Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 759
________________ ૭૨૪ ] દર્શન અને ચિંતન હયાત હતા. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાના અનેક ગદ્યપદ્ય કવિ—વિદ્યાના જાણીતા છે, જેનેા બાણે પણ કાબરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યો છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્વાનોએ તેના અનુકરણમાં ગદ્યકથાઓ લખી છે અને બાણુના હર્ષચરિતની પ્રથમથી ચાલતી અનુકરણપર પરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પૂ અને તિલકમજરી એ એ ગદ્યકાવ્યોને નિર્દેશ અહીં જરૂરી છે. બન્નેના લેખક જૈન છે, પણ યશસ્તિલકના લેખક સેામદેવ એ જૈન આચાય છે, જ્યારે ધનપાલ જૈન પણ બ્રાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યુરસ્તિલક કરતાં તિલકમ જરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકનાં સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રે. કૃષ્ણકાન્ત હિન્દિકીના એક અભ્યાસગ્રંથ નામે યશસ્તિલક એન્ડ ઇંડિયન કલ્ચર ' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયા છે, જેમાં લેખકના ગંભીર અભ્યાસ પ્રતિચ્છિત થયેલા છે. C પ્રસ્તુત પુસ્તકમાં ડૉ. અગ્રવાલે હરિતને અવલખી તેમાં આલેખાયેલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું અતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સજીવ રજૂઆત માટે તેમણે ૨૮ ક્લકા ઉપર ૧૦૦ જેટલાં ચિત્રા પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તો ઉપલબ્ધ મૂર્તિ, મકાનખડ, વાસણુ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફોટા લઈ તૈયાર કરાવેલાં છે. અને જ્યાં એવી સામગ્રી મળી નથી ત્યાં ખાણનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પના આકૃતિ રચી તેનાં ચિત્રા આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનુ કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકર થાય છે કે જો નરૂપિત વસ્તુને સામે જ નઈ રહ્યો હોય. .રન્તુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ, * આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ પાન્ય અનેક ભાષાઓમાં લખાયેલ સાહિત્યના તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચીન–અર્વાચીન સાહિત્યના જે વિશાળ. અને કીમતી ઉપયોગ કર્યાં છે તેની યાદી જ એક સંપૂર્ણ લેખ અને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આકલનના તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનને વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772