Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 756
________________ ચેતન છે [૭૨૧ તયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસને-ચેતન-ગ્રંથોને તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તે શીધ્ર દૂર થવી જ ઘટે. જો આમ નહિ થાય અને જેવું સત્વહીન, દષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જો ચાલુ રહી તે સાચે જ માનજો કે હવે વખત એવો આવ્યો છે કે સામે પક્ષે આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તે એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તે ન થયું, પણ હવે મોડા મેડા પણ આપણે જાણીએ અને જુના સાથે વર્તમાન પરિસ્થિતિને સમન્વય સાધીએ. ' જૈન સમાજમાં જેને અભાવ છે તેનું જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. જગદગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે ? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે, જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસેને જ તે પડી ગયું છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસે–ચેતન–પ્રથે તૈયાર કરવા એ જ છે. ઈતિહાસને અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તે સારા-ખોટા, પૂર્ણતા– અપૂર્ણતા એ બધાનો સમાવેશ થ જોઈએ. એમ કરીએ તો જ નવી ભૂલ કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ. વળી, મોટામાં મોટું દુઃખ તે એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિ કે તૈયારી નથી. આપણે ત્યાં સૌને પિતપતાને જુદે કે જોઈએ છે અને એ માટે સૌ પોતપોતાને ગમતી રીતે નાનીમેટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તે હવે નવાં નવાં મંદિરે કરાવવાની મને વૃત્તિના બદલે સંસ્કાપાગી સાધને પાછળ નાણાં ખર્ચવાં ઘટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસે–ચેતનગ્રંથ તૈયાર થઈ શકશે. આજે એ ચેતન-ગ્રંથ સમે–એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી. નાનાભાઈ ભટ્ટ જે–એક માણસ તે આપણું સમાજમાં બતાવે જેના નામથી ખેંચા ४६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772