Book Title: Dandak Prakaran Author(s): Malaykirtivijay Publisher: Malaykirtivijayji View full book textPage 4
________________ સૌથી વધુ છે કેમકે પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાધિક હજાર યોજન છે. આમ મહાનતા, સંયમ, મોક્ષ, રૂપ, બળ, ઊંચાઈ વગેરેમાં આ શરીર મોખરે (૨) વૈક્રિય શરીર : સઘળા દેવો અને નારકોને વૈક્રિય શરીર હોય છે. વળી વૈક્રિય લબ્ધિ ધરાવતા બાદર પર્યાપ્ત વાયુકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર બનાવી શકે છે. તે વૈક્રિય વર્ગણાના પુદ્ગલસ્કંધોથી બનેલું હોવાથી વૈક્રિય શરીર કહેવાય છે. આ શરીર દ્વારા વાઘ, સિંહ, સાપ, પોપટ, મનુષ્ય, રાક્ષસ વગેરે અનેક પ્રકારના રૂપ લઈ શકાય છે. તે નાનું કે મોટું, ભારે કે હલકું રૂપવાન કે કુરૂપ પણ બનાવી શકાય છે. તેને અદશ્ય પણ બનાવી શકાય છે. સ્વાભાવિક મૂલ શરીર કરતાં અન્ય જે રૂ૫ લેવાય છે, તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે. ઉત્તર વૈક્રિય શરીર દ્વારા સાધિક લાખ યોજન જેટલું મોટું રૂપ લઈ શકાય છે. તે મુનિસુવ્રત સ્વામિના શાસનમાં વિષ્ણુકુ માર મુનિએ, ચાતુર્માસમાં ધર્મદ્રષથી મુનિઓને દેશમાંથી ચાલ્યા જવાનું કહેનાર; અને કોઈ પણ રીતે નહીં સમજનાર નમુચિ પ્રધાનને શિક્ષા કરવા માટે બનાવ્યું હતું. તપશ્ચર્યા વગેરે કરવાથી કેટલાક મુનિઓને તથા તપશ્ચર્યા વગેરે કર્યા વિના જ બાદર પર્યાપ્ત વાયુકાય, ચક્રવર્તી, વાસુદેવ વગેરેને વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ (શક્તિ) મળેલી હોય છે. કેટલાક જ બાદર પર્યાપ્ત વાયુકાયને વૈક્રિય લબ્ધિ હોય છે, તે છતાં તેમની સંખ્યા દેવની કુલ સંખ્યા કરતાં અસંખ્યગુણી છે. તેમનું ઉત્તર વૈક્રિય શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગનું જ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. (અસંખ્ય શરીરો ભેગા થયે સ્પર્શેન્દ્રિયથી અનુભવી શકાય છે.) (૩) આહારક શરીર : આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિઓ મનની શંકાના નિવારણ માટે કે તીર્થકરના સમવસરણની દ્ધિ વગેરે જોવા માટે આહારક શરીર બનાવીને, તેને નજીક કે દૂર વિચરતાં તીર્થંકર પાસે મોકલે છે. ત્યાં વંદનાદિ અને શંકા નિવારણાદિ કરી, ફરી મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે. તે આહારક વર્ગણાના પુગલસ્કંધોથી બનેલું હોવાથી આહારક શરીર કહેવાય છે. તે આકાશ અને સ્ફટિક રત્ન સમાન સ્વચ્છ, અનુત્તરવાસી દેવો કરતાં ય વધુ દેદીપ્યમાન અને મુઠી વાળેલા એક હાથ જેવડું હોય છે. તે ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. આ શરીર એક જીવાત્મા વડે આખા ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર જ બનાવી શકાય છે. ચોથી વાર જે મહાત્મા શરીર બનાવે તે નિયમાં એ જ ભવમાં મોક્ષે જનાર હોય છે. અન્ય ચાર શરીર વિશ્વમાં સદાકાળ હોય જ છે, જ્યારે આહારક શરીર હોય પણ ખરા, અને ન પણ હોય. તે વધુમાં વધુ છ માસ સુધી ન હોઈ શકે. અલબત્ત વધુમાં વધુ છ માસે ઓછામાં ઓછા એક મહાત્મા તો આ શરીર બનાવે જ છે. આ શરીર એક સાથે વધુમાં વધુ સહસ્ત્ર પૃથકત્વ (બે હજારથી નવ હજાર) હોઈ શકે, તેથી વધુ નહીં. (હાલ મહાવિદેહ ક્ષેત્રમાં જ હોઈ શકે.) (૪) તૈજસ શરીર : શરીરમાં અને જઠરમાં જે ગરમી જણાય છે, તે તૈજસ શરીરની હોય છે. આ શરીરના કારણે ખાધેલ ખોરાકનું પાચન થાય છે. આ શરીરના કારણે વિશિષ્ટ તપથી તેજોવેશ્યા અને શીતલેશ્યા નામે લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેજલેશ્યા જેના ઉપર છોડવામાં આવે તે બળીને ભસ્મ થઈ જાય છે. શીતલેશ્યાથી બળતાને ઠંડક આપી બચાવી શકાય છે. ગૌશાળાએ વીરપ્રભુના સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે શિષ્યો ઉપર તેજોલેશ્યા છોડી, તેમને ભસ્મ કરી દીધેલ. સાધના કાળમાં મૂકાશય્યાતર તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા છોડેલ, ત્યારે પ્રભુવીરે શીતલેશ્યા દ્વારા તેને બચાવી લીધેલ. આ શરીર તૈજસ વર્ગણાના પુદ્ગલોથી બનેલું હોવાથી તૈજસ શરીર કહેવાય છે. આ કાર્પણ શરીર સર્વ શરીરોમાં કારણભૂત છે, કેમકે ઔદારિક શરીર નામકર્મ વગેરેના ઉદયથી જીવ ઔદારિક વગેરે વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક વગેરે શરીર બનાવે છે. તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને જ હોય છે. (મોક્ષના જીવોને ન હોય.) જીવ મૃત્યુ પામીને એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે મૂળ ઔદારિક કે વૈક્રિય શરીર મૂકીને જાય છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તો આત્માની સાથે જ જાય છે. આત્મા સાથે જોડાયેલા બન્ને શરીરો આખા લોકમાં દંડક પ્રકરણ-૫ દંડક પ્રકરણ-૬Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37