Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 768
________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [૩૩ સાત્વતો વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. ખાન અને સાત્વતે કરતાં પ્રાચીન હતા મૂલપંચરાત્ર આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તે આ બધા ફાંટા એ એક ભાગવતમાં સમાઈ ગયા છે. - પ્રાયોતિષ (કામરૂપ-આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માને હંસવેગ નામનો દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજ્યકર્મચારીઓ અને દરબારી નેકરની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નોકરેની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિન્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નેકની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણ ત્યાં સુધી કહે છે કે “જે સ્વમાની હોય તેને વાસ્તે એક ક્ષણ માત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે; પણ જે માથું ઝુકાવવું પડે તે મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.” શ્રી. અગ્રવાલ લખે છે કે બાણની આ સમીક્ષાનો જે વિશ્વસાહિત્યમાં મળવો દુર્લભ છે. છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષ વર્ધનની વિજ્યયાત્રા વખતે લશ્કરની કૂચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ. વચમાં આવતાં ઝૂંપડાને કચરી નાખતા. એ ત્રાસ જેઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં—પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતે જોતા જ રહી જાય. ઘેડેસવારે પિતાના ઘડાઓને અને માલસામાન લાદી જનારાઓ પિતાનાં ખચ્ચરે કે બળદને રસ્તામાં પડતાં ખેતરમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતને તેબા કિરાવતા. સૈનિકેમાં પણ પાછળ હોય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તે આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરે થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકે ચાલ્યા કરે, ઇત્યાદિ. બાણે હર્ષના સૈનિક–વર્ણનનું જે દૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “રિનનોરથાપન વ્યાકૃતવ્યTરિળિ” એવું પદ આવે છે. કાણેએ અને કાલે “વ્યવહારિન' પદનો અર્થ વ્યાપારી અથવા અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772