Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 750
________________ વારસાનું વિતરણ [[ ૭૧૫ આપે; વિશ્વામિત્ર અને વસિષ્ઠનું ગુરુપદને છાજે તેવું વર્તન ને વર્ચસ્વ જ્યારે દ્રોણ, કૃપાચાર્ય આદિનું અર્થ તેમ જ ક્ષત્રિયેનું દાસત્વ. મહાભારતમાં કૃષ્ણનું જે ચરિત્ર આલેખાયું છે તે, ને રણગણમાં ગીતાના ઉપદેશક તરીકે એની જે ખ્યાતિ છે તે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજાવ્યા વિના નથી રહેતાં. કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં મહાસંહાર માટે અર્જુનને ઉત્તેજે છે, ત્યારે જ સાથે સાથે એક ટિટોડીનાં બચ્ચાને બચાવવા અહિંસક સાધુ જેટલી કાળજી રાખે છે. મહાભારતમાં ગ્રંથકાર વૈશ્ય તુલાધાર જાજલિને ત્રાજવાની દાંડીથી સમતોલ રહેવાને ઉપદેશ આપે છે અને એક કર્તવ્યપરાયણ ગૃહસ્થ બ્રાહ્મણી, માબાપની સેવા છોડી કઠોર તપ તપેલ દુર્વાસા પ્રકૃતિના કૌશિક તાપસને ધર્મવ્યાધ દ્વારા પ્રાપ્ત ધર્મ છોડી વનમાં નીકળી જવા બદલ શીખ આપે છે. આવાં અનેક સુરેખ. ચિત્રો આ પ્રકરણમાં છે. છઠ્ઠા પ્રકરણમાં ઉપનિષદનું વાતાવરણ તાદશ આલેખતાં લેખકે જે તે વખતના વિચારણીય પ્રશ્નો મૂક્યા છે, તે ઉપનિષદના તત્વજ્ઞાનને સમજવા માટે ચાવીરૂપ છે. એ પ્રશ્નો આ રહ્યા : “ય શાશ્વત સુખ આપે છે ? દાન-તપ એ આપે છે? આ સુખની ઈચ્છા એ શું છે? કોણે એ ઈચ્છાને જન્મ આપે ? મૃત્યું શું છે ? પુનર્જન્મ છે ખરે કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી? જીવ, જગત ને ઈશ્વર વચ્ચે શો સંબંધ છે ? બધું એકાકાર છે કે અલગ અલગ કેણ આ રચે છે? કોણ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ? ” ઈત્યાદિ. આવા પ્રશ્નોના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિંડમાં એકતા જોવામાં પરિણમી કે જે “તત્વમસિ” જેવાં વાક્યોથી દર્શાવવામાં આવી. છે. આવો ભાવનાપરિપાક કૂદકે ને ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્વારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવર્ગને ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે, અને બ્રાહ્મણે પણ કેવા નવનવવિદ્યા-તરસ્યા કે. જેઓ ગમે તેવાં સંકટ વેઠીને પણ વિદ્યા મેળવે. આનું ઉદાહરણ નચિકેતા. જેવાં અનેક આખ્યાને પૂરું પાડે છે. તે કાળે યાને મહિમા ઓસરતો જ હતો, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માર્ગે વળવું, પુરુષાર્થ બાજુ પર રાખો, (૨) બ્રાહ્મણ પુરે હિતેની સર્વોપરિતા, (૩) યજમાનપુરહિત બંનેનું પરસ્પરાવલંબન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામે સૂચિત કર્યા છે તે યથાર્થ છે. સાતમા પ્રકરણમાં શ્રમણધર્મના બે સમકાલીન આગેવાને બુદ્ધ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772