Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 727
________________ ૬૯૨ ] દર્શન અને ચિતન વણુ એર વધ્યું. શ્રી. અરવિંદ જેવા યોગીન્દ્રના સમીપમાં લાંખો વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનુ જેવુ તેવું નિમિત્ત નથી. શ્રી. સુંદરમ્ તો મારા ઘેાડાણા પરિચિત છે જ. તેમની શક્તિ વિશે મારા પ્રથમથી જ અતિ આદર રહ્યો છે. એટલે તેમના તંત્રીપદે સ ંપાદિત થતા ‘દક્ષિણા’ના લેખા અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશેને વિસ્તૃત લેખ વાંચ્યો ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયા. યેાગીન્દ્રની પરિચર્યામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રૌઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરાત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજાના સૂક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયુ હોય તે સાધારણ, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયા અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું; પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સતલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગ્રહપ્રેરિત પીંજણ્ અને શબ્દળ માત્ર છે. વળી, આખા લેખને ઝેક એમ સૂચવતા લાગે છે કે તે અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા ખેડા છે. શ્રી. પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તેા નથી જ. એમણે અહિંસાની ઉપયેાગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમની પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજીમાં ઉદ્ય પામેલી અને વિકસેલી અહિંસાના વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિને પ્રશ્ન આવે છે ત્યારે શ્રી. પુરાણી માત્ર મનનુ યાગસુલભ સમતાલપણું જ નથી ગુમાવતા, પણ તે જે પૂણ્યેાગની દિશાના પ્રવાસી છે અને જે પૂણ્યેાગની મહત્તા શ્રી. અરવિંદના તથા શ્રી. માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન્ન અને ગંભીર લેખામાં પ્રતિપાદિત થઈ છે. તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને દક્ષિણાના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી. માતાજીના વિશ્વસવાદની સ્થાપના ' અને શ્રી. અરવિંદના • અમાશ પ્રસ્થાન ’ એ લેખા વાંચું છું તેમ જ પ્રથમ થયેલ શ્રી. અરવિંદને આદર્શો એ લેખ : " આદર્શ ' તેમ જ · રૂપાંતર ’, ‘ નવું વના ખીન્ન અંકમાં પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772