________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં સામાયિકાદિ અગ્યાર અંગે શીખી ગયે અને પછી અનેક પ્રકારે ઉપવાસના તીવ્ર તપમાર્ગથી આત્માને ઉન્નત કરતે વિચારવા લાગ્યો. ક્યારેક જુદા વિચરવાની ઈચ્છાથી જમાલિએ શ્રમણ ભગવાન પાસે આવીને વંદનપૂર્વક કહ્યું કે–“ભગવન્! પાંચસે ભિક્ષુઓ સાથે આપની અનુજ્ઞાપૂર્વક જુદો વિચરવા ઇચ્છું છું.' શ્રમણ ભગવાને મૌન સ્વીકાર્યું ને તેની માગણીને સ્વીકાર ન કર્યો. ત્રણ વાર પૂછડ્યા છતાં પણ જ્યારે શ્રમણ ભગવાને મૌન ન તેડયું ત્યારે છેવટે જમાલિ પિતાના પાંચસો સહચારી ભિક્ષુકે સાથે છૂટા પડી સ્વતંત્ર વિચરવા લાગ્યા અને વિચરતાં વિચરતાં શ્રાવસ્તીમાં આવી પહોંચ્યો.
નીરસ, રૂક્ષ, તુચ્છ અને અનિયમિત ખાનપાનથી તેને વર આવ્યું. પિત્તજ્વરથી બહુ વેદના થતાં તેણે આરામ માટે સહચારી ભિક્ષુકોને શિયા પાથરવા કહ્યું. ભિક્ષુકેએ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી. જ્વરની તીવ્ર વિદતાથી વ્યાકુળ થયેલ તેણે તુરત જ ફરીથી ભિક્ષકને પૂછયું કે શું શિયા કરી કે કરે છે ? ભિક્ષકોએ ઉત્તર આપે કે શિયા હજી થઈ નથી, પણ થાય છે. આ ઉત્તર સાંભળી જમાલિને વિચાર થયો કે શ્રમણ ભગવાન એમ કહે છે કે “જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય અથવા આત્માથી છૂટું પડતું હોય તે ચલિત થયું, ક્ષીણ થયું, આત્માથી મુક્ત થયું કહી શકાય.'—એ કથન મિથ્યા છે; કારણ કે, એ કથન અનુભવથી વિરુદ્ધ છે. આવો વિચાર આવતાં જ તુરત તેણે સહચારી ભિક્ષુઓને બેલાવ્યા ને કહ્યું કે–“જુઓ, શ્રમણ ભગવાન કહે છે કે જે કર્મ ચલિત થવા, ક્ષીણ થવા અને વિપાક આપી આત્માથી છૂટું થવા લાગે તેને ચલિત થયું, ક્ષીણ થયું, છૂટું થયું એમ કહી શકાય. આ કથન કેટલું અનુભવ વિરુદ્ધ છે? તમે સંથારે કરે છે ત્યારે તેને કર્યો એમ નથી કહેતા, પણ કરીએ છીએ એમ કહે છે; અર્થાત્ ચાલુ ક્રિયાને ચાલુ જ માને છે, પૂણું નથી ભાનતા અને શ્રમણ ભગવાન તે ચાલુ ક્રિયાને પણ પૂર્ણ કહે છે. આ કથન ખરેખર અનુભવ વિરુદ્ધ છે.” - આ વિચાર જમાલિ પાસેથી સાંભળતાં જ તે કેટલાક ભિક્ષુઓને પસંદ આબે, પણ કેટલાકને પસંદ ન આવ્યો. જેઓને પસંદ આવ્યું તેઓ જમાલિ સાથે રહ્યા અને બીજા તેનાથી છૂટા પડી શ્રમણ ભગવાનને જઈ મળ્યા. આ વખતે શ્રમણ ભગવાન ચંપાનગરીમાં હતા. જવરમુક્ત થઈ શક્તિ મેળવ્યા પછી જમાલિ પણ શ્રમણ ભગવાન પાસે આવ્યું અને વંદન-નમસ્કાર કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org