Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 758
________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [૧૪] બિહારરાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડો. વાસુદેવશરણ અગ્રવાલ પાસે હર્ષચરિત' ઉપર વ્યાખ્યાને કરાવેલાં. એ વ્યાખ્યાન એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુગ્રથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુસ્તકની સાઈઝ ૮ પેજી રેયલ અને પૂર્ણ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિંમત કાચું પૂઠું રૂ. ૮ અને પાકું પૂરું રૂા. ૯ છે.) શ્રીયુત અગ્રવાલજી ગુજરાતના સાક્ષને અપરિચિત નથી. તેઓ એકવાર-ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ–સ્થાપત્ય ઉપર ભાષણ આપવા આવેલા. તેઓ લગભગ દશ વર્ષ લગી મથુરા મ્યુઝિયમના ક્યુરેટર પદે રહેલા. તેઓ પી. એચડી. ઉપરાંત ડી. લિફ્ટ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીકવીટિઝ મ્યુઝિયમને સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ પદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯પરમાં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકુમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં “ પાણિનિ” ઉપર ભાષણે આપેલાં. હમણું તેઓ હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇન્ડિયન આર્ટ એન્ડ આર્કિપેલોજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કોલેજ ઓફ ઇન્ડોલોજી (ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણે હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું છું. પહેલે સંગ્રહ “ઉરતિ ” છે જેમાં વૈદિક નિબંધે છે. બીજા “પૃથ્વીપુત્ર” સંગ્રહમાં જનપદીય–જોકસાહિત્યને લગતા નિબંધે છે. ત્રીજા “ કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિબંધે છે. ચોથા માતા ભૂમિ” સંગ્રહમાં અનેક વિષયને લગતા પરચૂરણ નિબંધ છે. પાંચમું પુસ્તક પ્રસ્તુત “હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન” એ છે. હર્ષચરિત એ બાણુની ગદ આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે બાણને પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે પાળોઝિટ્ટ - ન એવી સંસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણ ઈ. સ. ના સાતમા સકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772