Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha Author(s): Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 9
________________ બાંધવાનું જોખમ ન લીધું તેથી છંછેડાયેલા આ સમુદાયે “ધાર્મિક વહીવટ વિચાર' નામનું બેજવાબદાર વિધાનોથી ભરેલું અશાસ્ત્રીય પુસ્તક બહાર પાડીને સંમેલનને પુનર્જીવિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એ પુસ્તક સામે તીવ્ર વિરોધ ઉભો થતાં, એ પુસ્તકને ઠીકઠાક કરીને, નવા કપડાં પહેરાવીને બીજી આવૃત્તિરૂપે તાજેતરમાં જ બહાર પાડ્યું છે. એ પુસ્તકના બધા વિષયોને અડ્યા વિના, ફક્ત દેવદ્રવ્ય વિષયક ઠરાવ કેટલો અશાસ્ત્રીય છે તે સમજવા માટે આ લેખ લખાઈ રહ્યો છે. આ પુસ્તકની કે સંમેલનની અશાસ્ત્રીયતાને ખુલ્લી પાડનારાઓને તેઓ સંમેલન વિરોધી કહે છે. આપણે સંમેલનનો વાવટો લઈને ફરતા આ લોકોની દલીલો ઉપર થોડો વિચાર કરીએ. તેઓની દલીલો મુખ્યતયા આ પ્રમાણે છે : (1) “દેવદ્રવ્ય સામાન્યથી (પેટા ભેદોનો વિચાર કર્યા વિના) પણ શ્રાવક પૂજા કરી શકે છે.” “ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિડી, મૂલશુદ્ધિપ્રકરણ વગેરેના પાઠો સ્પષ્ટપણે દેવદ્રવ્ય સામાન્યથી પણ પૂજા થઈ શકે તેવું સિદ્ધ કરનારા છે.” . “સંબોધપ્રકરણમાં દર્શાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાં કલ્પિત દેવદ્રવ્ય તરીકે ગણાતો ત્રીજો પ્રકારે જિનમંદિરના સમગ્રકાર્યમાં વાપરી શકાય છે.” વર્તમાનમાં બોલાતી બોલી (ચડાવા)ની રકમ કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. અને એ રકમ જિનમંદિરના સમગ્ર કાર્યમાં વાપરી શકાય. એટલે કે આ દ્રવ્ય ભગવાનની પૂજાનાં દ્રવ્યો લાવવા, મંદિર માટે રાખેલા માણસોના પગાર આપવા, જીર્ણોદ્ધાર, નવા મંદિરો વગેરેની રચના T ૨T (2) (4).Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42