Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 763
________________ ૯૨૮ ] દર્શન અને ચિંતન રાજહંસકૃતિ પાત્ર, શરીરથી અલગ ન દેખાય એવું તેની સાથે ચૂંટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી :પાતળી ધારીથી કપડાની કિનારીને ખ્યાલ પૂરો પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણુ પાસે ઊભી રહેલ તેની પરિચારિકા–કુન્નિકાની આકૃતિ–આ ત્રણ શિલ્પને આધારે ડૉ. વાસુદેવે હર્ષચરિતમાંના ઉપર નિર્દેશલ ૧૬ પદના સમાસ–વાક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢ્યો છે તે જ બાણને અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલામય શિલ્ય પ્રાપ્ત થયાં ન હતા અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હેત તેમ જ ઉપસ્થિત છતાં તેને મર્મ પકડાયે ન હોત કે એ મર્મને બાણુના કથન સાથે મેળ સંધાયો ન હેત તે બાણુનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વજ્ઞ યોગી વિના કોઈ કહી શક્ત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણને એ ગ્રં પઠન પાઠનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જયારે એ ખરો અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળાશિલ્પોને ફાળે જાય છે. તે વાક્યો ખરે અને પૂરે અર્થ આ પ્રમાણે નીકળે છે? રાણી યશોમતીએ આ વર્ષ જેટલી ઉંમરની કન્યા કુન્બિકાએ નમાવેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણું લઈ મોટું ધોયું. એ કુશ્વિકા સજીવ કન્યા હે કે તેવી આકૃતિની પૂતળી હોય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર ઓઢેલ બહુ જ ઝીણું વસ્ત્રની લાલ તાબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હેવાને લીધે એ ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હોઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ ડ્રેપરી” શબ્દ છે તે તરફ ડૉકટરે ધ્યાન ખેંચ્યું છે. રાજ્યવર્ધનના વીરરસવર્ણન પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રર્યું છે તે આ છે : • दर्यात् पगमृशन् नखकिरणसलिलनिर्झरैः समरभारसम्भावनाभिषेक मन चकार दिङ्नागकुम्भकूट विकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 761 762 763 764 765 766 767 768 769 770 771 772