Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 36
________________ -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) પવિત્ર બનવાનો ઉપાય શું? (૨) ત્રણ વેદના નામ લખો. (૩) કયા જીવોને કયા કયા વેદ હોય છે? પાઠ-૧૯ : અલ્પબહત્વ વેયતિય તિરિનરેસ, ઈન્શી પુરિસો ય ચઉવિહરેસ 1 ચિર-વિગલ-નારએસુ, નપુંસવેઓ હવઈ એગો ! ૪૦ | તિર્યંચ અને મનુષ્યોમાં ત્રણ વેદ છે, ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષવેદ છે, સ્થાવર, વિકલેન્દ્રિય અને નારકોમાં એક નપુંસકવેદ છે. કયા જીવોની સંખ્યા ઓછી, અને કયા જીવોની તે કરતાં કેટલી વધૂ તે અલ્પબહુત કહેવાય. ડબલ કરતાં ઓછી તે વિશેષાધિક કહેવાય. (જેમ ૧૦૦ ની અપેક્ષાએ ૧૦૧ થી ૯૯ સુધી, વિશેષાધિક કહેવાય.) ડબલ કરતાં વધુ અર્થાત્ બે ગુણી, ત્રણ ગુણી.... અબજો ગુણી... સંખ્યાત ગુણી તે સંખ્યાત ગુણ કહેવાય. (જેમ ૧૦૦ ની અપેક્ષાએ ૨૦૦ થી માંડીને મોટી કોઈ પણ (સંખ્યાત) સંખ્યા સંખ્યાતગુણ કહેવાય.) અસંખ્યાત ગુણી તે અસંખ્યાત ગુણ કહેવાય. અનંત ગુણી તે અનંત ગુણ કહેવાય. (૧) પર્યાપ્ત મનુષ્યો સૌથી અલ્પ, તેનાથી (૨) બાદર અગ્નિ : અસંખ્યાત ગુણ, તેનાથી (અલબત્ત મનુષ્યો કરતાં અગ્નિના જીવો અસંખ્યાત ગુણ વધારે છે.) (૩) વૈમાનિક દેવો અસંખ્યાત ગુણ, તેનાથી (૪) ભવનપતિ દેવો : અસંખ્યાત ગુણ, તેનાથી (૫) નારકો : અસંખ્યાત ગુણ; તેનાથી (૬) વ્યંતર દેવો: અસંખ્યાત ગુણ; તેનાથી (૭) જ્યોતિષી દેવો : અસંખ્યાત ગુણ; તેનાથી (૮) ચઉરિન્દ્રિય જીવો ઃ અસંખ્યાત ગુણ, તેનાથી (૯) પંચેન્દ્રિય તિર્યંચો વિશેષાધિક, તેનાથી | (અલબત્ત ચઉરિન્દ્રિય જીવો કરતાં પંચે. તિર્યંચ ડબલ કરતાં ઓછા છે.) (૧૦) બેઈન્દ્રિય જીવો ઃ વિશેષાધિક; તેનાથી (૧૧) તેઈન્દ્રિય જીવો : વિશેષાધિક, તેનાથી દંડક પ્રકરણ-૬૯ દંડક પ્રકરણ-૭૦

Loading...

Page Navigation
1 ... 34 35 36 37