________________
૫૮ ]
દર્શન અને ચિંતન
સૌંદર્ય પિષવાથી કે વારસાગત ચાલી આવતી ભાવનાથી સાચવી, વધારી અને સમારી રાખેલા વાળ, જ્યારે તેના મૂળમાં કઈ ભારે સડાણ ઊભું થતાં કાપવામાં આવે અને તે વખતે પેલી યુવતી “મને મારી નાખી કે “કાપી નાખી” એવી વાળમેહ-વશ બૂમ પાડે, તેના જેવી બૂમ પેલા ધર્મરક્ષકની નથી લાગતી શું ? પ્રશ્ન થશે કે શું તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મને સંબંધ તેમ જ તેનું બળાબળ, ઘડપથી વિદ્વાન ગણતા આચાર્યરાજે નથી જાણતા ?
જે તેમનું બુમરાણ સાચું હોય તો જવાબ એ છે કે કાં તે તે નથી જાણુતા, અને જાણે છે તે એવા અસહિષ્ણુ છે કે તેના આવેશમાં સમતલપણું ગુમાવી બાહ્ય વ્યવહારના પરિવર્તનને તાત્વિક ધર્મને નાશ કહેવાની ભૂલ કરી બેસે છે. મને પિતાને તો આવા બુમરાણનું કારણ એ જ લાગે છે કે
જ્યારે જીવનમાં તાત્વિક ધર્મ રહેતું જ નથી અને વ્યાવહારિક ધર્મની બધાયેલી પ્રતિષ્ઠા તેમ જ તે પ્રત્યેની ભક્તિ ઉપર, કશા પણ ત્યાગ અર્પણ સિવાય, કેઈ પણ જાતની કર્તવ્ય-જવાબદારી સિવાય, સુખી અને એદી જીવન ગાળવાની ટેવ પડી જાય છે ત્યારે એ જીવન અને એ ટેવ બચાવવા ખાતર જ સ્થૂલદર્શી લેકેને છોડી મૂકી હોહા કરવાનું તેમને નસીબે જાયે-અજાણે આવી પડે છે. બેટી બૂમ મારનારને શિખામણ
ઘડપથી ધર્માચાર્યો અને ધર્મપંડિતે એક બાજુ પિતાના ધર્મને ત્રિકાળાબાધિત, શાશ્વત કહી સદાવ્રુવ માને છે અને બીજી બાજુ કેઈપિતાની માન્યતા વિરુદ્ધના વિચારે પ્રગટ કરે કે તરત જ ધર્મને નાશ થયાની બૂમ પાડી ઊઠે છે. આ કેવો વદવ્યાઘાત ! હું તેવા વિદ્વાનને કહું છું કે જે તમારે ધર્મ ત્રિકાળાબાધિત છે તે સુખે સોડ તાણું સૂઈ રહે, કોઈને ગમે તેવા પ્રયત્ન છતાં એમાં રંચ માત્ર પણ તમારે મને ફેર પડવાનો છે જ નહિ; અને જે તમારે ધર્મ વિધીના વિચારમાત્રથી નાશ પામવા જેટલે આળે કે કોમળ છે તે તમારા હજાર ચોકીપહેરા છતાં તે નાશ પામવાને જ કારણ, વિરોધી વિચાર કઈ ને કઈ દિશામાંથી થવાના તે ખરા જ. એટલે તમે ધર્મને ત્રિકાળાબાધિત માને અગર વિનશ્વર માને, પણ તમારે વાતે તે બધી સ્થિતિમાં હાહા કરવાનો પ્રયત્નમાત્ર નકામે છે.
ધર્મના ચેયની પરીક્ષા પણ ધર્મ પરીક્ષા સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી છે જ. તેથી હવે એ ઉત્તરાર્ધ ઉપર આવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org