Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 761
________________ ૭ર૬ ] દર્શન અને ચિંતન અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને ઉકેલવાની આંખ અર્પે છે. એ કેવી રીતે આંખ અર્પે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે. . અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વીશે સત્ય છે તે એ છે કે બાણને અજ્ઞાત અને અસ્કુટ અર્થોને યથાવત સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમને એ અનુભવ પણ તદ્દન સાચું છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાને અર્થે યા ભાવ ફુટ કરે છે. કાવ્યને ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને રથાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તે કેટલીક વાર એવી કળાઓને ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે, કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લેકજીવનમાંથી જ ઉભવે છે - અને એમાં જીવનનાં જ સત્યે પ્રતિબિંબિત થાય છે. સાચે કવિ અને સાચો કળાકાર પતે પિતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પિતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પિતાના કાવ્યમાં જે જીવન શબ્દબહ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પિતાના ચિત્રોમાં, શિલ્પકાર પાષાણ ધાતુ આદિ ઉપરનાં પિતાનાં શિલ્પમાં, સ્થપતિ પિતાના ભવનનિર્માણમાં –એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ તિપિતાનાં કાવ્યમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ સમૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પિતા પોતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણના અનેક અજ્ઞાત અને અસ્કુટ અભિપ્રાયે ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપી છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે. પાંચમ ઉડ્યાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનને ભરણુકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રોકવા પગમાં પડે છે. માતા ગદ થઈ પુત્રને નિશ્ચય આઈ આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખો આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મે દેવા પાણું લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રજ્ય સુન્દર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી આ વર્ષની સુન્દર કન્યાની આકૃતિ ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772