Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 230
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ નિર્યુકિત-૨૦૬ दिभाषात्रयलक्षणवियोगतस्तथाविधदलोत्पत्तेरसत्यामृषेति, एवमाज्ञापनी यथेदं कुरु, | इयमपि तस्य करणाकरणभावतः परमार्थे नैकत्राप्यनियमात्तथाप्रतीते: अदुष्टविवक्षाप्रसूतत्वादसत्यामृषेति, एवं स्वबुद्ध्याऽन्यत्रापि भावना कार्येति । याचनी यथा भिक्षां प्रयच्छेति, तथा प्रच्छनी यथा कथमेतदिति, प्रज्ञापनी यथा हिंसाप्रवृत्तो दुःखितादिर्भवति, प्रत्याख्यानी भाषा यथाऽदित्सेति भाषा, इच्छानुलोमा च यथा केनचित्कश्चिदुक्तः साधुसकाशं गच्छाम इति, स आह-शोभनमिदमिति गाथार्थः ॥ न ટીકાર્થ : (૧) આમંત્રણીભાષા : જેમકે “હે દેવદત્ત !” વગેરે.. S |H त પ્રશ્ન ઃ આ ભાષા સત્ય ન કહેવાય ? ઉત્તર : ના. (૧) આ ભાષા પ્રવૃત્તિજનક નથી. પ્રવર્તક નથી. (૨) તથા સત્યાદિ ત્રણભાષાઓના લક્ષણ આ ભાષામાં ઘટતા નથી. (૩) તથા આ ભાષા તેવાપ્રકારના દ્રવ્યોથી ઉત્પત્તિ પામે છે... માટે એ સત્યાદિ ત્રણથી ભિન્ન એવી અસત્યામૃષા ભાષા સ્વરૂપ છે. E F (અલબત્ત અહીં = મૂકેલો નથી, છતાં = સમજીને ત્રણ કારણો ગણેલા છે. અર્થાત્ આમંત્રણીભાષા સત્યાદિ રૂપ નથી. પરંતુ ચોથી અસત્યામૃષા રૂપ છે. એ સિદ્ધ કરવામાટેના ત્રણ હેતુ અત્રે ગણેલા છે. એમાં (૧) સત્યાદિ ભાષાઓ પ્રવર્તક બનનારી शा મ ना છે. એ ભાષા સાંભળીને શ્રોતા પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. એ પ્રવૃત્તિ સફળ બને કે નિષ્ફળ ત્તિ એ બીજી બાબત છે. જ્યારે ‘દેવદત્ત !' આટલા આમંત્રણથી કોઈ પ્રવૃત્તિ કરવા પ્રેરાતું મૈં નથી. એટલે આ ભાષા પ્રવર્તક ન હોવાથી એ સત્યાદિથી ભિન્ન ભાષા સિદ્ધ થાય છે. 7 (૨) સત્યાદિના જે લક્ષણ છે, તેમાંથી કોઈપણ લક્ષણ આમંત્રણીમાં ઘટતા નથી, માટે शा પણ એ સત્યાદિથી ભિન્ન ભાષા સિદ્ધ થાય છે. (૩) ભાષાવર્ગણાના પુદ્ગલો ભાષારૂપે स પરિણમે. પણ એમાં વિશેષતા એ છે કે એ પુદ્ગલોમાંથી પણ ચોક્કસપ્રકારના પુદ્ગલો જ સત્યા રૂપે પરિણમે, ચોક્કસપ્રકારના પુદ્ગલો જ અસત્યાદિ રૂપે પરિણમે. એમ અસત્યાક્રૃષારૂપે પણ અમુક ચોક્કસપ્રકારનાં પુદ્ગલો જ પરિણમે છે. એટલે જેમ ઔદારિકવર્ગણાનાં પુદ્ગલો ઔદારિકશરીર રૂપે જ પરિણમે, ઔદારિકશરીર સિવાય વૈક્રિયાદિ રૂપે નહિ... એવું અહીં ભાષાવર્ગણામાં છે. સત્યાભાષા યોગ્ય પુદ્ગલો કદી પણ અસત્યામૃષા રૂપે ન પરિણમે. જ્યારે એ ભાષા બોલાય ત્યારે એને પ્રાયોગ્ય પુદ્ગલો જ એ રૂપે પરિણમે. આમ તેવાપ્રકારના ચોક્કસ દલથી = પુદ્ગલથી એની ઉત્પત્તિ થતી * હોવાથી પણ એમ કહી શકાય કે એ સત્યાદિભાષાથી ભિન્ન છે... જો એ સત્યાદિરૂપ ય w ૨૧૭

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294