વો નેચવાનો રિ" અર્થ “આ ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવું.” આવી રીતે સુરેન્દ્રદત્ત ભેટ આપેલા દ્રવ્યનો રૂદ્રદત્ત જુગારમાં વિનાશ કર્યો તેથી આ ચૈત્યદ્રવ્યના વિનાશથી, જિનપૂજાથી માંડીને યાવત્ મોક્ષપ્રાપ્તિના લાભ રૂંધાવાની વાત શાસ્ત્રકારે લખી છે : આટલી સ્પષ્ટ વાત હોવા છતાં “વસુદેવહિંડીનો પાઠ રજુ કરીને સંમેલનવાદીઓ સ્વપ્નાદિ દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત કરે છે. આંને શાસ્ત્રવાંચનની અણઆવડત કહેવી, મિથ્યાભિનિવેશ કહેવો, ભોળા જીવોને છેતરવાનો પ્રયાસ કહેવો કે પાપભીરુતાનો અભાવે કહેવો - તે વિદ્વાન પુરૂષો નક્કી કરે. પૂજા કરવા માટે ભેટ મળેલા દ્રવ્યથી જિનપૂજા થતી હોય તેનો અમે વિરોધ કરતા નથી. ઉપરનો પાઠ તો પૂજા માટે મળેલા દ્રવ્યની વાત કરનારો છે. તેથી સંમેલનવાદીઓની માન્યતાને સિદ્ધ કરવાને બદલે, તેઓની માન્યતાથી વિરુદ્ધ જાય છે. આ વાત તેઓના ધ્યાન બહાર તો ન જ હોય. છતાં “વસુદેવહિંડી જેવા અતિપ્રાચીન શાસ્ત્રમાંથી પોતાને ફાવતી પંક્તિઓ ઉઠાવવી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42