Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 764
________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ ૭ર૯ આને અર્થ સ્પષ્ટ કરવામાં ડો. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરવેષની આકૃતિને આધાર લીધે છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે છુરિકા (છરી) કહે છે અને ભુજ પાલિકા ઉપરથી બનેલે ભુજલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપણ કહી શકાય. બીજે આધાર તેમણે અજંતાના ચિત્રનો લીધે છે, જેમાં એવી નાની તલવાર જમણું હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂઠ પાસે સ્થાન ઉપર હતિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંની વીરવેબસૂચક આકૃતિને આધારે બાણે જેલ ઉપર લિખિત વાક્યને (પૃ. ૧૨૦) અર્થ છે. વાસુદેવે એવી કુશળતાથી ઘટાવ્યો છે કે તે જ બાણને અભિપ્રેત હેવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કઈ વાસ્તવિક દૃશ્યનું જ વર્ણન છે. ઉપર સુચિત વાક્યના એકંદર ત્રણ અર્થે શ્લેષ–ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્ય પરીક્ષાને લગતે છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પિતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ્ત્ર સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદન્તી કે લેકવાયકાને સૂચવનારે છે. એ કિંવદન્તી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની “રિનાનાનાં છ વનિરર્ ધૂતારપાન ” એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એને ભાવ એ છે કે પાંચમા સૈકામાં થયેલ સુપ્રસિદ્ધ બદ્ધ તાર્કિક દિનારા પિતાના ગુરુ વસુબધુના રચેલ અભિધમકશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજો, પણ પ્રસ્તુત અર્થ તે રાજ્યવર્ધનને લગતે છે. જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શકાતુર હતા અને શોકના આવેગમાં વિરક્ત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હતા ત્યારે એણે અચાનક પિતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પોતાની બહેન રાજ્યશ્રી કેદ થયાના સમાચાર સાંભળ્યા અને તરત જ શેકનું સ્થાન ક્રોધે લીધું, તેમ જ તેને ડાબે હાથ ક્ષત્રિયોચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772