Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 746
________________ વારસાનું વિતરણુ [ ૧૨ ] શ્વેતુપાત વિના જ નવા જન્મ ધારણ કરવાની—જિત્વ પામવાની– શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. ખાળક આંખ, કાન આદિ સ્થૂળ ઇન્દ્રિયા દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રાજિંદું જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એના પ્રથમ જન્મ પૂરા થાય છે; અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેને બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ધર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પેાતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ જિત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડ-દેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે. પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખખદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વાંગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી અને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે. પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કલ્પ્યા છે. તે કાળે એ વિભાગે ભલે અભેદ્ય ન હાય, છતાં કાળક્રમે એ વિભાગે જન્મસિદ્ધ મનાતાં અને તે સાથે ઊંચનીચપણાની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તે દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુર્ભેદ્યતા ભેદાવાને અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાના, એવા એ યુગે પણ વીત્યા. ગુણુક' દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્ના થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી. પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કાઈ વ્યક્તિએ એ સત્યનું સ્પષ્ટ દર્શોન; નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિ`ભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈ એ અર્થાત માત્ર આખા સમાજે નહિં પણ સમાજધટક પ્રત્યેક વ્યક્તિએ ચતુવણ થવું જોઈ એ. માણસ મુખ્યપણે ભલે કાઈ એક જ વણ ને લગતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772