________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ નિર્યુકિત-૨૦૬ दिभाषात्रयलक्षणवियोगतस्तथाविधदलोत्पत्तेरसत्यामृषेति, एवमाज्ञापनी यथेदं कुरु, | इयमपि तस्य करणाकरणभावतः परमार्थे नैकत्राप्यनियमात्तथाप्रतीते: अदुष्टविवक्षाप्रसूतत्वादसत्यामृषेति, एवं स्वबुद्ध्याऽन्यत्रापि भावना कार्येति । याचनी यथा भिक्षां प्रयच्छेति, तथा प्रच्छनी यथा कथमेतदिति, प्रज्ञापनी यथा हिंसाप्रवृत्तो दुःखितादिर्भवति, प्रत्याख्यानी भाषा यथाऽदित्सेति भाषा, इच्छानुलोमा च यथा केनचित्कश्चिदुक्तः साधुसकाशं गच्छाम इति, स आह-शोभनमिदमिति गाथार्थः ॥ न ટીકાર્થ : (૧) આમંત્રણીભાષા : જેમકે “હે દેવદત્ત !” વગેરે..
S
|H
त
પ્રશ્ન ઃ આ ભાષા સત્ય ન કહેવાય ?
ઉત્તર : ના. (૧) આ ભાષા પ્રવૃત્તિજનક નથી. પ્રવર્તક નથી. (૨) તથા સત્યાદિ ત્રણભાષાઓના લક્ષણ આ ભાષામાં ઘટતા નથી. (૩) તથા આ ભાષા તેવાપ્રકારના દ્રવ્યોથી ઉત્પત્તિ પામે છે... માટે એ સત્યાદિ ત્રણથી ભિન્ન એવી અસત્યામૃષા ભાષા સ્વરૂપ છે.
E F
(અલબત્ત અહીં = મૂકેલો નથી, છતાં = સમજીને ત્રણ કારણો ગણેલા છે. અર્થાત્ આમંત્રણીભાષા સત્યાદિ રૂપ નથી. પરંતુ ચોથી અસત્યામૃષા રૂપ છે. એ સિદ્ધ કરવામાટેના ત્રણ હેતુ અત્રે ગણેલા છે. એમાં (૧) સત્યાદિ ભાષાઓ પ્રવર્તક બનનારી
शा
મ
ना
છે. એ ભાષા સાંભળીને શ્રોતા પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. એ પ્રવૃત્તિ સફળ બને કે નિષ્ફળ ત્તિ એ બીજી બાબત છે. જ્યારે ‘દેવદત્ત !' આટલા આમંત્રણથી કોઈ પ્રવૃત્તિ કરવા પ્રેરાતું મૈં નથી. એટલે આ ભાષા પ્રવર્તક ન હોવાથી એ સત્યાદિથી ભિન્ન ભાષા સિદ્ધ થાય છે. 7 (૨) સત્યાદિના જે લક્ષણ છે, તેમાંથી કોઈપણ લક્ષણ આમંત્રણીમાં ઘટતા નથી, માટે शा પણ એ સત્યાદિથી ભિન્ન ભાષા સિદ્ધ થાય છે. (૩) ભાષાવર્ગણાના પુદ્ગલો ભાષારૂપે स પરિણમે. પણ એમાં વિશેષતા એ છે કે એ પુદ્ગલોમાંથી પણ ચોક્કસપ્રકારના પુદ્ગલો જ સત્યા રૂપે પરિણમે, ચોક્કસપ્રકારના પુદ્ગલો જ અસત્યાદિ રૂપે પરિણમે. એમ અસત્યાક્રૃષારૂપે પણ અમુક ચોક્કસપ્રકારનાં પુદ્ગલો જ પરિણમે છે. એટલે જેમ ઔદારિકવર્ગણાનાં પુદ્ગલો ઔદારિકશરીર રૂપે જ પરિણમે, ઔદારિકશરીર સિવાય વૈક્રિયાદિ રૂપે નહિ... એવું અહીં ભાષાવર્ગણામાં છે. સત્યાભાષા યોગ્ય પુદ્ગલો કદી પણ અસત્યામૃષા રૂપે ન પરિણમે. જ્યારે એ ભાષા બોલાય ત્યારે એને પ્રાયોગ્ય પુદ્ગલો જ એ રૂપે પરિણમે. આમ તેવાપ્રકારના ચોક્કસ દલથી = પુદ્ગલથી એની ઉત્પત્તિ થતી * હોવાથી પણ એમ કહી શકાય કે એ સત્યાદિભાષાથી ભિન્ન છે... જો એ સત્યાદિરૂપ
ય
w
૨૧૭