Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 770
________________ ૨૫ હુચરિત ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ચાર પ્રકારના કોટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગ અને સતુલા. કેટનાં નામ : કંચુક, ચીનલક, વારબાણ અને કૂપસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી. અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીને જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાને સાર્વજનિક રિવાજ શકના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલો છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તે મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તે સૈનિક પોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પિતે પણ પાયજામે પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તે બધી જાતના પાયજામા પિષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદશ વર્ણન અને વર્ગકરણ કરે છે. જેને બાણ વરસ્થાન કહે છે તે ગુજરાતીમાં સંથણે કે ચૂંથણી છે. હિન્દીમાં લૂથના કહેવાય છે. સૂથરું અને જૂથના ને સ્વસ્થાન શબ્દને જ અપભ્રંશ છે; અથવા એમ કહે ચૂંથણું કે સૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ હો, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે યોજાયો છે. સ્થાએ એક એવા પ્રકારનો ચારણ કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે પોતાના, સ્થાન=જગ્યા ઉપર ચોટી રહે છે અને આમતેમ ખસતિ નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂત વગેરેમાં આ પાયજામે પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ સ્થાણું પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. ટૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં નેત્ત અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂપ મળે છે. ગુજરાતીમાં રવૈયે વલવવાની જે દેરી હોય છે તે * શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧. પૃ. ૧૯૪ ઉપર લંgrટા શબ્દનો અર્થ કરતાં समे छ । जंघात्राणं सुस्थानाभिधानमिति क्वचिट्टीकादर्श लिखितम्, सन्थनमित्यन्यत्र શિક્ષિત રથ ડે. મેતીચંદજી (પ્રાચીન ભારતીય વેષભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં સૂચના અને ગુજરાતીમાં સુંથણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે સુન્નત્તે કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે દેવસ્થાન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઊપજાવે છે. મારું એક સૂચન એ છે કે ભૂતન અર્થાત સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂણું બની શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 768 769 770 771 772