Book Title: Devdravya Shastriya ane Vyavaharik Paribhasha Author(s): Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 4
________________ - લેખકીય અનંતોપકારી શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યું છે કે – ધર્મસ્થાનકનો વહીવટ કરનારો આત્મા શાસ્ત્રાનુસારી વહીવટ કરે તો યાવત તીર્થંકર નામકર્મ પણ બાંધે. અને ધર્મદ્રવ્યનો ગેરવહીવટ કરે, તેનું ભક્ષણ કરે કે ભક્ષણ થતું હોય તેની છતી શક્તિએ ઉપેક્ષા કરે તો આવો વહીવટદાર દુર્ગતિમાં પણ જાય. તેમાં પણ દેવદ્રવ્યનો ગેરવહીવટ કરવો, તેનું ભક્ષણ કરવું કે તેનો દુરૂપયોગ કરવો : આ બધાથી આત્મા કેવી કેવી દુર્ગતિઓમાં જાય છે અને સંસારમાં રખડે છે- તેનું શાસ્ત્રકારોએ વિસ્તૃત વર્ણન કર્યું છે. આ બધા વર્ણનો વાંચીસાંભળીને સમજુ બનેલો શ્રદ્ધાસંપન્ન સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ શ્રી સંઘ, દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યના ગેરવહીવટ, ભક્ષણ-દુરુપયોગ વગેરેથી ખુબ જ ડરતો રહે છે. પાપભીરુ વહીવટદારો આજે પણ ગીતાર્થ-ભવભીરુ ગુરુભગવંતોના માર્ગદર્શનથી દેવદ્રવ્યની ગરબડમાં કોઈને પણ સાથ આપતા નથી. * આપણે જાણીએ છીએ કે વિ. સં. ૨૦૪૪ની સાલનું સંમેલન અનેક વિવાદાસ્પદ અશાસ્ત્રીય ઠરાવો કરી ગયું છે. તે સમયના તપાગચ્છના સૌથી મોટા અને મહાગીતાર્થ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42