Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 765
________________ ૭૩૦ ] દર્શન અને ચિંતન વીરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાની મૂઠ ઉપર પડ્યો. એ મૂઠ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધર્મયોગ્ય વીરવૃત્તિનું ઉઝેક્ષાથી વર્ણન કરતાં કહે છે કે એને ડાબે હાથ કેશ (મ્યાનબંધ) એવી બહુશિખર ભુજાલી (કૃપાણીની મૂઠ કે જે દિનાગ-કુંભકૂટકિટ અર્થાત વિશાળ હસ્તિ ભરતકથી શોભતી, તેના ઉપર પડ્યો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબે હાથ દર્પ અર્થાત વીરવૃતિના આવેગથી (પરામુશન) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરણરૂપ જળના પ્રવાહ દ્વારા એ નાનાશા કુમાણને પણ યુદ્ધભાર માટે સમર્થ છે એવી ધારણાથી અભિષેક કરતે ન હોય બાણ પહેલવહેલાં હર્ષના આમંત્રણથી એને મળવા ગયા ત્યારે એ હર્ષના દરબારમાં એની ચોથી કક્યા—સૌથી પાછળના ભાગ–માં હર્ષને મળેલ છે. બાણે હર્ષના મહેલનું હૂબહૂ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેનાસ્થાન (છાવણું) થી માંડી નાની-મોટી અનેક ચીજો અને બાબતનું પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અગ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષાઓ સ્પષ્ટ થાય તેટલા માટે બાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન-વર્ણની બાણના વર્ણન સાથે અતિવિરતૃત છતાં મને રંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુન્દરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયોધ્યા કાંડમાં આવેલ રાજા દશરથના ભવનનું અને રાજકુમાર રામના ભવનનું વર્ણન, મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનનું વર્ણન, શકરાજ કનિષ્ણકાલીન અશ્વઘોષના સૌન્દરનન્દ કાવ્યમાં આવેલ નન્દના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાદતાડિતકમાં આવેલ વારવનિતાઓનાં ભવ નેનું વર્ણન, કાદમ્બરીમાંના શુદ્રક અને ચંદ્રાપીડના ભવનનું વર્ણન, મૃચ્છકટિકમાંના વસન્તસેનાને ભવનનું વર્ણન, હેમચંદ્રના કુમારપાલચરિતમાના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કીર્તિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાનું મહેલનું વર્ણન, આમેરગઢના મહેલનું વર્ણન, દિલીના લાલ કિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલોનું વર્ણન અને લંડનમાંના હેપ્ટન કોર્ટ મહેલનું વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનું વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભવન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી વીસ બાબતોને લગતું એક સૂચક કોષ્ટક આપ્યું છે, જે બાણવર્ણિત મહેલ, લાલ કિલ્લામાં મહેલ અને લંડનનો હેપ્ટન કોર્ટ નામનો રાજમહેલ–એ ત્રણેયની નખશિખ સરખામણું પૂરી પાડે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 763 764 765 766 767 768 769 770 771 772