Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ વિ.સં. ૨૦૪૪ની સાલમાં તપાગચ્છના બધા ગીતાર્થ આચાર્યભગવંતોને આમંત્રણ આપ્યા વિના, એક આચાર્ય મહારાજે પંદર પૈસાનું કાર્ડ લખીને બોલાવેલા કેટલાક આચાર્યોનું સંમેલન અમદાવાદમાં યોજાયું હતું. આ સંમેલનમાં “શાસ્ત્રીય નિર્ણયો જ લેવા એવા નિર્ધારના બદલે “અરસ-પરસ બાંધછોડ કરીને અયોગ્ય નિર્ણય ઉપર પણ એકમતે આવી જવાની ભાવના પ્રબળ દેખાતી હતી. આશંકાભર્યા વાતાવરણમાં સંમેલનની કાર્યવાહી આગળ ચાલી અને છેવટે એવા નિર્ણયો લેવાયા કે ગીતાર્થ આચાર્ય ભગવંતોને એનો વિરોધ કરવો જ પડે. સંમેલનમાં ભાગ લેનારા આચાર્યોને પણ સંમેલનની કાર્યવાહી પસંદ ન હતી. તેથી જ પ્રવર સમિતિમાં રહેલા એક આચાર્ય સંમેલનના નિર્ણયોનો બહિષ્કાર કરીને, “સંમેલનના નિર્ણયો પોતાને બંધનકર્તા ન હોવાની જાહેરાત કરી દીધી. પ્રવરસમિતિના અધ્યક્ષ આચાર્યે બીજા એક આચાર્ય ઉપર લખેલ પત્રમાં “સંમેલન સફળ થયું નથી, સંમેલને એકતાને બદલે અનેકતા સર્જી છે' એવો નિખાલસ એકરાર કર્યો હતો. આ પત્ર “સંવત્સરી શતાબ્દિ મહાગ્રન્થ' નામના પુસ્તકમાં પ્રગટ થઈ ગયો છે.) આ સમય દરમ્યાન બહાર પડેલું સાહિત્ય સંમેલનની અશ્રદ્ધેયતા ઢોલ વગાડીને દર્શાવી રહ્યું છે. આવું થવાને કારણે અન્ય અન્ય સમુદાયે સંમેલનને માથે ઉંચકીને ફરવાનું બંધ કર્યું હતું. પરંતુ ધાર્મિક વહીવટ વિચાર' નામના પુસ્તકના લેખક-પરિમાર્જક સમુદાયને માટે “સંમેલનના તરણાને ઝાલ્યા સિવાય પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ટકાવી રાખવાનો બીજો કોઈ ઉપાય ન હોવાથી” સંમેલનનો બધો ભાર તે સમુદાયે પોતાના ખભે ઉપાડી લીધો છે. શ્રદ્ધાસંપન્ન સંઘોએ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવ મુજબ પોતાના સંઘમાં વહીવટ કરીને પાપ T૧

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42