Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 740
________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ ૭૦૫ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કઈ ત્યાગી સુધ્ધાં પિતાને માટે નાગે શબ્દ પસંદ નથી કરતા. દિગંબર ભિક્ષુકે, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જે નાગ કહેવામાં આવે તે તેઓ પિતાનો તિરસ્કાર અને અપમાન માને. લુંચક શબ્દ પણ પિતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બે શબ્દ તે ઘણીવાર બાળકેને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે, અને કેટલીક વાર તે કશી જ જવાબદારી ન ધરાવતું હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દો પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, ક્યારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે. ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાંનો એક નિદ્ભવ શબ્દ છે, જે શ્વેતાબર શાસ્ત્રમાં વપરાયેલે છે અને બીજે જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રન્થોમાં વપરાચેલે છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નદ્ભવ શબ્દ તે જરા જૂને પણ છે, પરંતુ જૈનાભાસ એટલે કૃત્રિમ જન એ શબ્દ એટલે જૂને. નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલું છે. દિગંબર શાખાની મૂળ સંધ, માથુર સંધ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા શાખાઓ છે. તેમાં જે મૂળ સંધને ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબર પણ આવી જાય છે. શ્વેતાંબર શાસ્ત્રકારેએ જૂના વખતમાં તે અમુક જ મતભેદ ધરાવનાર અમુક જ પક્ષોને નિહ્નવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહાં. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પિતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દ યોજે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પિટાભેદો થવા લાગે છે ત્યારે પણ કોઈ એક પેટભેદ બીજા પેટભેદ માટે તે શબ્દો વાપરે છે. અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772