Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 771
________________ @3† ] દર્શન અને ચિંતન નેતા અને મહાભારતમાં તે જ અર્થાંમાં નેત્ર શબ્દ વપરાયેલા છે. નેત્ર ઘેાડાને ગળે અધાતી રાશનું પણ નામ છે. પિંગા એ એવી સલવાર છે કે જેને મેઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હોય. અત્યારે એ આમ પજામી પોશાક છે જ. પિંગા શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખાંમાં શૃંગા નામના વસ્રને ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં પૃંગા વસ્ત્રનો ઉલ્લેખ આવે છે. અગ્રવાલજીની કલ્પના ઠીક લાગે છે કે તે જ પ્રંગા શબ્દ પ્રાકૃત રૂપમાં ખાણે વિા તરીકે વાપર્યાં છે. આ પિંગા સલવારને એક નમૂને અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુરુષ મૂર્તિમાં મળી આવે છે, જેનુ' ચિત્ર ફલક ૧૯, નબર ૭૦ ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે. સતુલા એ ઢીંચણુ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતા જાધિયા છે ને તે જુદા જુદા રંગની પટ્ટીએ સાંધી એવી રીતે બનાવાતો કે જેનાથી વિશેષ શોભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાનાં ગુઢ્ઢાચિત્રામાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્રો લક નં. ૨૪, ચિત્ર નં. ૧ અને ૭૧ માં આપેલ છે. * આથી વધારે દાખલા આપી વિવેચન કરવું. એ વાચકાને ત્રાસ આપવા ખરાખર છે. અહીં તે આટલું ટૂંકાણુ અને છતાંય એક રીતે લંબાણુ એટલા માટે કર્યું છે કે માત્ર બાણુના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીએ ડૉ. વાસુદેવશરણે કરેલ ‘ હરિત 'ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવાવિચારવા અને એ જ દિશાએ કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયને પ્રકટ કરવાની વેળા કથારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે. —સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 769 770 771 772