Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 743
________________ ૭૮] દર્શન અને ચિંતન મૂકયો કે તેમને પણ મનુના વારસદાર કાશીના પડિતાએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કેાઈએ ક્રિશ્ચિયન કહ્યા. વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કેાઈ એ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જો રાજપ્રકરણમાં પડયા ન હોત અને આવડી મેડી સલ્તનત સામે ઝઝૂમ્યા ન હોત તેમ જ તેમનામાં પોતાના વિચારો જગન્ધ્યાપી કરવાની શક્તિ ન હોત તા તે અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતાં હોત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનુ ચાલત તે તેમને શૂળીએ પણ ચડાવત. આ રીતે જ્યારે આવેશી પુરાતનપ્રેમીએએ આવેશમાં આવી વગર વિચારે ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકાને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યાં ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અ’ચક્ર બદલાતાં મહત્તાચક્ર અદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હાય તાપણુ હવે એનાથી કાઈ ભાગ્યે જ ડરે છે. ઊલટુ પાતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ધણા આગળ આવે છે તેમ ઘણા તે નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખચકાતા નથી અને જ્યારે સારામાં સારા વિચારકેશ, લાયક કાર્યકર્તા અને ઉદાર મનના પુરુષોને પણ કાઈ નાસ્તિક કહે છે ત્યારે આસ્તિક અને સમ્યગ્દષ્ટિ જેવા શબ્દોના અર્થ મદલાઈ જાય છે. અને હવે તા આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ શબ્દને લગભગ વ્યવહારમાં લોક એ જ અર્થ કહે છે કે જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાને વિચાર ન કરે, કાઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક – કોટી સહન ન કરે, સાચુ કે ખાટુ કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કાળક્રમે એને પરાણે વશ થતા જાય તે આસ્તિક, તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિષ્ઠા જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું. ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાને આવા શાબ્દિક માર્ગ રહ્યો હતા અને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ શબ્દોના ગાળા ફેંકાતા, પશુ આ અહિંસક યુદ્ધે જેમ શસ્ત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772