Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ (H) દ્રવ્યસપ્તતિકા (પૃ. ૨૮) चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धेतुकप्रमोद-प्रभावना-प्रवचनवृद्धेरभावः, ततो वर्द्धमानगुणशुद्धेः रोधः, તતો મોક્ષમાવ્યાધાત:, તો મોક્ષવ્યાધાતઃ : ' | ભાવાર્થ : દેવદ્રવ્ય વગેરેનો વિનાશ થાય તો આગળ કહી ગયા તે પૂજા આદિનો લોપ થાય, તેથી પૂજા વગેરેથી ઉત્પન્ન થનાર પ્રમોદભાવ, શાસનપ્રભાવના અને પ્રવચનવૃદ્ધિનો અભાવ થાય, અને એના અભાવથી ગુણશુદ્ધિની વૃદ્ધિ અટકે, તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય અને તેનાથી મોક્ષપ્રાપ્તિનો પણ વ્યાધાત થાય. I) વસુદેવહિંડી (પ્રથમખંડ) जेण चेइयदव्वं विणासिअं तेण जिणबिम्बपूआदसणआणंदितहियणाणं भवसिद्धियाणं सम्मदसण-सुअओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा पडिरूद्धा । .. ભાવાર્થ : જે ચૈત્યદ્રવ્યનો નાશ કરે છે તે જિનબિંબની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોના તે દ્વારાએ થનારા સમ્યગ્દર્શન-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ સુધીના લાભોને રૂંધે છે. અવધારણ બુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિ કરવા માટે અર્પણ કરાયેલ દેવદ્રવ્યાદિનો વિનાશ થવાથી યાવત મોક્ષપ્રાપ્તિનો વ્યાધાત થવા સુધીનો દોષ પ્રાપ્ત થાય છે.” એવો આ બંન્ને પાઠનો રહસ્યાર્થ છે. માટે કોઈએ પણ ચેત્યાદિદ્રવ્યનો વિનાશ થાય તેમ કરવું નહિ. આ બંને પાઠોથી બધા પ્રકારનું દેવદ્રવ્ય પૂજાની સામગ્રી વગેરે લાવવા માટે છે – એવું જરા પણ સિદ્ધ થતું નથી. આ વાત “વસુદેવહિંડી'માં જ સ્પષ્ટ કરવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42