Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 752
________________ [ ૧૭. વારસાનું વિતરણ ખૂણે ખૂણે બૌદ્ધ ભિક્ષુકોએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાઓએ કેવી રીતે, કેટલા પ્રમાણમાં ને ક્યાં ક્યાં સંસ્કૃતિ વિવિધ રીતે વિસ્તારી, વિકસાવી ને અમર બનાવી તેનું દૂબહૂ ચિત્ર છે. - અહીં ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ પૂર્વ રંગમાં ફાહિયાન અને હ્યુએનસંગે કરેલ લેકસ્થિતિનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અહીં નથી. તે હેત તે ભારે અસરકારક પુરવણી થાત. બારમા પ્રકરણમાં “અશ્વમેધપુનરુદ્ધારયુગ”નું લગભગ છ વર્ષનું ચિત્ર. છે. મૌર્યયુગ પછી જે પુરોહિતવર્ચસ્વને યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પિતપોતાના ધર્મપ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય તરફ વળ્યા અને છેવટે શ્રમણ ઉપર પુરોહિતોનું વર્ચસ્વ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસંધની સિદ્ધિઓ અને નબળાઈ એ તેમ જ પુરોહિતવર્ગની પણ સિદ્ધિઓ અને નબળાઈએ એ બધું વિશ્લેષણપૂર્વક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણપ્રભાવ કરતાં પુરોહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણ પરંપરાના કયા કયા દેશે અપનાવી લીધા અને નવા પૌરાણિક ધર્મને કે આકાર આપે એ બધું નિરૂપવામાં આવ્યું છે. શ્રમણ અને પુરેહિતવર્ગે પોતપિતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગેના પ્રસાર માટે જે હોડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામ આવ્યાં છે. એ પરિણામે વૈદક, ગણિત, ખગોળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થ પ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે. - આ રીતે વેદ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિ લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે. અવનવી તેમ જ રોચક–અરોચક ઘટનાઓ અને બનાના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઈતિહાસના શિક્ષણનું મુખ્ય પ્રયજન નથી; એવી તૃપ્તિ તે ચમત્કારી કિસ્સાઓ દ્વારા અને બીજી ઘણી. રીતે આપી શકાય; પણ ઈતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયોજન તે એ છે કે ભણનાર વિદ્યાથી એ દ્વારા પ્રત્યેક બનાવને ખુલાસો મેળવી શકે કે આ અને આવાં કારણને લીધે જ એ બનાવ બનવા પામ્યો છે તેની કાર્ય. કારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઈતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એ વિદ્યાથી અમુક પરિસ્થિતિ જોઈને જ કહી શકે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772