Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ચારેયનો ભાવાર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો દરરોજ ચૈત્યસમારચન, મહાપૂજા, સત્કાર-સન્માનાદિ ક૨વાનું સંભવિત બને છે. · આ છ શાસ્રપાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્યમાં, ભગવાનની ભક્તિ માટે આવેલ દ્રવ્યનો સમાવેશ થતો હોવાથી અમને તે પાઠો માન્ય જ છે. પરંતુ ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું સમર્થન કરતા આ પાઠો છે એવી સંમેલનવાદીઓની વાતમાં અમે સંમત નથી. જો તમે ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજાદિ કરાવવાની હઠ ન લીધી હોય તો, આ પાઠો અંગે આપણી વચ્ચે કશો મતભેદ જ નથી. (G) દર્શનશુદ્ધિ (પૃ. ૨પર) तथा तेन पूजा - महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यन्ते । ભાવાર્થ : તથા દેવદ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઉઠે છે. આ શાસ્રવચનનો વિચાર કરતા તો એવું સ્પષ્ટ પ્રતીત થાય છે કે શ્રાવકો સ્વ-પરના જ્ઞાન-દર્શન અને ચારિત્રના ગુણોને દીપાવવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે નક્કી કરેલા પોતાના દ્રવ્યથી (દ્રવ્યસપ્તતિકામાં આપેલી વ્યાખ્યા મુજબનિર્ધારબુદ્ધિથી દેવાદિકને માટે ધન-ધાન્યાદિ નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય કહેવાય- તેથી આ દ્રવ્યને પણ દેવદ્રવ્ય કહેવાય.) મહોત્સવો કરે છે. દેવદ્રવ્યની કોથળી ઉપર નજર કરતા નથી. તેમ જ્ઞાનાદિગુણોને દીપાવવા માટે પૂજાની સામગ્રી વગેરે-પણ, ભગવાનની ભક્તિ માટે આવેલા દ્રવ્યથી જ લાવવી જોઈએ. મહોત્સવ, પૂજાની સામગ્રી વગેરે માટે આ નિયમ મુજબ જ ક

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42