Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 753
________________ .૭૧૮ ] દર્શન અને ચિંતન આમાંથી આવું અને આ જ પરિણામ નીપજશે. ખરી રીતે ઈતિહાસશિક્ષણ જૂના અનુભવોને આધારે કેળવેલ કાર્યકારણભાવના જ્ઞાન દ્વારા માણસને સાચો પુરુષાર્થ કરવા પ્રેરે છે, અને ભૂતકાળની ભૂલોથી બચી જવાનું જ્ઞાનસામર્થ પણ આપે છે. પ્રસ્તુત પુસ્તક એ માત્ર ઘટનાઓ કે બનાવનું વર્ણન નથી કરતું, પણ દરેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિકામાં કેવી પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં, એવી કાર્યકારણભાવની -શંખલા જોડતું એક સંકલિત નિરૂપણ છે. તેથી જ આ પુસ્તક ગુજરાતી અતિહાસિક સાહિત્યમાં એક ગણનાપાત્ર ફાળો ગણાવું જોઈએ. લેખકે જે જે મુખ્ય સામગ્રીને આધારે પ્રકરણ લખ્યાં છે તે તે સામગ્રીને પ્રકરણવાર નિર્દેશ અંતમાં કર્યો છે, જેથી પિતાનું કથન કેટલું સાધાર છે એ વાચકને માલૂમ પડે અને વધારામાં જેઓ આ વિષયને મૂળગામી અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓને આવી સામગ્રીનો પરિચય થાય. એકંદર શ્રી. મનુભાઈને આ પ્રયત્ન બહુ જ સફળ થયો છે, જેની પ્રતીતિ હરકોઈ વાચકને થયા વિના નહિ રહે. એમની ભાષા તે સિદ્ધહસ્ત ગુજરાતી લેખકની ભાષા છે, એ એમનાં લખાણ વાંચનાર સૌ કોઈ જાણે છે. પણ એમનું જે વિશાળ વાચન છે, જે વિચારની સમૃદ્ધિ છે અને તેથીયે ચડી જાય એવું તેમનામાં જે મધ્યસ્થતાનું ને નિર્ભયતાનું બળ છે—એ બધું તેમના આ લખાણને ચિરંજીવી અને સર્વપ્રિય બનાવવા માટે પૂરતું છે. શ્રી. મનુભાઈ મેટ્રિક પણ નથી થયા અને છતાં એમણે જે વ્યવસ્થિત, સાધાર અને તર્કસંગત નિરૂપણ સમતલપણે કર્યું છે, તે સૂચવે છે કે જેનામાં સહજ પ્રતિભા અને પુરુષાર્થને સુભગ યોગ હોય તે મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોનાં આંગણાંમાં ગયા સિવાય પણ ધાય ફળે નિપજાવી શકે છે. જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિશે–અર્થપ્રકટન-સામર્થ્ય વિશે–ડી પણ શંકા હોય તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રે ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે ! આ પુસ્તક વિનીત કક્ષાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ઉપયોગી થઈ પડે તેવું છે. એકવાર વાંચવું શરૂ કરીએ કે પૂરું કર્યા સિવાય ઊઠવાનું મન ન થાય એવી સરસ શૈલી હોવાથી તે હરકોઈ સંસ્કૃતિપ્રિય જિજ્ઞાસુને આકર્ષ્યા વિના નહિ જ રહે. * * શ્રી મનુભાઈ પંચોળી-દર્શક’–ના પુસ્તક “આપણે વારસે અને વૈભવની પ્રસ્તાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772