Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પણ એકાંતે નિષેધ કરે છે. જે શાસ્ત્રવિરુદ્ધ છે.” (11) “સંમેલનના વિરોધીઓ “સંમેલન સ્વપ્નાદિ આવક સાધારણમાં લઈ જાય છે' એવો જુઠો આરોપ મુકે છે.” “આમ શાસ્ત્ર અને તર્કને અનુસરીને વિચાર કરતાં એ સ્પષ્ટ જણાય છે કે સંમેલને કરેલ ઠરાવ યોગ્ય જ છે, શાસ્ત્રાનુસારી જ છે ” આવી સંમેલનના સમર્થકોની માન્યતા છે. સંમેલનના સમર્થકોની આ બધી વાતો ઉપર હવે આપણે ક્રમસર વિચારીએ. (1) અને (2) : ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્રતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિડી, મૂલશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રન્થોના શાસ્ત્રપાઠો “દેવદ્રવ્ય સામાન્યથી જ (પેટા ભેદોનો વિચાર કર્યા વિના જ) પૂજા થઈ શકે તેવું જણાવનારા છે” એવી સંમેલનના સમર્થકોની માન્યતા તેમના શાસ્ત્રાભ્યાસની અધૂરાશ બતાવે છે. કારણ કે દેવદ્રવ્ય સામાન્યથી થઈ શકતાં કૃત્યો જ્યારે શાસ્ત્રકારો બતાવતા હોય ત્યારે દેવદ્રવ્યના સર્વપટાભેદોને નજર સમક્ષ રાખીને બતાવતા હોય છે. ઉપર જણાવેલ શાસ્ત્રોના પાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્યમાં, ભગવાનની ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને ભગવાનની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય : એમ બંન્ને પ્રકારનાં દેવદ્રવ્યનો સમાવેશ થાય છે. તેથી જ્યાં જ્યાં જિનપૂજા, મહોત્સવ, સ્નાત્ર, મહાપૂજા, વગેરે દેવદ્રવ્યમાંથી થાય તેમ જણાવ્યું છે ત્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરવા માટે અર્પણ થયેલું એવું દેવદ્રવ્ય લેવાનું હોય, તેવું શાસ્ત્રાભ્યાસી વિવેકી આત્મા સહજ રીતે સમજી શકે તેમ છે. આ રહસ્યાર્થ સમજવાની શક્તિ, કેવળ ન્યાય-વ્યાકરણ ભણીને પંડિત બનેલા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42